Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeટ્રાવેલસિંહ નગરી સાસણના કરો દર્શન, આવી રીતે કરો ટિકિટ બુક

સિંહ નગરી સાસણના કરો દર્શન, આવી રીતે કરો ટિકિટ બુક

Share Now

 ચોમાસાના ચાર માસનું વેકેશન પૂર્ણ થતા હવે આજથી સાસણનું સફારી પાર્ક ફરી ધમધમતું થયું છે. સાસણના ડીસીએફ (Deputy Conservator of Forests) દ્વારા લીલીઝંડી આપી પ્રવાસીઓને સિંહ દર્શન માટે રવાના કરવામાં આવ્યા હતાં. દર વર્ષની માફક ૧૬ જૂનથી ગીર સાસણ નું સફારી અભ્યારણ પાર્ક ચોમાસા દરમિયાન બંધ રાખવામાં આવે છે. જે ૧૬ ઓક્ટોબર થી ફરી પ્રવાસીઓ માટે ધમધમતું થાય છે જેનો આજે સાસણના ડીસીએફ મોહન રામે લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. દરરોજની 180 પરમીટ ઓનલાઈન કાઢવામાં આવે છે. 

gir safari booking

image credit- gir online permit booking system

 કેવી રીતે કરાવશો ઓનલાઈન બુકિંગ?

તમે પણ જો સાસણ ગીર સફારી પાર્કમાં ફરવા જવાનું વિચારતા હોય તો પહેલા એ જાણી લો કેવી રીતે તેના માટે રેજીસ્ટ્રેશન કરાવું. સૌથી પહેલા ગીરમાં ફરવા જવા માટે એક સ્પેશ્યીલ તેની વેબસાઈટ બનવામાં આવી છે. જેનું નામ ગીર ઓનલાઈન પરમીટ બુકિંગ સીસ્ટમ (Gir online permit booking system) છે. તમે જો અત્યારે જ બુકિંગ કરવા માંગતા હોય તો નીચે એક લીંક આપવામાં આવી છે, તેના પર ક્લિક કરીને તમે ડાયરેક્ટ પણ બુકિંગ કરી શકો છો.

Gir online permit booking system

આ વેબસાઈટ પર તમને પાંચ અલગ અલગ ઓપ્શન આપવામાં આવશે. ગીર જંગલ સફારી, દેવળીયા પાર્ક જીપ્સી સફારી, દેવળીયા પાર્ક બસ સફારી, ગીરનાર નેચર સફારી અને આંબરડી સફારી પાર્ક. તેમાં સૌથી પહેલા જો તમે ગીર જવા ઈચ્છાતા હોઉં તો ગીર જંગલ સફારી પાર્ક ઓપ્શન પર ક્લિક કરો.

gir safari booking

image credit- gir online permit booking system

એના પર ક્લિક કરતા એક નવું પેજ ખુલશે, જેમાં તમારે જે દિવસે ફરવા જવાનું હોય તેની તારીખ સિલેક્ટ કરવાની અને ત્યાર બાદ ટાઇમ સિલેક્ટ કરવાનો રહેશે. મોટા ભાગે ત્રણ ટાઇમ સીડ્યુલ હોય છે. જેમાં એક સવારે 6:45 am to 9:45 am અને 8:30 am to 11:30 am હોય છે અને બપોરે 3:00 pm to 6:00 pm હોય છે. ત્યારબાદ સભ્યોની સંખ્યા અને સાથે કેટલા બાળકો છે તેની સંખ્યા સિલેક્ટ કરવાની હોય છે. આટલી માહિતી ભર્યા પછી બુક કરવા માટે એક બટન દેખાશે, તેના પર ક્લિક કરતા જ એક નવું પેજ ખુલી જાય છે.

આ પણ વાંચો: સિંહોનું વેકેશન થયું પૂર્ણ, આજથી પ્રવાસીઓ માણી શકશે સાસણની આહ્લાદકતા!

gir safari booking

image credit- gir online permit booking system

આ પેજમાં તમારે તમારું નામ, અટક, સરનામું, મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ લખવાનું રહેશે. મોબાઈલ નંબર ઉમેરતા જ ૩૦ મીનીટની અંદર એક OTP જનરેટ થશે. જે તમાર ફોનમાં મેસેજ રૂપે આવશે. જે OTP CODE નાખ્યા બાદ જેટલા સભ્યો ફરવા આવવાના છે એ બધાની માહિતી ભરવાની રહેશે. દરેક મેમ્બરનું આખું નામ, જાતી, ઉંમર, રાષ્ટ્રીયતા અને કોઈપણ આઈ ડી પ્રૂફ આપવાનું રહે છે. જેમાં તમે આધાર કાર્ડ નંબર, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા ઈલેક્શન કાર્ડ નંબર અને તેનો ફોટો એડ કરવાનો રહેશે. અને છેલ્લે તેની ફી ભરવાની હોય છે. જે લગભગ 800- 1000 વચ્ચે હોય છે.

જુઓ આ વિડીયો: Family Holiday Destinations

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment