આજના સમયમાં પ્રેમ લગ્નએ જોર પકડ્યું છે. અને સાથે લગ્ન જીવનના પ્રશ્નો પણ ખુબ ચર્ચામાં છે. કેટલાક કિસ્સાઓ એવા બનતા હોય છે કે, જે આપણી આખો ખોલી દે છે. એક પિતા તરીકે ખુબ મોટી જવબદારીઓ હોય છે. જેમાં ઘરનું ભરણપોસણથી લઈને બાળકોનો ઉછેર કરવો, અને જીવનના બધા જ સુખો દુઃખો પસાર કરવા. જો સંતાનમાં દીકરો અને દીકરી હોય તો, એમાં દીકરો તો ખુબ લાડકો હોય છે. પરંતુ છોકરી એ પિતાનો જીવ હોય છે. જીવન હોય છે. દીકરીને ધીમે લાડ કોડમાં ઉછેરે છે, ભણાવે છે. અને મોટી કરે છે. મિત્રો વાત ત્યાં પુરી નથી થતી. એક બાપ તરીકે દીકરીને કોઈ સારું ઘર મળે, એવી આશા હોય છે. પરંતુ એ પહેલા જયારે દીકરી પોતાની મરજી મુજબનું પગલું ભરે, ત્યારે બાપ ઉપર આભ તૂટી પડે છે. કદાચ એ ક્ષણ વિચારશો તો પણ હૃદયમાં દુઃખ થાય છે. ત્યારે આ ઘટનામાં એવું છે કે, એ છોકરી ઘર મૂકીને ચાલી ગયેલી છે. કોઈ અજાણ્યા પુરુષ સાથે. ચાલો ઠીક વાત છે. લાગણી અને આવેશષમાં ચાલી ગઈ હોય. પરંતુ આ કેટલું વ્યાજબી કહેવાય કે, કોઈ અજાણ્યા પુરુષ સાથે લગ્નગ્રંથીએ થી જોડાયા બાદ એનું પરિણામ એક જ હોય છે, અને એ છે માત્ર ને માત્ર હેરાનગતિ અથવા મોત… જી હા મિત્રો મોત… આ વાત જામનગરની જ છે અને મજૂરી કામ કરતા પિતાની એક દીકરી લવમેરેજ માટે ભાગી અને મોત મળ્યું.
પારિવારિક સબંધ કલેસમાં હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો
જામનગર જીલ્લામાં પારિવારિક સબંધ કલેસમાં હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના હરીપર ગામે મનસુખભાઈ અકબરીની વાડીમાં મજુરી કામ કરતા, રાજુભાઈ વેસ્તાભાઈ ભીંડેની નજીકમાં આવેલ ડાંગરા ગામે પતિ સાથે મજુરી કામ કરતી બહેનનો ગળેટુપો ખાધેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ગઈ કાલે દંપતી સુઈ ગયા બાદ રાત્રે આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું હતું. સવારે પત્ની જમકુંબેન જેની ઉવ ૨૪ મકાન બહાર લટકતી હોવાની જાણ, પતિ કેરુંભાઈએ તેણીના પરિવારજનોને કરી હતી. જેને લઈને હરીપર ગામે મજુરી કરતો ભાઈ રાજુ અને તેના મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લામાંથી એક બહેન અહી આવ્યા હતા, અને ડાંગરા ગામે પહોચ્યા હતા. રાત્રે સુઈ ગયા બાદ સવારે આ ઘટના સામે આવી હોવાનું રાજુભાઈના બનેવીએ તેઓને જણાવ્યું હતું. પરંતુ તેણીની હાલત નિહાળી તેઓની મૃત્યુ અંગે શંકા ગઈ હતી. જેને લઈને તેઓએ પોલીસને જાણ કરી હતી. ધ્રોલ પોલીસે ઘટના સ્થળે પહોચી મૃતકનો કબજો સંભાળી જામનગર જીજી હોસ્પિટલ ખસેડી પીએમ વિધિ પાર પાડી હતી.
આ પણ જુઓ : ઓક્સીજનદાતા
- મજુરી કામ કરતી બહેનનો ગળેટુપો ખાધેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો
- રાત્રે સુઈ ગયા બાદ સવારે આ ઘટના સામે આવી
એમપીશાહ મેડીકલ કોલેજના ફોરેન્સિક વિભાગમાં કરવામાં આવેલ પીએમમાં યુવતીની ગળેટુપો આપી હત્યા નીપજાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને સહુકાર બનતા તેણીના પતિ કેરુંભાઈની પોલીસે વિશેષ પૂછપરછ કરી હતી, જેમાં પડી ભાંગી આખરે પોતે જ પત્નીને ગળે ટુપો આપી હત્યા નીપજાવી હોવાની કબુલાત કરી હતી. નાનીનાની વાતે બંને વચ્ચે ઝઘડાઓ થતા ઉગ્ર બની ગયેલ પતિએ પત્ની જમકુબેનની નિર્મમ હત્યા નીપજાવી હોવાનું પ્રથમ રટણ કર્યું હતું. પરતું પોલીસ કડક બનતા આરોપી ભાંગી પડ્યો હતો અને સાસરિયાઓ પાસેથી વધારે રૂપિયા પડાવવા માટે સતત તે દબાણ કરતો હોવાનું સામે આવ્યું હતું. પ્રેમ લગ્ન કર્યાબાદ એક લાખ રૂપિયા સાસરિયાઓ પાસેથી પડાવી પણ લીધા હતા. વધુ રૂપિયા માટે તે દબાણ કરતો હતો. રૂપિયાની બોલી ચાલીને લીધે તેણીને પતાવી દીધી હોવાનું સામે આવ્યું છે. પરિવારને ગુમરાહ કરવા અને શંકા ન જાય તે માટે તે સ્થળ પર હાજર રહ્યો હતો. જો કે હત્યારા પતિનું આ કાર્ય ઉઘાડી પડી જતા પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પીએમમાં યુવતીની ગળેટુપો આપી હત્યા નીપજાવવામાં આવી હોવાનું સામે આવ્યું
બહેનની હત્યા નીપજાવવા બદલ રાજુભાઈએ બનેવી સામે ધ્રોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લા-તાલુકાના પાનગુડાના શ્રમિક રાજુભાઈને પરિવારમાં ત્રણ ભાઈઓ અને બે બહેનો છે. બે ભાઈઓ પરિવાર સાથે ધ્રોલ તાલુકામાં મજુરી કામ કરવા આવ્યા છે. બે બહેનો પૈકી એક બહેન મધ્યપ્રદેશમાં જ સાસરે છે. જયારે મૃતક જમકુ બહેને દોઢ વર્ષ પૂર્વે હત્યારા કેરું સાથે ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા. ત્યારથી તેણીનો પરિવાર સાથેનો સંબંધ છૂટી ગયો હતો. જો કે આવી ઘટના ઘટી જતા હત્યા પતીએ સાસરિયા પક્ષને જાણ કરી ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રેમ લગ્ન કરનાર બહેનના જીવનનો કરુણ અંત આવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
- બંને વચ્ચે ઝઘડાઓ થતા ઉગ્ર બની ગયેલ પતિએ પત્ની જમકુબેનની નિર્મમ હત્યા નીપજાવી
- હત્યારા પતિનું આ કાર્ય ઉઘાડી પડી જતા પોલીસે તેની ધરપકડ કરી
પ્રેમલગ્ન કરનારનું પરિણામ આ આવ્યું. અને કોઈ પણ દીકરી જયારે ઘર પરિવારને પૂછ્યા વગર કોઈ કાર્ય કરે, અથવા કોઈ પગલું ભરે ત્યારે કંઈક આવું પરિણામ આવે છે. જે એક પિતા માટેતો ખુબ જ ગંભીર બાબત છે. પોતાનું સંતાન કોઈ નરાધમ પાપીના હાથે હણાય ત્યારે પિતાએ પોતે પાપ કર્યું હોઈ એવો અનુભવ થાય છે. શું પિતાએ એનો ઉછેર કર્યો એ ગુનો ? પિતાએ લાડ કોડ પુરા કર્યા એ ગુન્હો ? આમ જવાબ શું મળે કઈ નહિ..! તો ott પરિવાર વતી સૌ દીકરીઓને એક વિનંતી છે કે, તમે જયારે પરિવારની ઈચ્છાઓ વિરૃદ્ધ કાર્ય કરો ત્યારે , નિઃસંકોચ પણે એક વાર પિતા સામે જોવું, એ ચેહરો જોતા કદાચ તમારું જીવનપરિવર્તિત થય શકે છે. આશા રાખીયે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટનાઓ આપડી સામે ના આવે. જોતા રહો અમારી સાથે be એલર્ટ..
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4