Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / December 6.
Homeન્યૂઝડ્રગ્સ માફિયાઓને હર્ષ સંઘવીએ આપી ચેતવણી, કહ્યું ખૂણે ખૂણેથી કાઢીશું બહાર

ડ્રગ્સ માફિયાઓને હર્ષ સંઘવીએ આપી ચેતવણી, કહ્યું ખૂણે ખૂણેથી કાઢીશું બહાર

harsh sanghvi
Share Now

ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર વધી રહ્યો છે. થોડા સમય પહેલા મુંદ્રા પોર્ટ પરથી ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો. અને હવે આજે  દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પાસેથી ડ્રગ્સનો ખૂબ મોટો જથ્થો ઝડપાયો છે. એક શખ્સની રૂપિયા 350 કરોડનું 66 કિલો ડ્રગ્સ સાથે ખંભાળિયા નજીકથી પોલીસે ધરપકડ કરી છે. SOG અને LCB અને ની ટીમે સંયુક્તરીતે આ અંગે ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારે આ અંગે ગૃહ મંત્રીએ કહ્યું હતું કે દેશના ઈતિહાસનો સૌથી મોટો પર્દાફાશ છે. તેમણે આ કામગીરી માટે પોલીસને અભિનંદન આપ્યા હતાં. 

ડ્રગ્સના માફિયાઓને ખૂણે ખૂણેથઈ શોધવામાં આવશે

ગૃહ મંત્રીએ વધુમાં કહ્યું કે  ડ્રગ્સના માફિયાઓને ખૂણે ખૂણેથી શોધવાની કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ અને સુરત પોલીસે ડ્રગ્સ પેડલરોણી ધરપકડ કરી છે.  પોલીસ આ મુદ્દે બે મહિનામાં ગંભીર કામગીરી કરી છે. તેમણે કહ્યું કે, 55 દિવસમાં 245 કરોડથી વધુની રકમનો 5756 કિલોનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. અને 90 થી વધુ આરોપીણી ધરપકડ કરવામાં આવી છે.

harsh sanghvi, gujarat drugs mafia

આ પણ વાંચો:ખંભાળિયા નજીક રૂપિયા 350 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું, એક શખ્સની કરાઇ ધરપકડ

તેમણે કહ્યું કે, ડ્રગ્સને લઈને રાજ્યની પોલીસ ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી છે. છેલ્લાં બે મહિનામાં ડ્રગ્સ મામલે 58 જેટલા કેસ નોંધવામાં આવ્યા છે. અને 90 થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અને હજી આ અંગે કામગીરી ચાલી રહી છે. છેલ્લા 55 દિવસમાં 5756 કિલો જેટલું ડ્રગ્સ ઝડપાયું છે. અત્યાર સુધીમાં 245 કરોડથી વધુનુ ડ્રગ્સ છેલ્લા બે મહિનામાં ઝડપાયું છે. ગુજરાતમાં સતત ડ્રગ્સનો જથ્થો પકડાઈ રહ્યો છે ત્યારે આ અંગે ગૃહ મંત્રી જણાવ્યુ હતું કે, સમગ્ર વિશ્વમાં ડ્રગ્સનું દૂષણ ખૂબ જ ઝડપથી વધી રહ્યુ છે. માફિયાઓ યુવા ધનને ડ્રગ્સના રવાડે ચડાવવા માટે અનેક તરકીબો વાપરે છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગ અને ગુજરાત પોલીસે ઘણા સમયથી ગુજરાતના ખૂણેખૂણેથી ડ્રગ્સને બહાર કાઢવા માટે કામગીરી હાથ ધરી હતી. 

ગુજરાતમાં ડ્રગ્સના કારોબારને કોઈ પણ રીતે નહિ ચલાવી લેવાય 

દ્વારકા જિલ્લા પોલીસે 66 કિલોથી વધુનુ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ત્યારે આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ માફિયાઓને ચેતવણી આપતા કહ્યું કે, ગુજરાતમાં ડ્રગ્સના કારોબારને કોઈ પણ રીતે ચલાવી લેવાશે નહિ. તેમણે કહ્યું કે, ડ્રગ માફિયાઓને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા  વિશેષ પુરસ્કાર યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેનેખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

આ ડ્રગ્સ કૌભાંડમાં 3 લોકો સંડોવાયેલા છે

દેવભૂમિ દ્વારકામાં પકડાયેલ ડ્રગ્સના જઠહા અંગે ત્યાંના SP સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, એક આરોપીની વાડીનાર પાસેથી 14 થી 15 કિલો ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં છે. આ ડ્રગ્સની બજાર કિંમત રૂપિયા 70 કરોડ જેટલી  છે. જોકે, કુલ 66 કિલો ડ્રગ્સ પકડાયું હોય તેવું અનુમાન છે. અને તેની બજાર કિંમત 350 કરોડ આસપાસનું હોવાનું મનાય છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર MD ડ્રગ્સ છે. જે ખાંડના દાણા જેવુ હોય છે. આ ડ્રગ્સ કૌભાંડમાં 3 લોકો સંડોવાયેલા છે. SOG અને LCBની ટીમે સંયુક્તરીતે આ ઓપરેશન હાથ ધર્યુ હતું.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment