નવી દિલ્હી : હુરૂન ઈન્ડિયાએ પોતાનું રિચ લિસ્ટ(Hurun India Rich List) બહાર પાડ્યું છે. જેમાં સૌથી ધનિક શેર માર્કેટ દલાલો (Share Market Broker)નું પણ અલગથી લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે.
Hurun India Rich List
શેરમાર્કેટમાં રોકાણ કરવા ઈચ્છુક રોકાણકારો સામાન્ય રીતે સલાહ લઈને બ્રોકરો દ્વારા જ રોકાણ કરતા હોય છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં શેર માર્કેટમાં ઘણી કંપનીઓ લિસ્ટ થઈ છે અને સામાન્ય લોકોમાં પણ શેર બજારમાં રોકાણ કરવાનો ક્રેઝ વધ્યો છે. લોકોમાં રોકાણનું પ્રમાણ વધતા અને નવા આવતા આઈપીઓ (IPO)માં રોકાણનો ક્રેઝ વધેલો જોતા શેર બજારના દલાલો માલામાલ થયા છે.
નીતિન કામથ સંપતિ રાકેશ ઝુનઝુનવાલા કરતા પણ વધી
ઝેરોધા (Zerotdha)ના ફાઉન્ડર નિતિન કામથ (Nithin Kamath) અને તેના પરિવારની સંપતિ છેલ્લા એક વર્ષમાં 51 ટકા વધીને 35,600 કરોડ રૂપિયે પહોંચી ગઈ છે. છેલ્લા એક વર્ષમાં રિટેલ ઈન્વેસ્ટર્સે (Retail Investors) ઈક્વિટીમાં રોકાણ માટે રેકોર્ડ સંખ્યામાં ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવ્યા છે, જેનો કામથ પરિવારને ફાયદો થયો છે.
આ પણ વાંચો : Lal Bahadur Shastri ના જન્મદિવસ નિમિતે જાણો તેમના જીવનની કેટલીક રહસ્યમય વાતો
ઈન્ડિયા રિચ લિસ્ટ 2021
IIFL વેલ્થ હુરૂન ઈન્ડિયા રિચ લિસ્ટ 2021 (Hurun India Rich List 2021) પ્રમાણે, કામથ પરિવાર હવે દેશના 63માં સૌથી અમીર છે. એટલે સુધી કે કામથ પરિવારની સંપતિ હવે દિગ્ગજ રોકાણકાર અને ભારતીય શેર માર્કેટના બિગબુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)થી પણ વધુ થઈ ગઈ છે. લિસ્ટ મુજબ, રાકેશ ઝુનઝુનવાલા પાસે 22,300 કરોડ રૂપિયાની સંપતિ છે અને તેની સંપતિ પણ છેલ્લા એક વર્ષમાં લગભગ 52 ટકા જેટલી વધી છે. નીતિનના નાના ભાઈ નિખિલ કામથ (Nikhil Kamath) પાસે 11,000 કરોડ રૂપિયાની સંપતિ છે.
ધનિકોની યાદીમાં આ નામ શામેલ
દલાલ સ્ટ્રીટના વધુ મોટા નામ જોઈએ તો, JM ફાઈનાન્શિયલના નિમેશ કંપાની એન્ડ ફેમિલીની સંપતિ 5600 કરોડ રૂપિયા છે. IIFlના નિર્મલ ભંવરવાલા પાસે 4800 કરોડ રૂપિયાની સંપતિ છે. જ્યારે મોતીલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસિસના મોતીલાલ ઓસલાવ (Motilal Oswal) પાસે લગભગ 4500 કરોડ રૂપિયાની એસેટ્સ છે અને દેશના 349માં સૌથી ધનિક વ્યક્તિ છે.
આ પણ વાંચો : आज पहली तारीख है : જાણી લો આજથી ક્યાં નિયમો બદલાયા? તમારા પર શું અસર થશે?
શેર માર્કેટના દિગ્ગજ ખેલાડી રામદેવ રામગોપાલ અગ્રવાલની સંપતિ (Assets) 4400 કરોડ રૂપિયા છે. એન્જલ બ્રોકિંગના દિનેશ ડી ઠાકુર એન્ડ ફેમિલી પાસે 2300 કરોડ રૂપિયાની સંપતિ છે અને તેઓ દેશના 582માં સૌથી અમીર છે.
માર્કેટના વધુ એક સીનિયર ખેલાડી અને એડલવાઈસ ફાઈન્શિયલ સર્વિસિસના માલિક રસેશ ચંદ્રકાંત શાહ અને તેના પરિવાર પાસે લગભગ 2000 કરોડ રૂપિયા છે. દેશના સૌથી અમીર લોકોની યાદીમાં તેમનું સ્થાન 635મું છે. હાઈપરમાર્ટ ચેઈન ડીમાર્ટ (D Mart)ના માલિક રાધાકૃષ્ણ દામાણી એન્ડ ફેમિલી (Radhakrishna Damani And Family)ની સંપતિ 1,54,300 કરોડ રૂપિયા છે અને દેશના સાતમા સૌથી અમીર વ્યક્તિ છે.
આ પણ વાંચો : 68 વર્ષે મહારાજાની ઘરવાપસી : ટાટા સન્સ બનશે એર ઈન્ડિયાના નવા પાઈલોટ
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4