નવી દિલ્હી : ભારતીય અર્થતંત્ર કોરોના મહામારીમાંથી બહાર આવી રહ્યું છે. સરકાર પણ અર્થતંત્રને ટકાવી રાખવા અને ઝડપી ગતિ માટે અનેક આર્થિક જાહેરાતો કરી રહી છે. 13 વર્ષમાં સૌથી નીચા વ્યાજદરની સાથે અમુક રાજ્ય સરકારોએ ઘરની ખરીદી-વેચાણ સહિતના અનેક ટેક્સમાં માફી અને રાહત આપવાની જાહેરાત કરતા ભારતભરમાં ઘરનું વેચાણ(Housing Sales) બમ્પર વધ્યું છે.
Housing Sales Jump
જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન ઘરના વેચાણમાં 113%નો ઉછાળો આવ્યો છે. જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન દેશના ટોચના સાત શહેરોમાં 62,800 યુનિટનું વેચાણ થયું હતું. ગયા વર્ષે આ જ ત્રિમાસિક ગાળામાં આ શહેરોમાં માત્ર 29,520 એકમો(Housing Sales) વેચાયા હતા.
પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એનારોકના રિપોર્ટ દ્વારા આ ખુલાસો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 62,800 યુનિટના કુલ વેચાણમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR)નો સૌથી વધુ 33% ફાળો છે, ત્યારબાદ દિલ્હી-NCR 16% છે.
આ પણ વાંચો : આદિત્ય બિરલા AMC IPO આજે ખુલ્યો: Paras Defenceનું પણ Allotment થયું
New Launching Double
સૌથી મહત્વની અને ચોંકાવનારી વિગત એ છે કે સપ્ટેમ્બર ત્રિમાસિકગાળામાં નવા પ્રોજેક્ટ લોન્ચ પણ 98% વધ્યાં છે. આ આંકડો અંદાજે બમણો થઈને 64,560 યુનિટ થયા છે, જે ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં માત્ર 32,530 યુનિટ હતા.
લોન્ચિંગ બાબતે પણ મુંબઈ ટોચ પર છે. સૌથી વધુ 16,510 યુનિટ્સ મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR)માં લોન્ચ કરવામાં આવ્યા હતા. તેના પછી હૈદરાબાદ હતું, જ્યાં 14,690 એકમો લોન્ચ કરવામાં આવ્યા હતા.
મિડ સેગમેન્ટમાં શાનદાર માંગ
મિડ સેગમેન્ટ (40 લાખથી 80 લાખની રેન્જના ઘરો/ફ્લેટ્સ) અને પ્રીમિયમ ઘર (80 લાખથી 1.5 કરોડની કિંમતની શ્રેણીના ઘર/ફ્લેટ) કેટેગરીનો ફાળો નવા પ્રોજેક્ટ્સમાં અનુક્રમે 41 ટકા અને 25 ટકા હતો.
બીજી બાજુ ત્રિમાસિક ગાળામાં નવા પ્રોજેક્ટ લોન્ચમાં 24 ટકા હિસ્સો એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટ (40 લાખથી ઓછી કિંમતના એકમો) નો છે.
આ પણ વાંચો : ચીનથી વધુ એક સંકટ બહાર આવ્યું, દુનિયાભર માટે વધુ આફત નોતરશે ડ્રેગન?
ઘરના વેચાણમાં તેજી પાછળનું કારણ શું ?
એનારોક ગ્રુપના ચેરમેન અનુજ પુરીએ જણાવ્યું હતું કે જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન જોબ સિક્યોરિટી અને આઇટી અને નાણાંકીય ક્ષેત્રોમાં ભરતીમાં વધારો ઉપરાંત રેકોર્ડ નીચા સ્તરે હોમ લોન દરને કારણે ઘરોની માંગ વધી છે. આ સિવાય વર્ક ફ્રોમ કલ્ચર(WFH)ના વધતા જતા ચલણને કારણે પણ હાઉસિંગની એકંદર માંગ વધારવાનું કામ કર્યું છે.
તદુપરાંત કોરોનાની બીજી લહેર ઓસરતા અને કોરોના રસીકરણ ઝડપી બનતા સાઇટ વિઝિટની સાથે લોકોના મનમાંથી કોરોનાનો હાઉ દૂર થયો છે અને લોકો પૈસા છૂટા કરીને નીચા થાપણ દર, શેરમાર્કેટની અવિરત રેકોર્ડ રેલી અને સોનાની ફિક્કી પડતી ચમક બાદ મૂડી ખર્ચ તરફ વધતા પણ ઘર અને કોમર્શિયલ સ્પેસનું વેચાણ વધ્યું છે.
ભાવમાં સામાન્ય વધારો
કેલેન્ડર વર્ષના ત્રીજા ત્રિમાસિકગાળામાં રીપોર્ટમાં સમાવવામાં આવેલ સાત શહેરોમાં ઘરની કિંમતો 3 ટકા વધીને 5760 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ થઈ છે. Q3, 2020માં પ્રતિ ચોરસ ફૂટ ભાવ 5,600 રૂપિયા હતો.
આ પણ વાંચો : થિયેટર્સ ખૂલતાની સાથે જ આ બ્લોકબસ્ટર ફિલ્મોની લાગશે લાઈન
જુલાઈ-સપ્ટેમ્બર 2021માં દેશના ટોચના 7 શહેરોમાં વેચાયેલ મકાનોના આંકડા
શહેર |
જુલાઈ-સપ્ટેમ્બર 2021 | વેચાણમાં તેજી |
દિલ્હી-એનસીઆર | 10220 એકમો | 97% |
MMR | 20965 એકમો | 128% |
બેંગલુરુ | 8550 એકમો | 58% |
પુણે | 9705 એકમો | 100% |
હૈદરાબાદ | 6735 એકમો | 308% |
ચેન્નઈ | 3405 એકમો | 113% |
કોલકત્તા | 3220 એકમો | 101% |
આ પણ વાંચો : એશિયાની સૌથી લાંબી ઝોજીલા ટનલની જાણો ખાસિયત
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4