ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પાટણ પોલીસ દ્વારા રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રીનું પરંપરાગત સ્વાગત કરતા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેમજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ધારાસભ્ય , ડીજીપી, આઈજી, કલેક્ટર, પોલીસવડા સહિત અગ્રણીઓએ વૃક્ષા રોપણ કર્યું હતું. આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રીશ્રી દ્વારા પોલીસ આવાસની તકતીનું અનાવરણ કરવામાં આવ્યુ હતું.
પોલીસ હેડક્વાર્ટર ખાતે કરાયું વૃક્ષારોપણ
પોલીસ મહાનિર્દેશક આશીષ ભાટીયાની ઉપસ્થિતિમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને પાટણ પોલીસ હેડક્વાર્ટર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હૉલ ખાતે યોજાએલ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વૃક્ષપૂજા કરી જાળેશ્વર પાલડી સ્થિત પોલીસ લાઈનના ૮૦ મકાનો તથા ચાણસ્મા પોલીસ લાઈનના ૨૫ મકાનોની તકતીનું અનાવરણ કરવામાં આવ્યુ હતું.
પાટણ જિલ્લા પોલીસની કામગીરીને બિરદાવી
ત્યારે આ પ્રસંગે ડીજીપી આશિષ ભાટિયાએ પાટણ જીલા પોલીસની કામગીરીને બિરદાવી હતી. અને પાટણ જિલ્લા પોલીસ દ્વારા લેન્ડ ગ્રેબિંગ, લૂંટ, અપહરણ જેવા ગુનાઓમાં કરાયેલી કામગીરીની પ્રશંશા કરી હતી. તેમજ પાટણ પોલીસ દ્વારા 11 ખુંખાર આરોપીઓને પકડી જેલને હવાલે કરાયા એ બદલ પાટણ પોલીસને અભનંદન પણ પાઠવ્યા હતા. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અને પ્રજા વચ્ચે તનાવમુક્ત વાતાવરણ ઉભું કરી સંવેદના સ્થાપિત કરવા પોલીસ તંત્રને જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પાટણ પોલીસ દ્વારા રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રીનું પરંપરાગત સ્વાગત કરતા તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મંત્રી સહિત ધારાસભ્ય , ડીજીપી, આઈજી, કલેક્ટર, પોલીસવડા સહિત અગ્રણીઓએ વૃક્ષા રોપણ કર્યું હતું. આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રીશ્રી દ્વારા પોલીસ આવાસની તકતીનું અનાવરણ કરવામાં આવ્યુ હતું.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4