Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeહેલ્થકોવિડથી સૌથી વધુ નુકશાન થતાં તમારા ફેફસા કઇ રીતે કરે છે કાર્ય

કોવિડથી સૌથી વધુ નુકશાન થતાં તમારા ફેફસા કઇ રીતે કરે છે કાર્ય

Share Now

કોરોના વાયરસ(Corona Virus)ના કેસ સતત દેશમાં વધી રહ્યાં છે, આ કઠિન સમયમાં દેશ બધુ સારુ થવાની આશા કરી રહ્યો છે, આ બીમારીના પહેલાં ફેસમાં એટલા પ્રમાણમાં અને ઝડપથી આ વાયરસ ફેલાઇ રહ્યો હતો, મહામારીના આ સમયમાં પહેલો ફેસ હોય કે બીજો એક વસ્તુ કોમન છે જે છે આપણું ફેફસા, હા કોવિડથી સૌથી વધુ નુકશાન થયુ હોય તો તે છે આપણા ફેફસાને, લોકો કોવિડના કારણે મૃત્યુ પામે છે પણ સૌથી વધુ એની અસર માનવીના શરીરના મહત્વના અંગ ફેફસાને થાય છે, ફેફસા અને તેને સંબંધિત બીમારીઓના કારણે આજે ભારતમાં કોરોનાના 1 કરોડથી પણ વધુ કેસ છે, ભયાનક કોવિડ માનવીના ફેફસા (lungs) પર અસર કરે છે, અને તેનો જીવ લઇ લે છે.

ભારતમાં મોટા પ્રમાણમાં લોકો નાના શહેરોના કે ગામડાઓમાં યુવાનો હોય કે યુવતીઓ તે તમાકુ કે બીજા પ્રકારના વ્યસનો કરતા હોય છે તે સમયમાં પણ જાગૃતિ ફેલાવીને આટલી જાહેરાતો કરીને પણ એ લોકોનું પ્રમાણ ઘટ્યુ નહી, ના આ પ્રકારના લોકોએ પોતાના ફેફસાનું મહત્વ સમજ્યુ. હાલ આપણે એવા સમયમાં આવી ગયા છીએ, કે કુદરતે જ જાતે માનવીને તેના અંગોનું મહત્વ સમજાવી દીધુ છે.

body

Photograph: Getty

સૌથી વધુ ઘાતક કોરોના આપણા ફેફસા માટે જ છે, તો આજે એ સમય આવી ગયો છે કે આપણે આપણા ફેફસા કઇ રીતે કામ કરે છે તે જાણીએ, ફેફસા આપણા શ્વસનતંત્રનો સૌથી મહત્વનો ભાગ હોય છે, તમને નવાઇ લાગશે કે, એક જ વ્યક્તિના બંને ફેફસા એકસમાન નથી હોતા. શરીરમાં બે ફેફસાં હોય છે, જેમાંથી એક છાતીના પોલાણની ડાબી બાજુ પર અને બીજી જમણી બાજુ પર સ્થિત થયેલ હોય છે. જમણા ફેફસાને ત્રણ વિભાગો અથવા લોબમાં વિભાજીત કરવામાં આવે છે. ડાબા ફેફસામાં બે ભાગમાં હોય છે, ડાબા ફેફસા થોડુ ઓછુ પહોળુ હોય છે કારણ કે, તેને દિલ માટે થોડી જગ્યા છોડવાની હોય છે.

lungs

ફેફસાંનું સૌથુ મહત્વનું કાર્ય પર્યાવરણમાંથી ઓક્સિજન લઇને અને તેને લોહીના પ્રવાહમાં સ્થાનાતરિત કરવાનું છે.

દરેક ફેફસાં એક બે સ્તરવાળી કલા વીંટળાયેલો હોય છે જે ફેફસાને છાતીના પોલાણમાં જોડે છે. ફલુરાના પટલ સ્તરો પ્રવાહીથી ભરપૂર જગ્યા દ્વારા અલગ પડે છે. ન્યુયોર્ક યુનિવર્સિટીના કહ્યાં પ્રમાણે સામાન્ય અવસ્થામાં પુરુષોના ફેફસામાં 750 ક્યુબિક સેંટિમિટર હવા ભરાઇ શકે છે, જ્યારે મહિલાઓના ફેફસામાં 285 થી 393 સીસી હવા(Air) ભરાઇ શકે છે, એક વ્યક્તિ 1 મીનિટમાં અંદાજીત 15 થી 20 વાર શ્વાસ(Breathe) લેતો હોય છે. જે મુજબ તે 20 વાર શ્વાસ લે છે.

ફેફસાંના પાર્ટને પરલિકા અથવા (Lobe) કહે છે, જમણી બાજુ 3 અને ડાબી બાજુ 2 પરલિકા હોય છે, આ પરલિકા સ્પંજ જેવા ઉતકોથી બનેલા હોય છે. જો એમાં પણ (Pleura)  ની પડ સાથે ગેરાયેલા હોય છે, જે ફેફસાને હદયની દિવાલથી અલગ કરે છે,.

Alveoli

આપણા શ્વાસ અંદર જતાં ફેફસાં ફુલે છે,  ગળાથી ટ્રેકિયા(Trachea)નામની નળીથી બે બ્રોકિયલ ટ્યુબથી ફેફસાંમાં જવાનું કામ કરે છે, આ ટ્યુબ નાની નાની શાખાઓમાં વહેંચાય છે. જેને બ્રોકિયલ કહે છે, જેમાં હવાની થેલી હોય છે, જેને એલવિયોલી કહે છે. જે રીતે ઓક્સિઝન આપણા બ્લડમાં જાય છે તેજ રસ્તેથી કાર્બન ડાયોક્સાઇડ પણ આપણા બ્લડમાંથી જ એલોવેલી (Alveoli) માં આવે છે, આપણા ફેફસામાં ખરાબ ખાનપાન, ખરાબ આદતો, વ્યસન અને વાયરસના કારણે ઘણી બીમારીયો પણ થાય છે, અસ્થમા જેવી બીમારીથી ફેફસામાં જલન થતી રહે છે, જેથી તેમાં હવા જવા માટેનો રસ્તો સાંકળો થઇ જાય છે, આ સિવાય શ્વાસની લાંબી બીમારીઓ પણ નિમોનિયા, એમ્ફાઇસેમાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: કોરોના કાળમાં સ્વસ્થ ફેફસાં માટે અપનાવો આ આહાર

No comments

leave a comment