આંધ્રપ્રદેશ રાજ્યના હૈદરાબાદમાં એક 36 વર્ષીય મહિલાએ બ્લાઉઝની સિલાઈ પસંદ ના હોવાને કારણે કરી હોવાનો મામલો સામે સાવ્યો છે. મહિલાએ તેના પતિને સિલાઈ સુધારવા કહ્યું હતું. પરંતુ મહિલાના પતિએ સિલાઈ સુધારવાની ના પાડી હતી. અને માત્ર નજીવી બાબતે બંને વચ્ચે થયેલા ઝઘડાનો અંત ખૂબ જ દર્દનાક થયો હતો.
લટકતી હાલતમાં મળી મહિલા
સ્થાનિક પોલીસે રવિવારે આ અંગે માહિતી આપી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મહિલા શનિવારે તેના ઘરમાં લટકતી હાલતમાં મળી આવી હતી. તેમણે જણાવ્યું કે મહિલાનો પતિ વ્યવસાયે દરજી છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે મહિલાએ શનિવારે બ્લાઉઝની સિલાઈ પસંદ ના હોવાને કારણે તેના પતિ સાથે કથિત રીતે ઝઘડો કર્યો હતો.
આ પણ વાંચો:પરિણીતાની એકલતાનો લાભ લઇ નજીકના સંબંધીએ પલંગ પર લઇ જઇ…
બ્લાઉઝની સિલાઈને લઈને થઈ હતી તકરાર
મહિલાની ઈચ્છતી હતી કે પતિ તેના કહ્યા મુજબ તેના બ્લાઉઝની સિલાઈ સુધારે. પરંતુ પતિએ તેમ ન કર્યું હતું. આ બાબતે પહેલા તો બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જે ધીરે ધીરે મોટો ઝગડામાં પરિમણી હતી અને મારપીટ પણ થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ દરમિયાન મહિલાને પણ ઈજા થઈ હતી.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ પછી મહિલા તેના રૂમમાં ગઈ હતી અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. તે લાંબા સમય સુધી બહાર ન આવતાં દરવાજો બળજબરીથી ખોલવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે દરવાજો ખોલ્યો તો તે ફાંસી પર લટકતી જોવા મળી હતી. રૂમમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. હાલ પોલીસે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4