Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / October 18.
Homeલાઇફ સ્ટાઇલમાત્ર અડધી કલાકમાં બનાવો વાળને સ્મૂથ એન્ડ શાઈની!

માત્ર અડધી કલાકમાં બનાવો વાળને સ્મૂથ એન્ડ શાઈની!

how to make easy hair mask for smooth hair
Share Now

આજકાલ દરેક ઈચ્છે છે કે પોતાના વાળ એકદમ હેલ્ધી રહે અને આ માટે લોકો ઘણું ધ્યાન પણ રાખતા હોય છે. ખાસ કરીને જો મહિલાઓની વાત કરવામાં આવે તો તે મોંઘી મોંઘી કોસ્મેટીક ખરીદી છે. વાળની સ્પેશીયલ ટ્રીટમેન્ટ પણ કરાવતી હોય છે. પણ તેમ છતાં ઘણીવાર વાળને હેલ્ધી નથી રાખી શકાતા. એવામાં જરૂરી છે કે તમે તમારા વાળને સૌથી પહેલા ઘરેલું અને આયુર્વેદિક રીતે ટ્રીટ કરો. નેચરલ વસ્તુઓથી માથાના સ્કાલ્પની સફાઈ અને ન્યુટ્રીશન આપતા રહો. તે માટે એ જાણવું પણ જરૂરી છે કે વાળ ખરાબ કઈ રીતે થાય છે. વાળનું ખરાબ થવાનું એક સૌથી મોટું કારણ છે હિટીંગ ટુલ્સનો અને કેમિકલયુક્ત પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો થઇ શકે છે.

કેટલીક ઘરેલું વસ્તુઓ દ્વારા જ તમે માથાના સ્કાલ્પની પીએચ લેવલને મૈનટેઈન રાખી શકો છો. તો ચાલો જાણીએ આ ઘરેલું ઉપાય…

એલોવેરા માસ્ક

સૌથી પહેલા વાત કરીશું એલોવેરા માસ્કની. એલોવેરા માથાના સ્કાલ્પની સાથે વાળ માટે પણ એટલું જ સારું છે. વર્ષોથી એલોવેરાનો ઉપયોગ ઘણી બધી સમસ્યાઓ દુર કરવા માટે થાય છે. એલોવેરા એ વાળને મજબુત બનવાની સાથે તેની લંબાઈ વધરવામાં પણ મદદ કરે છે. જો તમને સ્કાલ્પ પર બહુ ખંજવાળ આવતી હોય તેમાં પણ એલોવેરા રાહત આપે છે. એલોવેરામાં રહેલા તત્વો, સ્કાલ્પના ડેમેજ સેલ્સને પણ રીપેર કરે છે. મુલાયમ અને હેલ્ધી વાળ માટે એલોવેરા જેલ પણ ખુબ અસરકારક રહે છે. એલોવેરા હેર માસ્ક (aloe Vera hair mask) બનવવા માટે એલોવેરાના છોડ પરથી એક પાંદ કાપીને તેમાંથી અંદરના ભાગમાં રહેલ જેલ એક વાટકામાં કાઢી લો. ત્યાર બાદ આ જેલને બ્લેન્ડર દ્વારા બ્લેન્ડ કરી લો. ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરી સારી રીતે મિક્ષ કરી લો. ત્યારબાદ બ્રશની મદદથી આ જેલને વાળમાં અને માથાના સ્કાલ્પમાં લગાવો. અડધી કલાક તેને માથામાં રાખ્યા પછી તેને ઠંડા પાણીથી ધોઈ નાખો.

નારીયેળ તેલ

નારિયેળનું તેલ એ વાળને ચમકદાર અને સોફ્ટ બનવવામાં મદદ કરે છે. નારિયેળ તેલમાં રહેલ વિટામીન અન ફેટી એસીડ આપણા વાળ માટે ખુબ સારા હોય છે. તેને વધારે અસરકારક બનાવવા માટે એક બાઉલમાં નારિયેળ તેલ કાઢીને તેને અમુક સેકેન્ડ્સ સુધી ગરમ કરવાનું અને તેના પછી ૧૫ મિનીટ સુધી તેનાથી માથાના સ્કાલ્પ પર મસાજ કરો. ત્યારબાદ 20થી 25 મિનીટ સુધી તેને શાવર કેપથી ઢાંકીને રાખો અને ત્યાર પછી શેમ્પુથી વાળ ધોઈ નાખો.

જુઓ આ વિડીયો: ऑयली त्वचा से पाना है छुटकारा, तो अपनाएं टमाटर से बना ग्रीन टी फेस स्क्रब

દહીં અને કેળાથી બનેલ હેર માસ્ક (hair mask from banana and curd)

દહીં અને કેળાને અલગ ફેસમાસ્ક અને હેર માસ્ક માટે તમે યુઝ કરી શકો છો. દહીંમાં રહેલ લેક્ટિક એસીડ વાળોને હાઈડ્રેત કરે છે. આ સિવાય દહીં વાળના રોમ ડેવલોપમેન્ટ માટે પણ વપરાય છે. આ માસ્કને બનવવા માટે એક બાઉલમાં બે મોટી ચમચી દહીં અને મેશ કરેલું કેળું બનેને મિક્ષ કરો. આ માસ્કને તમારા સ્કાલ્પ પર લગાવો. હેર માસ્ક લગાવ્યા પછી તેને 20થી ૩૦ મિનીટ સુધી શાવર કેપથી ઢાંકી દો. ત્યારબાદ ઠંડા પાણી વાળને ધોઈ નાખો.

આ પણ વાંચો: આ વળી ગોલા કાટા શું છે? વેસ્ટ પથ્થર અને પેપરમાંથી બનાવો આ વસ્તુ…

 

No comments

leave a comment