Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / December 6.
Homeન્યૂઝગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું હ્યદયસ્પર્શી નિવેદન, “પીડિતાના ભાઈ તરીકે તેને અને તેના પરિવારને ટુંક સમયમાં ન્યાય અપાવીશ”

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું હ્યદયસ્પર્શી નિવેદન, “પીડિતાના ભાઈ તરીકે તેને અને તેના પરિવારને ટુંક સમયમાં ન્યાય અપાવીશ”

HARSH SANGHVI
Share Now

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે વડોદરાના સોખડાની મુલાકાતે છે. વડોદરા શહેરના વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચરવા મામલે ગુજરાત પોલીસની વિવિધ ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં અત્યાર સુધી ઘણી બધી ચોંકનારી વિગતો સામે આવી છે.  ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીજીએ નવસારીની વિદ્યાર્થિની પર થયેલા સામૂહિક દુષ્કર્મ મામલે જણાવ્યું હતું કે, પીડિત યુવતીના ભાઈ તરીકે તેને અને તેના પરિવારને ન્યાય અપાવીશ. આરોપીઓને શોધવા જેટલી પોલીસ ફોર્સની જરૂર હશે તેટલી આપીશું. ગુજરાત પોલીસની કોઈ બોર્ડર નથી, તમામ ટીમો ગુજરાત પોલીસ તરીકે કામ કરી રહી છે. પીડિતા યુવતીને ટુંક સમયમાં ન્યાય અપાવીશ.

હું માત્ર રાજ્યના ગૃહમંત્રી તરીકે જ નહીં પરંતુ એક ભાઈ તરીકે પીડિતાને ન્યાય અપાવીશ

તાજેતરમાં વડોદરામાં યુવતી પર દુષ્કર્મ અને આપઘાતનો મામલો સામે આવતા રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે આપણા હૃદયસ્પર્શી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, આ બનાવ અંગે રેલવે પોલીસ, વડોદરા શહેર પોલીસ સહિત ગુજરાત પોલીસની વિવિધ 35 જેટલી ટીમો દ્વારા તપાસ ચાલી રહી છે. જેમાં 500થી વધુ સીસીટીવી ફૂટેજ અને લોકેશન ટ્રેકીંગ સિસ્ટમના માધ્યમથી વધુ તપાસ હાથ ધરી છે. ઉપરાંત અનેક શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ કરાઈ રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાત રાજ્યની પોલીસ ખૂબ જ મજબૂતાઈ થી આ કેસ પર કામ કરી રહી છે. પીડિતા અને તેના પરિવારને ન્યાય અપાવવાની જવાબદારી અમારી છે. હું માત્ર રાજ્યના ગૃહમંત્રી તરીકે જ નહીં પરંતુ એક ભાઈ તરીકે પીડિતાને ન્યાય અપાવીશ.

આ પણ વાંચો : ગુજરાત પોલીસની ડ્રગ્સ સ્ટ્રાઇક, હવે ડ્રગ્સ ખરીદનાર કે વેચનાર કોઈ નહિ બચે

ટૂંક જ સમયમાં તમામ આરોપીઓ પોલીસના સંકજામાં હશે

આ સાથે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, આ કેસ પર કામ કરી રહેલા તમામ પોલીસ જવાનો પીડિતાના ભાઈ તરીકે જ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. ટૂંક જ સમયમાં તમામ આરોપીઓ પોલીસના સંકજામાં હશે. અત્યારે ભલે આરોપીઓ ઝડપાયા નથી, પરંતુ તેઓ લાંબો સમય પોલીસની પકડથી દૂર નહીં રહી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા આ મામલામાં શંકાસ્પદ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. યુવતીનો પીછો કરનાર એક વ્યક્તિને પોલીસે ઝડપી પાડ્યો છે.

નશાના દરેક નેટવર્કનો પોલીસ પર્દાફાશ કરશે- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ મામલે જણાવ્યું હતું કે, રાજ્યની દરિયાઈ બોર્ડર સંપૂર્ણ સુરક્ષિત એટલે જ ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. ડ્રગ્સ માફિયાઓ સમજી લે, પોતાના પરિવાર સાથે નહીં રહી શકે તેવું સ્વાગત કરવા ગુજરાત પોલીસે તૈયારી કરી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment