Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝજામનગરમાં પતી પત્ની નું ઢીસુમ-ઢીસુમ

જામનગરમાં પતી પત્ની નું ઢીસુમ-ઢીસુમ

jamanagr husbend and wife
Share Now

જામનગરના સરૂ સેકશન રોડ પર રહેતાં એક વણિક મહિલાને પતિ તેમજ અન્ય એક સંબંધીએ ગઈકાલે ઢીકાપાટુ તથા ચપ્પલ વડે માર માર્યાની તેણીએ ફરિયાદ નોંધાવી છે.

wife

કહેવાય છે લગ્ન કર્યા પહેલા જ્યારે સગાઇ થય હોય ત્યારે યુવક અને યુવતી લગ્ન બાદ નાં અનેક સ્વપન સગાઈ થયા બાદ જોતા હોય છે અને જ્યારે લગ્ન કરવાની વેળા નજીક આવે ત્યારે યુવક નાં ઘરના તમામ સભ્યો પરિવારમાં એક નવા સભ્યનો ઉમેરો થવાથી ખુશખુશાલ દેખાય છે જ્યારે એવીજ રીતે યુવતીના ઘરે પણ આવાજ ક્યાંક દ્રશ્યો જોવાતા હોય.અને છેલ્લે જે ઘડીનો બંને પરિવારના સભ્યો રાહ જોતા હોય છે તે ઘડી આવી જાય છે અને યુવક અને યુવતી બન્ને પ્રભુતામાં પગલાં માંડી સપ્ત પડીના સાત વચનો સાથે પોતાનું ગોત્ર છોડી બીજા ગોત્રમાં પ્રવેશે છે લગ્ન થયા બાદ હરખભેર પરિવારના તમામા સભ્યો નો અવરો જ્વરો રહે છે પરંતુ આ લગ્ન ની મીઠાસ નાં પળો ધીમે ધીમે કડવા થતા હોય તેવું પણ જોવા મળતું હોય છે અને આવાજ સંબંધો ખાટા થતા વાર પણ નથી લાગતી પહેલા આ કકળાટ ઘરમાં નાના એવા મનદુઃખ થી શરુ થાય છે જોકે થોડા વર્ષો થતા આ ખટાસ કડવાસ માં પલટી જાય છે અને શરુ થાય છે ડખા અને કઈક આવાજ ડખાના લાઈવ દ્રશ્યો જોવા મળ્યા.જામનગરમાં એક યુવાન અને યુવતી વચ્ચે થયેલ દે ધનાધન વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ છે વાયરલ વિડીઓ જામનગરનો જ હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે. મનદુઃખને મામલાને લઈને બન્ને મારા મારી પર ઉતરી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ જુવો લાઈવ વિડીયો:જામનગરમાં પતી પત્ની નું ઢીસુમ-ઢીસુમ

husband fight

સોશ્યલ મીડિયામાં આજે એક વાયરલ થયેલ વિડીઓને લઈને લોકોમાં ચર્ચાઓ જાગી છે. જેમાં એક ઘરમાં પ્રથમ યુવતી અને યુવક વચ્ચે બોલાચાલી થાય છે. બે યુવક અને યુવતી ઉપરાંત વિડીઓ જેને ઉતાર્યો છે તે એક રૂમમાં હોય એવું દ્રશ્યમાન થઈ રહ્યું છે. અચાનક યુવાન વિફરે છે અને યુવતીને આંતરી ફડાકા વાળી કરે છે. ફડાકા વાળી થતા જ એક યુવાન ઘર  બહાર નીકળી જાય છે, પાછળ યુવતી પણ મોટે મોટેથી બૂમો પાડતી બહાર આવે છે. હવે યુવાનનો પીતો જાય છે અને યુવતી સાથે બે બે હાથ કરી ને પાળી દે છે અને દે ધના ધન વાળી કરી છે. તો બીજી તરફ યુવતીની જીવ પણ એટલી જ તલવાર જેવી ધાર પકડે છે. યુવતીની જીભ પણ મરચા જેવી તીખી લાગી રહી છે હાલ વિડીઓ હાલ સોશ્યલ મીડિયામાં ચર્ચાઇ રહ્યો છે.

fight

જામનગરના સરૃ સેકશન રોડ પર આવેલી એક ડેરીની સામે આવેલા ‘ગુલાબ’ બંગલામાં રહેતાં ભાવિક અમૃતલાલ શાહ નામના જૈન વણિક યુવકના પત્ની વેજલબેન (ઉ.વ. ૩૮)એ ગઈકાલે સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.તેઓએ પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલે બપોરે તેણીના પતિ ભાવિક અમૃતલાલ તથા સંબંધી રાજેશ ગોસરાણીએ વેજલબેન જ્યારે ઘરમાં હતા ત્યારે ઢીકાપાટુ તથા ચપ્પલ વડે હુમલો કરી માર માર્યો હતો અને રાજેશ ગોસરાણીએ નિર્લજ્જ હુમલો કર્યો હતો. પોલીસે આઈપીસી ૩૨૩, ૩૫૪,૧૧૪ હેઠળ ગુન્હાની નોંધ કરી છે અને પીએસઆઈ એમ. એલ. ઓડેદરાએ તપાસ શરૃ કરી છે.

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment