ગૃહમંત્રી અમિત શાહે નાગાલેન્ડ ફાયરિંગ પર આજે લોકસભામાં અને રાજ્યસભામાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે આ ગોળીબાર શંકાસ્પદોની આશંકામાં કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ભારત સરકાર નાગાલેન્ડમાં બનેલી ઘટના પર ખેદ વ્યક્ત કરે છે અને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે. અમિતશાહે જણાવ્યું કે, “નાગાલેન્ડની ઘટનાની વિગતવાર તપાસ માટે એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે, જેને એક મહિનામાં તપાસ પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું છે,”
આવી ઘટના બીજીવાર ના બને તે માટે સૂચન કરાયું
અમિત શાહે કહ્યું, “તમામ એજન્સીઓને એ સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે કે વિદ્રોહીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવતી વખતે ભવિષ્યમાં આવી કોઈ ઘટનાનું પુનરાવર્તન ન થવું જોઈએ.” તેમણે કહ્યું કે વાહનમાં સવાર 8 લોકોમાંથી 6 લોકોના મોત થયા હતા. પાછળથી જાણવા મળ્યું કે તે ખોટી ઓળખનો મામલો હતો. અન્ય બે ઘાયલોને સેના દ્વારા નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. સમાચાર મળતાં જ સ્થાનિક ગ્રામજનોએ આર્મી યુનિટને ઘેરી લીધું હતું.
Union Home Minister Amit Shah makes a statement in Rajya Sabha on the incident of death of civilians in an anti-insurgency operation that went awry in Nagaland
"Army has initiated a probe into this incident at the highest level. Action will be taken as per the law," he says. pic.twitter.com/U2Bpb4abvU
— ANI (@ANI) December 6, 2021
આ પણ વાંચો:નાગાલેન્ડમાં સુરક્ષાદળોના ઓપરેશનમાં 13 લોકોનાં મોત, મૃત્યુ આંક વધી શકે છે
તેમણે કહ્યું કે સેનાએ આ ઘટનાના કારણોની ઉચ્ચ સ્તરે તપાસ શરૂ કરી દીધી છે, કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ઘટનાની જાણ થતાં જ મેં તુરંત રાજ્યના રાજ્યપાલ અને મુખ્યમંત્રીનો સંપર્ક કર્યો હતો. ગૃહ મંત્રાલયે મુખ્ય સચિવ અને ડીજીપીનો પણ સંપર્ક કર્યો હતો.
વિપક્ષે કર્યું વોકઆઉટ
અમિત શાહે કહ્યું કે ગઈકાલથી સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલયે તરત જ ઉત્તરપૂર્વના પ્રભારી અધિક સચિવને કોહિમા મોકલ્યા જ્યાં તેમણે આજે મુખ્ય સચિવ, અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને અર્ધ લશ્કરી દળોના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી. પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી છે. અમિત શાહના નિવેદન બાદ કોંગ્રેસ, DMK, SP, BSP અને NCPના સાંસદોએ લોકસભામાંથી વોકઆઉટ કર્યું હતું.
તમને જણાવી દઈએ કે, નાગાલેન્ડના મોન જિલ્લામાં 24 કલાકની અંદર બળવાખોરી વિરોધી કાર્યવાહી અને જવાબી હિંસામાં સુરક્ષા દળો દ્વારા થયેલ ગોળીબારમાં ઓછામાં ઓછા 14 નાગરિકો અને એક સૈનિક માર્યા ગયા હતા.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4