Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeએન્ટરટેઈન્મેન્ટવિરાટ કોહલી કેવી રીતે કમાય છે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટના 5 કરોડ? જાણો કોણ છે ટોપ પર.

વિરાટ કોહલી કેવી રીતે કમાય છે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટના 5 કરોડ? જાણો કોણ છે ટોપ પર.

virat kohli, Indian captain
Share Now

ઇન્સ્ટાગ્રામ પર સેલિબ્રિટીઓને એક પોસ્ટ પર કારોડો રૂપિયા મળતા હોય છે. જેમાં ભરતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો પણ સમાવેશ થાય છે. વિરાટ તેમની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર 5 કરોડ રૂપિયા સુધી કમાય છે. સાથે સાથે વિરાટ ઘણી બધી બ્રાન્ડ સાથે જોડાયેલા છે. વિરાટ કોહલી ઉપરાંત હોલીવૂડ અને બોલીવુડ ઍક્ટ્રેસ પ્રિયંકા ચોપરા પણ શામેલ છે. પ્રિયંકા ચોપરાને એક પોસ્ટ પર 3 કરોડ રૂપિયા મળે છે. પ્રિયંકા ચોપરા ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધારે કમાણી કરનારની લિસ્ટમાં 27માં સ્થાન પર છે જ્યારે વિરાટ કોહલી 19માં સ્થાન પર.   

કેવીરીતે કમાય છે પૈસા ? 

વિરાટ કોહલી કે પ્રિયંકા ચોપરા પોતાની અંગત પોસ્ટ પર પૈસા નથી કમાતા. વિરાટ કોહલીની વાત કરીએ તો ભારતમાં એકજ સેલિબ્રિટી છે જેના ફોલોવર 130 મિલિયનથી પણ વધારે છે. વિરાટ કોહલીએ ક્રિકેટ જગતમાં તો પોતાનું નામ બનાવ્યું જ છે. પણ ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયનના આંકડાને પર કરીને સૌથી વધારે ફોલોવેર વાળ સેલેબ્રિટી બનિગયા છે. આ સાથે જ વિરાટ કોઈ પણ મોટી કંપનીની પહેલી પસંદ હોય છે. વિરાટ કોહલીના ઘણા બધા ચાહકો છે. 

સાથે સાથે વિરાટ ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન કરતાં વધારે ફોલોવર હોવાથી વિરાટ ઘણી બધી બ્રાન્ડ્સ સાથે જોડાયેલા છે. જ્યારે તે કોઈ બ્રાન્ડની પોસ્ટ પોતાના ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરે ત્યારે તેમને કંપની તરફ થી એક પોસ્ટ પર 5 કરોડ રૂપિયા મળે છે. મોટા ભાગે કંપની સાથે જોડાય ત્યારેજ નક્કી કરવામાં આવે છે કે કેટલી પોસ્ટ કરવી અને ક્યારે કરવી. આવીજ રીતે કોઈ પણ સેલિબ્રિટી કે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએંસર પૈસા કમાય છે. 

કોણ છે સૌથી વધારે કમાણી કરનાર top 3 સેલિબ્રિટી 

top 3 highest paid celebrities

pc- the new Indian express

1. Cristiano Ronaldo

રોનાલ્ડો એક પોર્ટુગલ ફૂટબૉલ સ્ટાર છે. અને દુનિયાના મહાન ફૂટબૉલ ખેલાડીઓની લિસ્ટમાં ટોપ ઉપર છે. જેના ક્લબ અને કન્ટ્રી તરફ થી 780 ગોલ છે. રોનાલ્ડો તેના ફૂટબૉલ માટે તો જાણીતો છે જ સાથે સાથે વૈભવી જીવનને લઈને પણ ઘણો ચર્ચામાં રહે છે. રોનાલ્ડોના ઇન્સ્ટાગ્રામ પર 300 મિલિયન કરતાં પણ વધારે ફોલોવર છે. અને તેને એક પોસ્ટ  માટે 1.6 મિલિયન ડોલર મળે છે. 

2. Dwayne Johnson

ધ રોકના નામે જાણીતા Dwayne Johnson એક એક્ટર છે અને રેસલર પણ છે. હોલીવૂડ એક્શન મૂવીમાં કામ કરી ચૂકેલા Dwayne Johnson ભારતમાં પણ ઘણા ચાહકો છે. Dwayne Johnson તેમના એક્શનના અંદાજ થી વિશ્વ ભરમાં પ્રસિદ્ધ છે. ધ રોકના નામે તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉંટ પર 250 મિલિયન થી પણ વધારે ફોલોવર છે. ધ રોક ને એક પોસ્ટ પર 1.25 મિલિયન ડોલર મળે છે. 

3.  Ariana Grande

 Ariana Grande એક અમેરિકન એક્ટ્રેસ અને સિંગર છે. જેને 2 ગ્રેમી એવાર્ડ, 1 બ્રાઇટ એવાર્ડ, 9 MTV વિડીયો એવાર્ડ, 3 અમરીકન મ્યુજિક એવાર્ડ અને 22 ગિન્નિસ વર્લ્ડ રેકોર્ડ છે. સાથે-સાથે ઘણી બધી ટીવી સિરીજમાં પણ કામ કરેલું છે.  Ariana Grande ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ માટે 1.51 મિલિયન ડોલર કમાય છે. જેના ફોલોવર ઇન્સ્ટાગ્રામ પર 250 થી પણ વધારે છે. 

આ પણ વાંચો:કાર લેવાનું વિચારો છો ? તો જાણો કઈ રહેશે તમારા માટે યોગ્ય.

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android:http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment