Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝUttarakhand: ભારે વરસાદના પગલે ચારધામ યાત્રા બંધ, સેંકડો ગુજરાતીઓ અટવાયા

Uttarakhand: ભારે વરસાદના પગલે ચારધામ યાત્રા બંધ, સેંકડો ગુજરાતીઓ અટવાયા

Uttarakhand
Share Now

ઉત્તરાખંડ (Uttarakhand)માં ભારે વરસાદને પગલે ચારધામની યાત્રાએ નીકળેલા સેંકડો ગુજરાતી પ્રવાસીઓ (Tourists)અટવાઈ ગયા છે. ઉત્તરાખંડ સરકારે રેડ એલર્ટ (Red alert)જાહેર કરતાં હાલમાં તમામ પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડાયા છે. જણાવી દઇએ કે, ઉત્તરાખંડમાં ત્રણ દિવસ ભારે વરસાદ (Heavy Rain)ની આગાહીના પગલે ચારધામ યાત્રા અટકાવી દેવાઈ છે.

ઉત્તરાખંડ (Uttarakhand)માં ભારે વરસાદથી યાત્રા બંધ

મળતી માહિતી મુજબ ગંગોત્રીમાં ભારે વરસાદને પગલે હજારોની સંખ્યામાં વાહનો (Vehicle)ના  થપ્પા લાગી ગયા છે અને તમામ ગાડીઓને અટકાવી દેવામાં આવી છે. હાલમાં તો ભારે વરસાદના પગલે યાત્રીઓ જે જગ્યા પર છે ત્યાં જ અટકાવી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: રાજ્યમાંથી મેઘરાજાની સત્તાવાર રીતે વિદાય! સૌરાષ્ટ્રમાં રેકોર્ડ વરસાદ નોંધાયો

હાલમાં તો ભારે વરસાદના પગલે ચારધામ યાત્રાને સંપુર્ણ પણે અટકાવી દેવામાં આવી છે અને દર્શને (Darshan)પહોંચેલા યાત્રાળુઓને વચ્ચેથી જ પાછા પરત મોકલવામાં આવી રહ્યાં છે. ભારે વરસાદ (Heavy rain)અને એલર્ટ (Alert)ના પગલે હાલમાં તંત્રએ ચારધામ યાત્રાએ પહોંચેલા યાત્રાળુઓને આગળ ન વધવાની ચેતવણી આપવામાં આવી છે. આ તમામ પરિસ્થિતિના પગલે તંત્ર સહિત મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ સતત ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમના સંપર્કમાં છે.

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment