Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeહેલ્થહાયપર સાઈલન્ટ અટેક એક ગંભીર બીમારી.. ન કરો તેની અવગણના

હાયપર સાઈલન્ટ અટેક એક ગંભીર બીમારી.. ન કરો તેની અવગણના

Hypertension Silent Killer
Share Now

આખી દુનિયામાં લાખો લોકો એક એવી કંડીશન સાથે જીવી રહ્યાં છે જેના લીધે તેઓ પોતાનો જીવ પણ ગુમાવી રહ્યાં છે. એટલુ જ નહીં પોતાની આ સ્થિતિ વિશે તેઓ પોતે પણ જાણતા નથી. આ ખુલાસો “ધ લેસેન્ટ”માં છપાયેલા એક નવા રિસર્ચમાં થયો છે. હાઈપરટેન્શન એક એવી બીમારી છે જે એક સાઈલન્ટ કિલર અટેક જેવું જ છે. રિસર્ચ અનુસાર, છેલ્લા 30 વર્ષોમાં હાઈપરટેન્શનવાળા (Hypertension Silent Killer) અડધાથી વધારે લોકોએ સારવાર કરાવી જ નથી જે ક્યારેય પણ જોખમ બની શકે છે.

હાઈ બ્લડ પ્રેશર એક એવી સમસ્યા છે જે ઘણી સામાન્ય છે અને સરળતાથી ટ્રીટમેન્ટ કરી શકાય છે. જોકે, તેને યોગ્ય સમય પર ડાયગ્નોસ ન કરવામાં આવે કે કંટ્રોલમાં રાખવામાં ના આવે તો તેનું ભયજનક પરિણામ આવી શકે છે. જેના લીધે સ્ટ્રોક, હાર્ટ અને કિડનીથી જોડાયેલી બીમારીઓ થવાની સંભાવના રહે છે.

ગ્લોબલ રિસર્ચમાં Hypertension Silent Killer વિશે રિસર્ચ કરવામાં આવ્યું…

આ ગ્લોબલ રિસર્ચમાં છેલ્લા ત્રણ દાયકામાં 184 દેશોના 10 કરોડથી પણ વધારે લોકોના બ્લડ પ્રેશર માપવામાં આવ્યું. રિસર્ચમાં મળ્યુ છે કે, દુનિયા ભરમાં હાઈપરટેન્શન લગભગ અડધા લોકો તેમની આ પરિસ્થિતિથી અજાણ હતા. જ્યારે અડધાથી વધારે પુરુષ અને મહિલાઓ જાણતા હોવા છતા પોતાની આ સ્થિતિની સારવાર કરાવી નહીં.

ઈમ્પીરિયલ કોલેજ લંડનના પ્રોફેસર અને રિસર્ચના પ્રમુખ લેખક માજીદ ઈઝ્ઝતીએ “ધ સન” એ કહ્યું, “છેલ્લા કેટલાક દાયકામાં મેડિકલ ક્ષેત્રમાં આટલી પ્રગતિ કરી લીધા છતાં, હાઈપરટેન્શનને સંભાળવામાં આખી દુનિયાની પ્રગતિ ઘણી ધીમી છે. હાઈપરટેન્શનવાળા મહત્તમ લોકો પોતાની સારવાર જ નથી કરાવતા. નિમ્ન અને મધ્યમ ઉંમરવાળા દેશોમાં તેનું મોટુ નુકસાન જોવા મળે છે.”

Hypertension Silent Killer

IMAGE CREDIT: GOOGLE IMAGE

વિશ્લેષણમાં જ્ઞાત થયુ છે કે, ઉચ્ચ મધ્યમ ઉંમરવાળા કેટલાક દેશ હાઈપરટેન્શનને લઈને સતર્ક રહે છે અને યોગ્ય સમયે તેની સારવાર કરાવી લે છે. તેનાથી જ્ઞાત થાય છે કે, હાઈ બ્લડ પ્રેશરને રોકવું અને તેની ઓળખ, સારવાર કરવી દરેક દેશના લોકો માટે સંભવ છે. તેનાથી થનારા જોખમ વિશે આંતરરાષ્ટ્રિય સ્તર પર વાત કરવી મદદ કરવી જરૂરી છે.

દુનિયાભરમાં હાઈપરટેન્શનની સાથે રહેનારા લોકો (30-79 ઉંમર)ની સંખ્યા છેલ્લા 30 વર્ષોમાં બે ગણી વધી ગઈ છે. બ્લડ પ્રેશર ખૂબ વધી જાય તેને હાઈપરટેન્શન કહે છે. આ સ્થિતિમાં હાર્ટ અને નસો પર વધારે દબાણ પડે છે જેના લીધે હાર્ટ અટેક અને સ્ટ્રોક થાય છે. સખત માથુ દુખવુ, અત્યંત વધારે થાક, ચક્કર, આંખોનમાં સમસ્યા અને છાતીમાં દુઃખાવો આ કેટલાક સામાન્ય લક્ષણ છે.

આ પણ વાંચો:- પ્રેગ્નેન્સી પ્લાન કરતા પહેલા આ રીતે વધારો ફર્ટિલિટી

હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ, હાર્ટના ધબકારા અનિયમિત થઈ જવા, યૂરીનમાંથી લોહી પડવુ, છાતી,ગરદન, કાનમાં સખત દુઃખાવો થવો. જો તમે પણ આવા જ કોઈક લક્ષણોનો અનુભવ કરો છો તો તેની અવગણના કરવાની ભૂલ ન કરો અને ડોક્ટરનો સંપર્ક કરો.

જો તમે 65 વર્ષથી વધારેની ઉંમરના છો, વજન વધારે છે, તમે એક્સરસાઈઝ ઓછી કરો છો અને પરિવારમાં પહેલાથી જ કોઈને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા રહેલી છે તો તમારામાં હાઈપરટેન્શન (Hypertension Silent Killer) થવાની સંભાવના વધારે છે. એક્સરસાઈઝ, યોગ્ય ખાણી-પીણી અને વજન ઘટાડીને આ જોખમને ઓછું કરી શકાય છે. આવી સ્થિતિમાં ડોક્ટર્સ સ્મોકિંગ બંધ કરવા તથા આલ્કોહોલ બંધ કરવાની સલાહ આપે છે.

આખી દુનિયામાં હાઈ બ્લડ પ્રેશરથી લાખો લોકોના મૃત્યુ થાય છે. હેલ્થ એક્સપર્ટનું કહેવુ છે કે, બ્લડ પ્રેશરને ઓછુ કરવાથી સ્ટ્રોકને 35-40%, હાર્ટ અટેક 20-25% અને હ્દયના ધબકારા લગભગ 50% સુધી ઓછા થઈ જાય છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment