દુનિયામાં એવા ઘણા લોકો છે જેમને મુસાફરી દરમિયાન ઊંઘ આવતી હોય છે. એટલા માટે જ તેઓ તેમની અડધાથી વધુ મુસાફરી (Travel)તો ઊંઘમાં જ પસાર કરતા હોય છે. ઘણા લોકો એવા પણ છે જેમને ઘરમાં થતા અવાજને પગલે આરામથી ઊંઘ નથી થતી. આવા લોકો માટે એક કંપનીએ અનોખી પહેલ કરી છે. એક ટ્રાવેલ કંપની (Travel company)એ એવા લોકો માટે બસ (Bus)સેવા શરૂ કરી છે જેઓ ફરિયાદ કરે છે કે તેઓને ઘરમાં ઊંઘ નથી આવતી.
Hong Kong tour company launches 5 hour/47 km bus ride, just for passengers to sleep on the bus.
The company noticed patrons falling asleep on its buses and launched the tour for people who can't sleep at night. Tickets range from $13 to $51 per person. pic.twitter.com/Lu4oIcRx06
— Thos Major (@ThosMajor) October 27, 2021
Bus ની સુવિધા અને ભાડુ જાણી ચોંકી જશો
તમને એ જાણીને આશ્ચર્ય થયું હશે કે લોકો બસમાં કેવી રીતે સૂઈ શકે છે. જો જોવામાં આવે તો, મુસાફરી દરમિયાન સૂવું એ એકદમ સામાન્ય બાબત છે. જ્યારે બસની બારીમાંથી ચહેરા પર પવન ફુંકાતો હોય છે અને ગાડીની હિલચાલને પગલે શરીર પણ ધીમે-ધીમે હિલચાલ થતુ હોય છે, ત્યારે ખૂબ જ સારી ઊંઘ આવે છે. તેના પગલે હોંગકોંગ (Hong Kong)ની બસ ટૂર કંપની ઉલૂ ટ્રાવેલે બસમાં સ્લીપિંગ (Sleeping)સર્વિસ આપવાનું શરૂ કર્યું છે. કંપનીની બસ 5 કલાકમાં શહેરનું 47 કિમીનું અંતર કાપે છે અને મુસાફરોને ત્યાં જ છોડે છે જ્યાંથી મુસાફરી કરવાની શરૂઆત કરે છે. મુસાફરી દરમિયાન, મુસાફરો શાંતિથી સૂઈ શકે છે. આ માટે તેમને ટિકિટ પાછળ લગભગ 1000 રૂપિયાથી 4 હજાર રૂપિયા ખર્ચવા પડે છે. બસમાં 4 પ્રકારના વર્ગો છે. ‘ઝીરો ડેસિબલ સ્લીપિંગ બિઝનેસ ક્લાસ’ કેબિન જેમાં અવાજ જ ન આવે અને ‘વીઆઈપી પેનારોમા કેબિન’. આ બંને કેબિન બસના ઉપરના ભાગ પર આવેલી છે. જ્યારે ‘ઝીરો ડેસિબલ સ્લીપિંગ ઈકોનોમી ક્લાસ’ કેબિન અને ‘એક્સ્ટ્રા લેગરૂમ’ કેબિન બસની નીચેના ભાગ પર આવેલી છે.
આ પણ વાંચો: ભારતના આ સ્ટેશન પર જવા માટે પાકિસ્તાની વિઝા અને પાસપોર્ટ જરૂરી
Bus માં કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે?
આ બસમાં કોઈ પથારી નથી. તમારે સીટ પર જ સૂવું પડશે. VIP કેબિન બુક કરાવ્યા પછી, તે તમારા માટે આરક્ષિત કરવામાં આવશે, પરંતુ બાકીની ત્રણ કેબિન વહેલા તે પહેલાના ધોરણે જ ફાળવવામાં આવે છે. બસમાં તમને આંખનો માસ્ક અને ઇયરપ્લગ સાથે સ્લીપિંગ ગિફ્ટ સેટ આપવામાં આવે છે. આ પ્રવાસ એક રેસ્ટોરન્ટ (Restaurant)થી શરૂ થાય છે જ્યાં ઊંઘની અછતથી પીડિત લોકો ભોજન લે છે જેથી તેઓ સારી ઊંઘ મેળવી શકે. ત્યારબાદ બસ મુસાફરી શરૂ કરે છે અને વચ્ચે કેટલીક સુંદર જગ્યાઓ પર વિરામ પણ લે છે. આ તે લોકો માટે વિરામ લેવામાં આવે છે જેને બસમાં પણ ઊંઘ નથી આવતી.
ઇલેક્ટ્રિક બસનો સેલ્ફ ક્યારે ? જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4