Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeલાઇફ સ્ટાઇલલગ્નજીવન કઈ રીતે સુખમય બનાવવું?

લગ્નજીવન કઈ રીતે સુખમય બનાવવું?

marriage
Share Now
વૈવાહિક (marriage)જીવનની સફળતા માટે એ જરૂરી છે કે, પતિ-પત્ની વચ્ચે હંમેશાં પ્રેમ જળવાયેલો રહે. જો દાંપત્યજીવન સારું નહીં હોય તો પારિવારિક જીવન પણ મુશ્કેલીઓ અને કષ્ટોનું કેન્દ્ર બની જાય છે. જેનાં ખરાબ ફળ પરિવારના સદસ્યોએ પણ ભોગવવાં પડે છે. ગૃહસ્થ જીવનના જેટલાં પણ સુખ છે તે દાંપત્યજીવનની સફળતા પર નિર્ભર હોય છે. દાંપત્યજીવન સુખમય ન હોય તો ધન-સંપત્તિ, વૈભવ, પ્રતિષ્ઠાનો કોઈ અર્થ રહેતો નથી જ્યારે દાંપત્યજીવન સુખમય હોય તો જીવન બળ, ઉત્સાહ અને સાહસયુક્ત બની રહે છે. પતિ-પત્ની વચ્ચે વાદ-વિવાદ, મતભેદ, ઝઘડા, કલેશ થવા પાછળ ઘણાં જ્યોતિષીય કારણો હોઈ શકે છે. પતિ-પત્નીની કુંડળીના ગ્રહો કે ગ્રહયોગોને કારણે પણ તેમની વચ્ચેના સંબંધોમાં કડવાશ પેદા થઈ શકે છે. દાંપત્ય જીવનમાં મતભેદ ભલે થાય, પણ ક્યારેય મનભેદ ન થવા જોઈએ.

marriage બાદ દંપતીની જવાબદારી શું હોય ?

હંમેશાં સાથે રહેવાની આશા અને વચનબદ્ધતા લગ્ન સાથે જોડાયેલી હોય છે, જે માત્ર લગ્ન વગર સાથે રહી શારીરિક સુખ માણવામાં કે માત્ર ઘર વસાવવામાં હોતી નથી. લગ્ન વગર સાથે રહેવામાં કોઈપણ જાતની વચન બદ્ધતા કે બંધન હોતા નથી. જ્યારે લગ્ન (marriage)વાળું જીવન પરસ્પરની સમજવાળુ જીવન છે. નહીં કે છળકપટવાળું તેમાં દંપતીની માનસિક પરિપકવતાને જવાબદારી મહદ્અંશે હોય છે. લગ્નજીવનમાં જોડીદારે જીવનની વાસ્તવિકતાનો સૂજબૂજ પૂર્વક સામનો કરવાનો હોય છે. જે કદાચ રિલેશનશિપમાં રહેવાથી થતો નથી. રિલેશનશિપમાં શારીરિક સંતોષ થાય, પરંતુ સ્થાયી લગ્નજીવન દંપતીને સલામતી આપે છે. તેઓને જીવનમાં આવતી ચડતી-પડતીમાં વધુ મજબૂત બનાવે છે. જીવનમાં આવતી સમસ્યાઓનો સ્વીકાર કરવો એ જ ક્ષતિરહિત લગ્નજીવનની ચાવી છે. કોઈનું પણ લગ્ન જીવન કે રિલેશનશિપ જીવનપર્યત તકલીફ વગરનું રહેવાનું નથી. ભવિષ્યમાં કદાચ વધારે તકલીફો પણ આવે, આવા કપરા સમયમાં બંને જણે પોતાના સંબંધોમાં પૂરતી સમજણ કેળવવી જોઈએ અને એકબીજાના વખાણ કરી જીવન સુખમય બનાવવું જોઈએ.
જીવનની ભાગદોડમાં આજે આપણા એટલા વ્યસ્ત થઈ ગયા છે કે, પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફને ભેગી કરી કાઢી છે. પતિ પત્નીએ કામ કરવાની સાથે એકબીજાને ટાઈમ આપવો પણ તેટલો જ જરૂરી છે. લગ્ન જીવનમાં મધુરતા લાવવા માટે જો તમે ટાઈમ કાઢશો એકબીજા માટે તોજ તમારુ જીવન ખુશખુશાલ રહેશે. માટે આજે અમે તમને જણાવા જઈ રહ્યા છે કે, તમારું લગ્ન જીવન આનંદ ભર્યું રહે તે માટે તમારે શું કરવું જોઈએ.

શું કરવાથી લગ્નજીવન સુખમય રહેશે

ભરોસો એક એવી વસ્તું છે કે તે સંબંધ હંમેશા માટે ટકાવી રાખે છે. જીવનના અંતિમ ક્ષણ સુધી ભરોસો ક્યારેય તૂટે નહી તે વાતનું ધ્યાન રાખવું પડે છે. ક્યારેય પણ ખોટું બોલીને તમારા પાર્ટનરનો ભરોસો તોડવાનો પ્રયાસ ન કરવો જોઈએ. પાર્ટનરને જ્યારે ખોટું બોલો ત્યારે તેને ખબર પડી જ જતી હોય છે. જો કોઈ વાત પાર્ટનરને કહેવા નથી માગતા તો તેના વીશે સીધી તેને ના પાડી દેવી, તે વધારે સારુ રહેશે, પરંતુ ક્યારેય પણ ખોટું બોલીને તેનો ભરોસો ના તોડવો. કોઈ પણ વ્યક્તિ 100 ટકા સારો નથી હોતો. તેનામાં કોઈકને કોઈક ખામી તો હોય છે. પરંતુ તેની તે ખામીને તેની ભૂલ સમજીને માફ કરવાની ભાવના રાખજો જેથી લગ્નજીવન હંમેશા સારુ રહેશે. મનમાં ગાંઠ બાંધીને ઝઘડો કરશો તો તે વાતનો ઉકેલ નહી આવે પરંતુ વાત વધી જશે. જેથી બને ત્યાં સુધી એકબીજાની ભૂલોને માફ કરવાનું રાખશો તો લગ્નજીવન સુખમય રહેશે.

આ પણ વાંચો: લગ્ન પહેલા કરો આ કામ, નહીંતર પાછળથી થશે પસ્તાવો

marriage બાદ આવુ કરશો તો પાત્ર નારાજ થવાના ચાન્સ

ભૂલથી પણ પ્રિયપાત્રને સુધારવાનો રસ્તો ન પકડશો કેમ કે જો તેમ કરવા જશો તો તેના અવગુણો પ્રત્યે વધારે વિચારતાં તેમાંથી ધિક્કારની લાગણી પ્રગટશે. અવગણના કરી શાંતિથી, બુદ્ધિથી વિચારી થોડો સંયમ કેળવવો અને અવગુણોને માફ કરતાં શીખવું. તેમાંથી તમે જે આનંદ મેળવશો તે ધિક્કારથી તો બેશક વધારે સારું છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment