Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / January 25.
Homeન્યૂઝArrvali માં પોલીસ પરીક્ષાની તૈયારી કરતી પરણિત યુવતીને પતિની છૂટાછેડા આપવાની ધમકી

Arrvali માં પોલીસ પરીક્ષાની તૈયારી કરતી પરણિત યુવતીને પતિની છૂટાછેડા આપવાની ધમકી

Aravalli
Share Now

પોલીસમાં ભરતી થતા યુવકો સાથે યુવતીઓમાં પણ ભારે જોશ જોવા મળી રહ્યો છે. યુવતીઓ તનતોડ મહેનત કરી પોલીસ પરીક્ષા પાસ કરી આત્મનિર્ભર બનવા શખ્ત પ્રેક્ટીસ કરી રહી છે, ત્યારે અરવલ્લી (Aravalli)જીલ્લાના ધનસુરા તાલુકાના વડાગામમાં પરણીત યુવતીએ પોલીસ ભરતી માટે તૈયારીઓ કરતા યુવતીના પતિ સહીત સાસરિયાઓએ પોલીસ નોકરીની તૈયારીઓ છોડી દેવા દબાણ કરી રહ્યા છે. ત્રાસ છતાં યુવતી ટસની મસ ન થતા પતિએ છૂટાછેડા આપવાની ધમકી (Threat)આપી છે. આ તમામ બાદ પણ મામલો આટલેથી ન અટકતા યુવતીને પરીક્ષાની તૈયારી માટે પ્રોત્સાહિત કરતા યુવતીના પિતા પર હુમલો કરી જાનથી મારી નાખવની ધમકી આપી છે. આ સમગ્ર મામલાની યુવતીના પિતાએ ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Aravalli માં પોલીસ ભરતીની તૈયારી કરતા યુવતી પર સાસરિયા વાળા ઉશ્કેરાયા

ધનસુરાના વડાગામમાં રહેતા સિકંદરભાઈ કાદરભાઈ મન્સૂરીએ તેમની દીકરી સહેનાઝબાનુના લગ્ન (Marriage)સમાજના રીતરિવાજ મુજબ થોડા મહિના અગાઉ પાડોશમાં રહેતા તૈયબહુસેન રોશનભાઈ મન્સૂરી સાથે કર્યા હતા. પિતાના ઘરે રહેતી યુવતીએ પોલીસ ભરતીની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દરરોજ વહેલી સવારે દોડવા જતા યુવતીનો પતિ સહીત સાસરિયા વાળા ઉશ્કેરાઈ ગયા હતા. ત્યારે યુવતીના પતિ તૈયબહુસેને દોડતી અટકાવી તારે પોલીસ (Police)ની નોકરી કરવાની જરૂર નથી અને નોકરી કરવી હોય તો છૂટાછેડા આપી દેવાની ધમકી આપી હતી. એટલુ જ માત્ર નહીં યુવતીના પરિવાર પર હુમલો કરવાની ચેતવણી પણ આપી હતી.

આ પણ વાંચો: Gir Somnath માં સૌ પ્રથમવાર હેલિકોપ્ટરમાં વરરાજાની જાન નીકળી

યુવક બન્યો યુવતી જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment