ગુજરાતમાં બેફામ રીતે ડ્રગ્સનો કારોબાર વધી રહ્યો છે. થોડા સમય પહેલા જ તાલિબાને મોકલેલ રૂ. 21,000 કરોડની કિમતનું 3000 કિલો ડ્રગ્સ કચ્છના અદાણી પોર્ટ પરથી પકડાતાં સમગ્ર દેશમાં હોબાળો થયો હતો. તેમજ મુંબઈમાં બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાનની પણ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ બધા વચ્ચે ગુજરાતનું યુવાધન કેફી દ્રવ્યોના નશામાં ફસાય નહીં તે માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક ખાસ રોઇવોર્ડ પોલિસી જાહેર કરી છે. જે અંતર્ગત ડ્રગ્સની બાતમી આપનારને સરકાર દ્વારા ઈનામ આપવામાં આવશે.
સૌ પ્રથમવાર નાર્કો રિવોર્ડ પોલિસી આવી અમલમાં
ગઈ કાલે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, નશાબંધીને લગતા તમામ ગુનાઓને રાજ્યમાંથી નેસ્તનાબુદ કરવા એ જ સરકારની પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે, રાજયનું યુવાધન કેફી દ્રવ્યોના નશાની ચૂંગાલમાં ફસાઈ ના જાય અને આવી જે કોઈ પ્રવૃતિઓ ચાલી રહી છે તેને અટકાવવા માટે પોલીસ હંમેશા ખડેપગહે હાજર છે. તેમણે કહ્યું કે આવા કેફી દ્રવ્યો ગુજરાતમાં જય પણ વેચાણ થતું હોય તેની માહિતી રાજ્યના પોલીસ તંત્રને આપવામાં આવશે તો અમે રાજ્ય સરકાર તરફથી તેવા લોકોને ઈનામ આપીશું. તેમણેકહ્યું કે આ પોલિસી થી કેફી દ્રવ્યોના વેચાણને નેસ્તનાબૂદ કરી શકાશે. રાજ્યમાં પ્રથમ વખત નાર્કો રિવૉર્ડ પોલિસી જાહેર કરવામાં આવી છે.
આપણ વાંચો:અમિત શાહ ગોવાની મુલાકાતે પહોંચ્યા, કહ્યું- દેશની સરહદો પર થતાં હુમલાને સહન નહિ કરાય
કયા આધારે વ્યક્તિને ઈનામ અપાશે?
ગૃહ મંત્રી સંઘવીએ નવી રિવોર્ડ પોલીસીની જાહેરાત કર્તતા કહ્યું કે, આ રિવોર્ડનએ ઇનામની રીતે આપવામાં આવશે.આ રિવૉર્ડને સક્ષમ સત્તાતંત્ર મંજુરી આપશે. બતમો આપનાર વ્યક્તિ પોલીસને શું માહિતી આપે છે અને કેટલી આપે છે તેના આધારે ઈનામ આપવામાં આવશે. તેમજ બાતમીદાર જે માહિતી આપે તેની ચકાસણી કર્યા બાદ આ રિવૉર્ડ આપવામાં આવશે.
બાતમી આપનારને શું ઈનામ મળશે?
ગૃહ મંત્રીએ વધુમાં ઉમેર્યુ હતું કે, જો કોઈ અધિકારી કે કર્મચારી તેની સામાન્ય ફરજના ભાગ રૂપે મેળવેલ પુરાવા રજૂ કરશે તો તે અધિકારીને કોઈ રિવોર્ડ મળશે નહીં. તેમણે કહ્યું કે, એન.ડી.પી.એસ. અધિનિયમ-1985ની જોગવાઈઓ હેઠળ જે પદાર્થોને જપ્ત કરવામાં આવશે તેની કિંમતના 20% સુધીના રકમનો રિવૉર્ડ આપવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, જો કોઈ સરકારી અધિકારી કે કર્મચારી બાતમીદારની ભૂમિકામાં હશે તો તે અધિકારીને પણ રિવૉર્ડ આપવામાં આવશે.
યુવા ધનને નશાથી દૂર રહેવા માટે કરી અપીલ
ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના યુવાનોને આવા કેફી પદાર્થોના નશાથી દૂર રહેવા માટે અપિલ કરી છે. તેમણે અપીલ કરતા કહ્યું કે, આજે તમને આ કેફી પદાર્થ શોખ લાગશે, પરંતુ સમય જતાં આ તમારી આદત બની જશે. અને તે તમારા શરીરને નુકશાન પહોંચાડશે. તો આપ સૌ યુવાનો આવા કેફી પદરથીથી દૂર રહો તેવું હું અપીલ કરું છું.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં બેફામ રીતે ડ્રગ્સનો કારોબાર વધી રહ્યો છે. થોડા સમય પહેલા જ તાલિબાને મોકલેલ રૂ. 21,000 કરોડની કિમતનું 3000 કિલો ડ્રગ્સ કચ્છના અદાણી પોર્ટ પરથી પકડાતાં સમગ્ર દેશમાં હોબાળો થયો હતો. તેમજ મુંબઈમાં બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાનની પણ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ બધા વચ્ચે ગુજરાતનું યુવાધન કેફી દ્રવ્યોના નશામાં ફસાય નહીં તે માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક ખાસ રોઇવોર્ડ પોલિસી જાહેર કરી છે. જે અંતર્ગત ડ્રગ્સની બાતમી આપનારને સરકાર દ્વારા ઈનામ આપવામાં આવશે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4