Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / May 16.
Homeએન્ટરટેઈન્મેન્ટબોલો…સાઉથના આ સુપરસ્ટાર એ આર. રહેમાનને નથી ઓળખતા

બોલો…સાઉથના આ સુપરસ્ટાર એ આર. રહેમાનને નથી ઓળખતા

A r Rehman
Share Now

એન્ટરટેન્મેન્ટ:  એ આર રહેમાન જે પોતાના અવાજ અને ગીતોના કારણે ભારત ભરમાં જ નહી પણ વિદેશમાં પણ એટલા જ પ્રખ્યાત છે, વંદે માતરમ એટલે કે, મા તુઝે સલામ ગીત જે તેમનું અને ભારતવાસીઓનું પણ ફેવરેટ છે. પણ જ્યારે  ખબર પડે કે, આટલા પ્રખ્યાત અને પોતાની ગાયકીથી મશહુર એ આર રહેમાનને સાઉથના સ્ટાર નથી ઓળખતા.

અભિનેતા નંદુરી બાલકૃષ્ણનો એક વીડિયો વાયરલ

હાલમાં જ તેલુગુ અભિનેતા નંદુરી બાલકૃષ્ણ(Nandamuri Balakrishna)એ એક ઇન્ટરવ્યુહમાં કહ્યું હતુ કે, તે નથી જાણતા કે એ આર રહેમાન કોણ છે અને તે કઇ ઉપલબ્ધિ પર છે, આટલું જ સાંભળતા સંગીતકાર એ આર રહેમાનના ફેન્સ ભડકી ગયા હતા અને પછી શું હતુ ? ટ્વીટર પર આ એક્ટરે હવે યુઝર્સ ટ્રોલ કરી રહ્યાં છે.

AR Rahman,

Image Courtsey : AR Rahman

શું છે આખી મેટર ?

આ બાબતે વિવાદ ઉભો કરી દીધો છે,  એક ઇન્ટ્રવ્યુહમાં બાલકૃષ્ણએ કહ્યું હતુ કે, મને લાગે છે કે, ભારત રત્ન મારા પિતા એનટીઆર ના નખ બરાબર છે, કોઇ પણ એવોર્ડ ટોલીવુડમાં મારા પરિવારના યોગદાનને પુર્ણ નથી કરી શકે, આટલુ બોલતાની સાથે જ ઇન્ટરવ્યુહ ઓનએર થયા બાદ એ આર રહેમાનના ફેન્સ ભડકી ગયા હતા. અને સાઉથના આ અભિનેતાને ટ્રોલ કરવા લાગ્યા હતા. ફેન્સ ટ્વીટ કરીને પોતાનો ગુસ્સો ઉતારી રહ્યાં છે.

ફેન્સ ભડકી ગયા

બાલકૃષ્ણની આ વાત અને નિવેદન સાંભળીને યુઝર્સ બાલકૃષ્ણ પર ભડકી રહ્યાં છે, તેમજ તેના વિશે લખી રહ્યાં છેકે, એક એક્ટરમાં આટલો ઘમંડ કઇ રીતે હોઇ શકે.

આ સિવાય પણ બાલકૃષ્ણ હંમેશા આવા વિવાદિત બયાનો આપવા માટે જાણીતા છે અને હંમેશા ચર્ચામાં રહે છે. આંધ્ર પ્રદેશના આ અભિનેતા એક રાજનેતા પણ છે.

Nandamuri Balakrishna

Image Courtsey: Social News XYZ

 તે માત્ર 14 વર્ષની ઉમરમાં જ ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી દીધી હતી. જે સાથ સાથ ફિલ્મોમાં તે કામ કરીને નામ બનાવી રહ્યાં છે. તેમની પ્રથમ ફિલ્મ 1974 માં રિલીઝ થઇ હતી.

એ આર રહેમાન

તો બીજી બાજુ વાત કરીએ એ આર રહેમાનની તો ભારત જ નહી પણ વિદેશમાં ણપણ એ આર રહેમાન એટલા જ પ્રખ્યાત છે, તેમની દુનિયા સંગીત પર જ સમર્પિત છે. આ સિવાય તેમને ઓસ્કર એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે. એ આર રહેમાન પોતાનું એક સોન્ગ 99 ના કારણે પણ ચર્ચામાં આવ્યા હતા. જે ખુબ ચર્ચિત રહ્યું હતુ.

 

આ પણ વાંચો: પોર્નોગ્રાફી કેસ: રાજકુદ્રાની મુશ્કેલીમાં વધારો, 27 જુલાઇ સુધી રહેવુ પડશે જેલમાં

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment