Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / July 2.
Homeન્યૂઝ‘મા આખિર મા હોતી હૈ’ : ત્યજી દીધેલી અનાથ બાળકીને મળ્યા અમેરિકાના માતા-પિતા

‘મા આખિર મા હોતી હૈ’ : ત્યજી દીધેલી અનાથ બાળકીને મળ્યા અમેરિકાના માતા-પિતા

US Family
Share Now

કહેવાય છે કે વ્યક્તિ જન્મ ભલે કોઈ પણ કુટુંબમાં લે પરંતુ તેનું નસીબ તેને પળવારમાં રંકમાંથી રાજા અને અમીરમાંથી ગરીબ બનાવી દે છે. નિરાધાર (Orphan Girl) બાળકોના માતાપિતા બનીને કામ કરી રહેલી જામનગરની સંસ્થા ખુબ નેક કાર્ય કરી રહી છે, ત્યારે જ્યારે મા બાપ પોતાના સગા બાળકને રસ્તા પર (Orphan Girl ) તરછોડી દે છે, ત્યારે સવાલ પણ થાય કે એ મા નું કાળજુ કેમ ચાલ્યુ હશે?  

પણ છતાં જે મા એ જન્મ જ નથી આપ્યો એ બીજાના બાળકને પોતાનું માનીને ઉછેર કરે તો નવાઇ લાગે, પણ મા તો મા હોય છે. કોને ખબર હતી કે ત્યજી દેવાયેલી જામનગર (Jamnagar) ની ચાર વર્ષની રંજના એક દિવસ અમેરિકા જઇને વસવાટ કરશે અને તે અમેરિકાની એલીરૂથ બની જશે.

મા તો મા કહેવાય

જામનગરમાં સ્ત્રી વિકાસ ગૃહમાં રહેતી રંજના નામની બાળકીને અમેરિકામાં રહેતા એક દંપતિએ દત્તક લીધી છે. તેઓ સાત સમુંદર પાર કરીને પોતાની એલીરૂથને લેવા માટે જામનગર આવ્યા છે. દત્તક લેવાની કાર્યવાહી ખુબ જ જટીલ અને લાંબી હોય હતી, પણ અમેરિકાના આ દંપતિએ દઢ નિશ્ચય કરી ખુબ જ મહેનત કરી જામનગરની રંજનાને દતક લીધી. સાસંદ પૂનમબેન માડમના હસ્તેથી રંજનાને તેમના નવા માતાપિતાને દતક સોંપવામાં આવી હતી.  આ સમયે સંસદ પૂનમબેન માડમ ભાવુક થયા હતા. અમેરિકન માતાપિતાએ રનાનું નામ એલીરૂથ રાખ્યું છે અને તેઓ ખુબ જ ઉત્સુક પણ હતા.

  • સ્ત્રી વિકાસ ગૃહમાં કુલ 287 જેટલા બાળક-બાળકીને દત્તક આપેલા છે
  • આજથી પાંચ વર્ષ પહેલા વર્ષ 2016માં રન્નાને સંસ્થામાં લાવવામા આવી હતી
  • છેલ્લા 65 વર્ષથી નિરાધાર બાળકોના માતાપિતા બની આ સંસ્થા  કામ કરે છે.
  • અમેરિકાનો આ પરિવાર ભારતીય સંસ્કૃતિથી ખુબ જ પ્રભાવિત 

જે દેશ-વિદેશમાં વાલીઓએ બાળકોને દત્તક લઈને તેમના પરીવારના સભ્યનું સ્થાન આપ્યુ છે.જામનગરની કસ્તુરબા વિકાસ ગૃહ સંચાલિત સંસ્થામાં છેલ્લા 65 વર્ષથી નિરાધાર બાળકોના માતાપિતા બની આ સંસ્થામાં કામ કરે છે.

રંજનાને દત્તક લેવા આવેલા અમેરિકન માતા-પિતા અમેરિકામાં બિઝનેસ કરે છે અને ખુબ જ સુખી સંપન્ન છે. જ્યારથી તેઓ જામનગર આવ્યા છે ત્યારથી આ સંસ્થાની બહેનો તેની સાથે રહી તેમના વિશે જાણવાનો પ્રયાસ કર્યો જેમાં જાણવા મળ્યું કે, જસ્ટીન અને ટોરી ખુબ જ પ્રેમાણ સ્વભાવના અને ખુશમિજાજ છે. 

આજથી પાંચ વર્ષ પહેલા વર્ષ 2016માં રન્નાને સંસ્થામાં લાવવામા આવી હતી. ત્યારથી જ તેનો અહીં ઉછેર કરવામા આવી રહ્યો હતો. અમેરિકન દંપતી દસ્તીન અને ટોની કલપેપરે બાળક દત્તક લેવા માટે કાર્યવાહી કરી રન્ના તેમને દત્તક આપવામા આવી હતી. સંસ્થામાં આજે યોજાયેલા એક કાર્યક્રમમાં રન્નાનો કબજો અમેરિકન દંપતીને સોંપવામા આવ્યો હતો. જ્યારે અમેરિકન દંપતીને બાળકીની સોંપણી કરવામા આવી હતી ત્યારે જામનગરના સાંસદ પૂનમબેન માડમ ભાવુક થયા હતા.

જુઓ વીડિયો

હાલ નવરાત્રી ચાલી રહી છે, ત્યારે સરસ મજાના ચણીયાચોળી પહેરેલ આ નાની ફૂલ જેવી દીકરીને દંપતીએ દત્તક લીધી ત્યારે આ  દત્તકવિધિ  સમારોહમાં ભારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા, આ તકે ઉપસ્થિત રહેલ જામનગર સાંસદ પૂનમબેન માડમ પણ થોડીવાર માટે ભાવુક થઇ ગયા હતા, અને તેવોએ આ દીકરી સાથેની પાંચ વર્ષ પહેલાની તેવો વિકાસગૃહમાં કોઈ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલ અને આ બાળકીને જોઈ હતી તે યાદો વાગોળી અને ખાસ તેના માટે હાજર રહી અને દત્તક લેનાર પરિવારને મળ્યા હતા અને મીડિયા સાથે વાતચીત કરી હતી અને દીકરીનો સારો ઉછેર યુએસએમાં આ દંપતી થકી થશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. 

તેમના ત્રણ સંતાનો છે તથા એલિરૂથ તેમનું ચોથું સંતાન હશે.  ભારતીય સંસ્કૃતિથી ખુબ જ પ્રભાવિત હતા અને તેઓ ભારતમાંથી જ દીકરી દતક લેવા માગતા હતા. જસ્ટીએ જણાવ્યું કે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી દતક લેવાની કાર્યવાહી કરી રહ્યાં હતા. અમે એલિરૂથને દોઢ વર્ષ પહેલા મળ્યા હતા, જો કે કોરોનાને કારણે રૂબરૂ મુલાકાત થઇ શકી ન હતી. જામનગરની રંજના એટલે કે એલિરૂથને જ કેમ પસંદ કરી તેના પ્રશ્નના જવાબમાં જસ્ટીને જણાવ્યું કે તે ખુબ જ ખુશ મિજાજની છે, તે ખુબ જ રમતિયાળ સ્વભાવની છે. અમે તેના વીડિયો જોયા જેમાં તે દરેક સમયે હસ્તા ચહેરામાં જ નજર આવતી હતી. અમે જ્યારે પહેલીવાર એલિરૂથને જોઇ ત્યારથી અમારી વચ્ચે એક ક્નેક્શન બની ગયું હતું.

 

આ પણ વાંચો: ગાંધીનગરમાં તરછોડાયેલી હાલતમાં મળી આવ્યું બાળક

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment