Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / July 5.
Homeન્યૂઝહું મારા પત્નીથી છુપાઈ છુપાઈ પાટણ આવ્યો છું, ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ એવું કેમ કહ્યું?

હું મારા પત્નીથી છુપાઈ છુપાઈ પાટણ આવ્યો છું, ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ એવું કેમ કહ્યું?

harsh sanghvi
Share Now

માતૃતર્પણ તીર્થ સિદ્ધપુર ખાતે માતૃવંદના કાર્યક્રમનો પ્રારંભ થયો છે. આ પ્રસંગમાં રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના(Harsh Sanghavi) વરદ હસ્તે કાર્યક્રમનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સાથે જ આ કાર્યક્રમમાં જી.આઈ.ડી.સી ના ચેરમેન બળવંતસિંહ રાજપૂત સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીનો(Harsh Sanghavi) રમૂજ મૂડ જોવા મળ્યો હતો.

હર્ષ સંઘવી(Harsh Sanghavi) રમૂજ મૂડમાં જોવા મળ્યા

સિદ્ધપુર ખાતે માતૃવંદના મહોત્સવમાં ગૃહ રાજ્યમંત્રી હળવા મૂડમાં જોવા મળ્યા હતા.તેમના રમૂજી અવતારે લોકોને પેટ પકડીને હસાવ્યા હતા.તો સાથે જ તેમણે અહીં કહ્યું કે, પાટણમાં આવીએ તો પટોળું લીધા વિના ના જઈ શકીએ. હું મારા પત્નીથી છુપાઈ છુપાઈ પાટણ આવ્યો છું. પત્નીને ખબર પડે તો મારે પણ પટોળું લઈ જવું પડે.

ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ(Harsh Sanghavi) સિદ્ધપુરમાં માતૃવંદના કાર્યક્રમમાં હાજરી આપી હતી.જેમાં તેમણે જણાવ્યું હતું કે પાટણની વિશેષતાઓ છે તે ખાલી પટોળાથી અટકાતી નથી. આપણે જાણીએ છીએ કે વર્ષોથી રાણકી વાવ એ પણ પાટણની ઓળખાણ છે.આ પ્રસંગે હર્ષ સંઘવીએ(Harsh Sanghavi) વડાપ્રધાન મોદીનો આભાર માનતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ પાટણ જિલ્લાના માતૃ તર્પણના એક માત્ર સ્થળ તથા રણકી વાવ અને પાટણના પટોળાને ઉજાગર કરવા જે પ્રયત્ન કર્યો તે આજે સફળ રહેવા પામ્યો છે અને આજે વિશ્વ ફલક પર લોકો તેને ઓળખતા થયા છે.

harsh sanghvi

આ પણ વાંચો:મજબૂત ઈરાદા હોય તો દુશ્મનની કોઈ પણ ટેકનોલોજીને ધ્વસ્ત કરી શકાય, અભિનંદનને વીર ચક્ર એનાયત

આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા

આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. માતૃવંદના કાર્યક્રમમાં ઉપસ્થિત ગૃહમંત્રીએ માતૃ તર્પણ સ્થળ, વિશ્વ પ્રસિદ્ધ રણકી વાવ અને પાટણના પટોળાને યાદ કર્યા હતા.તો સાથે જ પાટણની ઓળખ માત્ર પટોળા જ નહી પણ રાણકી વાવ પણ છે તેવું તેમણે જણાવ્યું હતું.

આ ઉપરાંત હર્ષ સંઘવીએ(Harsh Sanghavi) પ્રધાનમંત્રી મોદીનો પણ આભાર માનતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ પાટણ જિલ્લાના માતૃ તર્પણના એક માત્ર સ્થળ તથા રાણકી વાવ અને પાટણના પટોળાને ઉજાગર કરવા જે પ્રયત્ન કર્યો તે આજે સફળ રહેવા પામ્યો છે .અને આજે વિશ્વ ફલક પર લોકો તેને ઓળખતા થયા છે.સિદ્ધપુર ખાતે માતૃવંદના કાર્યક્રમમાં કચ્છની કોયલ ગીતા રબારીના કંઠે લોક ગીતોની સુરાવલી પણ રજૂ કરાઇ હતી. જેના કારણે વાતાવરણ મંત્રમુગ્ધ બની ગયું હોય તેવું જોવા મળ્યું હતું. આકાર્યક્રમમાં પાટણ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.માતૃવંદના કાર્યક્રમમાં ઉપસ્થિત ગૃહમંત્રીએ માતૃ તર્પણ સ્થળ, વિશ્વ પ્રસિદ્ધ રણકી વાવ અને પાટણના પટોળાને યાદ કર્યા હતા.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment