Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝસૌરાષ્ટ્રમાં તાઉતેનો ત્રાહિમામ

સૌરાષ્ટ્રમાં તાઉતેનો ત્રાહિમામ

cyclone effect photo
Share Now

સોમવારે રાત્રે ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકતા વરસાદનું જોર વધ્યું હતું. જેને પગલે રાજકોટ નજીક આવેલા આજી-૨ ડેમ તેની નિર્ધારિત સપાટી એ ભરાઈ જતા ડેમનો એક દરવાજો એફ ફૂટ ખોલવામાં આવ્યો છે. ડેમના નીચાણવાળા વિસ્તારના અડબાલકા બાધી દહિંસરડા ડુંગરકા ગઢડા હરિપર ખંઢેરી નારણકા ઉકરડા અને સખપર ગામના લોકો એ નદીના પટ અવર જવર ન કરવા અને સાવચેત રહેવા ફલડ કંટ્રોલરૂમ તરફથી જણાવવામાં આવ્યું હતું. તેમજ દરેક વોર્ડમાં એક-એક ટીમ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. વાવાઝોડુ સતત આગળ વધી રહ્યું છે. અને ગુજરાતભરમાં હજુ પણ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. વરસાદ પણ ક્યાંક વધુ તો ક્યાંક ધીમી ગતિએ અવિરત ચાલુ છે. તંત્ર એલર્ટ છે. અને લોકોને ઘરમાં જ રેહવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.

gir somnath photo

બોટાદમાં વાવાઝોડાનો વ્યાપ

જો વાત કરીએ બોટાદની તો, ગઈકાલે રાત્રે ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાતા તારાજી સર્જાઈ છે. રાજ્યભરમાં વાવાઝોડાની માંથી અસર થઇ છે. દરિયાયી વિસ્તારમાં અનેક વસ્તુઓને નુકસાની થઇ છે. સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠે ભારે પવનોના કારણે હજારો વૃક્ષો ધરાશાયી થયા છે. તો ક્યાય વૃક્ષો મકાન પર કે વાહનો પડવાની ઘટના પણ સામે આવી છે. તાઉતે વાવાઝોડું સૌરાષ્ટ્રમાં એન્ટર થયા બાદ હવે ગુજરાત તરફ ફંટાઈ રહ્યું છે ત્યારે બોટાદ પાસે આ વાવાઝોડું પહોચ્યું હતું અને લોકએ વાવાઝોડાને જતા પણ નિહાળ્યું હતું. હાઇવે પરથી તાઉતે વાવાઝોડાનો કેવડો વ્યાપ છે તે પણ જોવા મળ્યું હતું. આ તાઉતે ના કહેરનો નજારો હાઇવે પર પસાર થયેલા રાહદારીએ આ દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કર્યા હતા.

ગીર સોમનાથમાં ભયાવહ 

GIR SOMNATH PHOTO

તો બીજી બાજુ ગીર સોમનાથમાં પણ વાવાજોડા બાદ ભયાનક દ્રશ્યો જોવા મળ્યા હતા. ભારે પવનના કારણે રસ્તા પર ૨૦૦થી વધુ વૃક્ષો ધરાશાયી થતા માર્ગ બંધ થયો હતો. જને ખસેડવા આર્મીની ટીમ કામે લાગી હતી. સમગ્ર રસ્તા પર વૃક્ષો પથરાઈ ગયા હતા. જેને આર્મીની ટીમ દ્વારા ખસેડી શહેરના માર્ગને ચોખ્ખો કરવામાં આવ્યું હતો.

 

આ પણ જુઓ: તૌકતે સામે સૌરાષ્ટ્ર એલર્ટ

 

veraval photo

રાત્રે વિનાશકારી વાવાઝોડું ત્રાટકતા વેરાવલ બંદર પર લંગરેલી ફિશિંગ ફંગોળાઈ ગઈ હતી. એટલું જ નહી, અમુક બોટો તો સોમનાથમાં મહાદેવના મંદિર પાસે પહોચી ગઈ હતી. વેરાવળ સોમનાથ નજીક ભીડીયા બંદરની પાંચ ફિશિંગ બોટ દરીયા માં ફસાઈ હતી. ફિશિંગ બોટમાં 8 ખલાસીઓ પણ ફસાયા હતા. જેને બચવવા NDRFની ટીમ અને મામલતદાર ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. માછીમારો ને બચાવવા કોસ્ટગાર્ડ ની મદદ માંગવા માં આવી હતી.

 

VERAVAL PHOTO

વેરાવળ સોમનાથના દરિયામાં બે બોટોમાં ફસાયેલ 8 પૈકી 5 ખલાસીઓને અન્ય બીજી બોટમાં રહેલા બચાવ ટીમએ એક કલાકની જહેમત બાદ સલામત રીતે બચાવી લેવાયા હતા. 8 ખલાસીઓને બચાવવા અઢી કલાકથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હતું. જો કે, બોટમાં ફસાયેલા બાકી રહેતા 3 ખલાસીઓને બચાવવા દરિયામાં કોસ્ટગાર્ડ અને માછીમારોનું દિલધડક રેસ્ક્યુ કરાયું હતું. ગીરસોમનાથ જીલ્લામાં વાવાઝોડાના પગલે ભારે નુકસાની સર્જાઈ છે.

 

કેસર કેરીનો સંપૂર્ણ પાક તબાહ થઇ ચુક્યો છે. કેરી પકવતા ખેડૂતોને નુકસાનીનો માર સહન કરવો પડ્યો છે. સમગ્ર જીલ્લામાં પ્રાંત અધિકારી, કોસ્ટગાર્ડના કમાન્ડન્ડ, મામલતદાર, એએસપી સહિતના અધિકારીઓ સતત નિરિક્ષણ કરી રહ્યા છે. તો અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને જરૂરી મદદ પણ કરી રહ્યા છે.

 

junagdh photo

તો બીજી તરફ જૂનાગઢમાં ભારે વરસાદ થતા નુકસાની થઇ હતી. શહેરના હોર્ડિંગ્સ ધરાશાઈ થયા હતા. જૂનાગઢના ધરાર નગરમાં સિંહની પ્રતિમા ધરાશાયી થઈ હતી, સદ્દનસીબે કોઈ જાનહાની થઇ નથી. પ્રાચી નજીક ફર્નિચરના શો રૂમનો મહાકાય શેડ ફંગોળાયો હતો.

પતરાં ઉડ્યા

 

maliya hatina photoમાળીયા હાટીનાની જો વાત કરવામાં આવે તો ગડુ શેરબાગ ગામે આવેલ ખેરા રોડ પર આવે જય માતાજી ટ્રેડર્સ ગોડાઉનના પતરા ઉડી ગયા હતા. તેમજ દુકાનમાં પડેલા માલને નુકસાની થવા પામી હતી.

chorvad photo

 

જયારે ચોરવાડમાં પણ મકાન ઉપર નારીયેળીનું ઝાડ પડ્યું હતું. હાલ તંત્ર દ્વારા ધરાશાઈ વૃક્ષો ને હટવાની કામગીરી હાથ ધરાઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં હોર્ડિંગ ધરાશાઈ થયા છે. ગાંધી ચોકમાં સિટી રાઇડ બસ ઉપર હોર્ડીગ પડતા ગાંધી ચોકથી રેલવે સ્ટેશન નો રસ્તો બંધ થયો છે. તંત્ર દ્વારા હોર્ડીંગ્ઝ રસ્તા પરથી હટાવવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. 

અમદાવાદ-સુરત એરપોર્ટ, બસો અને સૌરાષ્ટ્ર જતી તમામ ટ્રેનો 21મી સુધી બંધ કરી દેવામાં આવી છે.

 

cyclone effect on roof

ગીર વિસ્તરમાં વરસાદ :

  1. કેશોદમાં 15 મીમી
  2. જૂનાગઢમાં 25 મીમી
  3. ભેસાણમાં 20 મીમી
  4. મેંદરડામાં 16 મીમી
  5. માંગરોળમાં 07 મીમી
  6. માણાવદરમાં 15 મીમી
  7. માળીયામાં 13 મીમી
  8. વંથલીમાં 10 મીમી
  9. વિસાવદરમાં 97 મીમી

મળતી વિગતો મુજબ, બપોરે 3 વાગ્યા આસપાસ અમદાવાદને અડીને પસાર થશે તાઉતે વાવાઝોડું જેને ધ્યાને લઈ  ભારે પવન અને વરસાદમાં અમરેલીના રાજુલામાં ભારે તારાજી સર્જાઈ હતી. 200થી વધુ વૃક્ષો ધરાશાયી અહી ધરાશાયી થયા હતા. આ સાથે જ રાજ્યના 5 જિલ્લામાં ભારે વરસાદ શરુ થયો હતો. 133ની કિમીએ પવન ફૂંકાયો હતો. કેશોદ દરિયાયી પટ્ટીથી માત્ર 20 કિમી દુર હોવાથી ત્યાં પણ અસર વર્તાઈ હતી. વર્ષો જૂના વૃક્ષો ધરાશાઈ થયા હતા.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment