Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / June 26.
Homeન્યૂઝહનીમૂનના બીજા જ દિવસે વરરાજાએ ગળેફાંસો ખાઇ કરી આત્મહત્યા, કારણ જાણી ચોંકી જશો

હનીમૂનના બીજા જ દિવસે વરરાજાએ ગળેફાંસો ખાઇ કરી આત્મહત્યા, કારણ જાણી ચોંકી જશો

Honeymoon
Share Now

પશ્ચિમ બંગાળના હાવડામાં સુહાગરાત (Honeymoon)ના બીજા જ દિવસે એક વરરાજાએ આત્મહત્યા કરી લીધી. આ ઘટના સાંભળીને પરિવારના તમામ સભ્યો આઘાતમાં છે. હાલમાં તો દરેક વ્યક્તિ એ જાણવા માગે છે કે તે રાત્રે એવુ તો શું થયું કે, વરરાજાએ આત્મહત્યા કરી પડી. લગ્નની પહેલી જ રાત્રે એક છોકરાએ આત્મહત્યા કરવા મજબૂર થવુ પડ્યુ, તે નવાઈની વાત છે.

Honeymoon ના બીજા જ દિવસે ફાંસી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મહિને આદર્શ નામના યુવકના લગ્ન એક યુવતી સાથે થયા હતા. લગ્ન સંબંધીઓની સંમતિથી થયા હતા, તેથી પરિવારના સભ્યોમાં કોઈ વાતની આશંકા નથી. જો કે, તે ચોંકાવનારી વાત છે કે, દુલ્હનને ઘરે લાવનાર વરરાજો હનીમૂનની બીજી સવાર પણ જોઈ ન શક્યો.

લગ્ન સંબંધીઓની સંમતિથી થયા હતા

હાવડાના શાલીમારના રહેવાસી આદર્શના મૃત્યુની તપાસમાં લાગેલી પોલીસ (Police)પ્રાથમિક રીતે તેને આત્મહત્યાના કેસ તરીકે તપાસી રહી છે. જોકે, મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે. પરંતુ અત્યાર સુધીની પૂછપરછ મુજબ એ વાત સામે આવી છે કે, કન્યા 8 ડિસેમ્બરે તેના સાસરે પહોંચી હતી, સંબંધીઓની સંમતિ બાદ જ લગ્ન સંપન્ન થયા હતા. પાર્ટીનું આયોજન આગામી દિવસે જ એટલે કે 9મી ડિસેમ્બરે કરવામાં આવ્યું હતું. પરંતુ તે પહેલા જ વરરાજાએ જીવનનો અંત આણ્યો હતો.

આ પણ વાંચો: લગ્ન બાદ વિકી તેની દુલ્હનનું આ આલીશાન મહેલમાં કરશે સ્વાગત, જુઓ તસવીરો

દુલ્હને જણાવ્યું કે, શુક્રવારની સવારે બંને ઉઠતાની સાથે જ વરરાજા (groom)એ તેને નહાવા માટે કહ્યું, અડધા કલાક પછી જ્યારે તે સ્નાન કરીને રૂમમાં આવી તો તેણે તેના પતિને ફાંસી (Hanging)થી લટકતો જોયો. આ જોઈને તેણીએ બૂમો પાડવાનું શરૂ કર્યું અને ઘરના લોકો એકઠા થઈ ગયા બાદમાં વાતની જાણ થઈ.

જો કે, આ તમામ વચ્ચે બાથરૂમમાં પતિની બૂમો પત્નીને સંભળાતી ન હતી કે કેમ તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. પોલીસ દરેક એંગલથી આ કેસની તપાસ કરી રહી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment