Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / January 22.
Homeન્યૂઝગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતની SVNIT કોલેજના સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન સેન્ટરની કરી મુલાકાત

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતની SVNIT કોલેજના સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન સેન્ટરની કરી મુલાકાત

harsh saghvi
Share Now
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજ રોજ સુરતની સરદાર વલ્લભભાઇ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (SVNIT કોલેજ)ના સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન સેન્ટર- ‘અશાઈન’ની મુલાકાત કરી હતી. આ દરમ્યાન તેમણે  ૪૦ જેટલા સ્ટાર્ટ અપ ઉદ્યોગ સાહસિકોને નવા સાહસ માટે પ્રોત્સાહિત કર્યા હતાં. તેમણે નવયુવાનો સાથે સંવાદ સાધી તેમના પ્રોજેક્ટ નિહાળ્યા હતાં, અને સ્ટાર્ટ અપ પ્રોજેક્ટસની તલસ્પર્શી જાણકારી મેળવી હતી. 

SVNIT અશાઈન સેન્ટરે સંકલ બનવનો કર્યો પ્રયાસ 

આ પ્રસંગે SVNIT અશાઈન’ સેન્ટરના હોદ્દેદારોને અભિનંદન આપતાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ‘ SVNITનું આ સેન્ટર પ્રતિભાશાળી ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના ૪૦ જેટલા સ્ટાર્ટ અપ સાહસિકો એક જ છત્ર હેઠળ કાર્ય કરી રહ્યાં છે. કૃષિ, વિજ્ઞાન અને ટેકનોલોજી, મોબાઈલ એપ જેવા ક્ષેત્રના વિવિધ પ્રોજેક્ટ પર ૪૦ સ્ટાર્ટઅપ પર કામ થઈ રહ્યું છે. દેશનો યુવાન પરિવર્તન માટે સક્ષમ અને સજાગ છે એ વાતની સાબિતી આ યુવાનો પૂરી પાડી રહ્યાં છે. તેમણે કહ્યું કે સરકાર દ્વારા આ યુવાનોને ટેકનોલોજી સહિતનો જરૂરી સહકાર મળી રહે એ માટે આ સેન્ટરે સાંકળ બનવાનો પ્રયાસ કર્યો છે.
harsh sanghvi
  • ૪૦ સ્ટાર્ટ અપ ઉદ્યોગ સાહસિકોને નવા સાહસ માટે પ્રોત્સાહિત કર્યા 
  • સુરતના સ્ટાર્ટ અપ સાહસિકોને પ્લેટફોર્મ મળે એ માટે સુરતમાં એક્ઝિબિશન અને પ્રેઝન્ટેશન યોજવામાં આવશે
  • દેશનો યુવાન પરિવર્તન માટે સક્ષમ અને સજાગ છે એ વાતની સાબિતી સુરતના યુવાનો પૂરી પાડી રહ્યાં છે.

રોકાણકારોનો બહોળો પ્રતિસાદ મળશે

સુરત અને દક્ષિણ ગુજરાતમાં સ્ટાર્ટ અપ પર કામ કરતાં સાહસિકોને મદદરૂપ થવાં દેશના અલગ અલગ ક્ષેત્રના રોકાણકારોને આગામી સમયમાં સુરતમાં આમંત્રિત કરી એક્ઝિબિશન અને પ્રેઝન્ટેશન ઈવેન્ટ યોજવાનો તેમનું વિશેષ લક્ષ્ય છે, જેથી યુવાધનના નવા વિચારોને પ્લેટફોર્મ મળી રહે અને નવી રોજગારીની તકો ઊભી થઈ શકે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ઈવેન્ટને રોકાણકારોનો બહોળો પ્રતિસાદ મળશે.      
આ પ્રસંગે સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન સેન્ટરના સી.ઈ.ઓ.શ્રી કલ્પ ભટ્ટ, કોર્પોરેટરશ્રી વ્રજેશ ઉનડકટ, સેન્ટરના ડિરેક્ટરશ્રી ડો.આર્વી રાવ, મેનેજરશ્રી દર્શન મહેતા સહિત સ્ટાર્ટ અપ ઉદ્યોગ સાહસિક યુવાનો અને કોલેજ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યાં હતાં. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment