Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝના ભારત, ના અમેરિકા, અહીંયા જોવા મળે છે દુનિયાની સૌથી સુંદર મહિલાઓ

ના ભારત, ના અમેરિકા, અહીંયા જોવા મળે છે દુનિયાની સૌથી સુંદર મહિલાઓ

Hunza of Pakistan where most pretty ladies in world
Share Now

હમેશા આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણી ઉંમર જે હોય એના કરતાં એક બે વર્ષ ઓછી દેખાય અને આપણે હમેશા યુવાન દેખાઈએ. યુવાન રહેવા માટે લોકો નવા નવા તાયફાઓ પણ અપનાવતા હોય છે. પણ પ્રાકૃતિક સુંદરતાની સરખામણીએ કઈ જ ના આવે. ઘણા લોકો પોતાની સુંદરતા વધારવા માટે દવાઓ અને આધુનિક ટેકનિકસનો ઉપયોગ કરતાં હોય છે. તો ઘણા લોકો ઘરેલુ અને આયુર્વેદિક ઉપચારો વાપરતા હોય છે. કે જેનાથી પોતાની સુંદરતા વધારે નિખરે, પણ ઘણી વખત આ શક્ય બનતું નથી. જો તમને એવું કહેવામાં આવે કે દુનિયામાં એક એવી જગ્યા છે જ્યાં રહેતી મહિલાઓ એ દુનિયાની સૌથી સુંદર મહિલાઓ છે. તમને સવાલ થશે કેવી રીતે? તો ચાલો જાણીએ..

Hunza of Pakistan where most pretty ladies in world

image credit-google image

મહિલાઓ 65 વર્ષ સુધી માતા બની શકે છે!

આ જગ્યા છે પાકિસ્તાનમાં આવેલ હુંજજા (Hunza). અહીં રહેતી મહિલાઓ એ કુદરતી રીતે જ ખૂબ જ સુંદર છે. સામાન્ય રીતે એક મહિલાની ઉંમરની અવધિ 60-65 વર્ષની વચ્ચે હોય છે. અને તે લગભગ 40-45 વર્ષ સુધી બાળકને જન્મ આપી શકે છે. પણ અહીંયા રહેતા હુંજજા સમુદાયના લોકોની ઉંમર લગભગ 120 વર્ષ કહેવામાં આવે છે. કેટલીક મહિલાઓ તો 160 વર્ષ સુધી પણ જીવે છે. અને સાથે જ અહીંયાની મહિલાઓ 65 વર્ષ સુધી માતા પણ બની શકે છે. સાંભળવામાં કદાચ આ એકદમ અજીબ લાગશે, પણ આ એકદમ સત્ય છે.

ત્યાંની રહેણીકહેણીના કારણે આ મહિલાઓનો નિખાર ઢળતો જ નથી અને તે પ્રાકૃતિક રૂપથી હમેશા સુંદર દેખાય છે. આહિયા રહેતી મહિલાઓ 70 વર્ષ સુધી એકદમ 25 વર્ષની યુવાન મહિલા હોય એવી જ દેખાય છે.

Hunza of Pakistan where most pretty ladies in world

image credit- google image

શું છે સુંદરતાનું રહસ્ય?

એવું કહેવાય છે કે હુંજજા જાતિની સુંદરતા અને લાંબી ઉંમરનું રહસ્ય છે તેમનું જૈવિક ભોજન અને તેમની પ્રાકૃતિક જીવન શૈલી છે. હુંજજા જનજાતિ હિમાલયી ઉચ્ચ ભૂમિ પર રહે છે. જેથી તેમની પાસે તાજું પાણી પહોંચી જે છે. જેમાં સ્વાભાવિક રીતે પોટેશિયમ, કેલ્શિયમ, લોહ તત્વ વગેરે જેવા ખનીજોથી સમૃધ્ધ હોય છે. એના પર ધ્યાન આપવું એ યોગ્ય છે કે હુંજજાના લોકો આહારમાં મુખ્યત્વે જૈવિક આહાર, જેવા કે કાચાં શાકભાજી અને પ્રોટીન સામગ્રીવાળા ફળો ખાય છે. જે શરીર માટે જરૂરી અને અનુરૂપ હોય છે.

આ પણ વાંચો: માનવોની ભૂલ કે કુદરતનું સર્જન? આ જગ્યા પર છેલ્લા ૫૦ વર્ષથી સળગી રહ્યો છે એક પ્રશ્ન…

આપને જણાવી દઈએ કે હુંજજા (Hunza) જનજાતિને બુરુશો સમુદાય પણ કહેવામાં આવે છે. અહીંયા દુનિયાના સૌથી સ્વસ્થ્ય અને ખુશ લોકો રહે છે. આ સમુદાયમાં લગભગ 87,000 લોકોની આબાદી છે. હુંજજાના લોકોનું માનવું છે કે તે “એલેક્ઝાન્ડર ધ ગ્રેટ”ના વંશજો છે. આ જનજાતિના લોકો પાકિસ્તાનના હુંજજા, ચિત્રાલ, નગર અને ગિલગિત-બાલ્ટીસ્તાનની ઘટાઓમાં નિવાસ કરે છે. જો કે તેમનું મૂળ ઉત્તર પશ્ચિમી ભારત માનવામાં આવે છે અને 350 થી વધારે બુરુશો લોકોનો એક નાનકડો સમૂહ જમ્મુ કાશ્મીરમાં પણ રહે છે.

જુઓ આ વિડીઓ: Homemade Bleach For Face |मुल्तानी मिट्टी से बनाएं होममेड ब्लीच

હુંજજા (Hunza) જનજાતિના લોકોને મળેલા યાત્રીઓએ તેમની સુંદરતા, બુધ્ધિ અને શારીરિક સહનશીલતા વિશે વખાણ કર્યા હતા.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment