Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝથપ્પડ પર રાજકરણ : ઉદ્ધવ સામે નિવેદન આપનાર કેન્દ્રીય મંત્રી રાણેની અટકાયત

થપ્પડ પર રાજકરણ : ઉદ્ધવ સામે નિવેદન આપનાર કેન્દ્રીય મંત્રી રાણેની અટકાયત

slap controversy of narayan rane and uddhav thakrey
Share Now

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ રાજકારણ ગરમાઈ ગયું છે. શિવસેના ખુબ આક્રમક જોવા મળી રહી છે. નાસિકમાં નારાયણ રાણે વિરુદ્ધ કેસ દાખલ થયો છે. નાસિક પોલીસે ધરપકડના આદેશ આપ્યા છે અને વોરન્ટ બહાર પાડ્યું છે.

નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરે વિશે આપ્યું હતું વિવાદિત નિવેદન

નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરેને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે જો તેઓ ત્યાં હોત તો તેમને (સીએમ) એક જોરદાર થપ્પડ મારત. કારણ કે મુખ્યમંત્રી 15 ઓગસ્ટના રોજ નાગરિકો માટે પોતાના સંબોધન દરમિયાન સ્વતંત્રતાના વર્ષને ભૂલી ગયા હતા. તેમણે કહ્યું હતું કે ‘આ શરમજનક છે કે મુખ્યમંત્રીને સ્વતંત્રતાના વર્ષની ખબર નથી. તેઓ પોતાના ભાષણ દરમિયાન સ્વતંત્રતાના વર્ષોની ગણતરી અંગે પૂછવા માટે પાછળ ઝૂકી ગયા. જો હું ત્યાં હોત તો હું તેમને એક જોરદાર થપ્પડ મારત.’

ધરપકડના આદેશ પર નારાયણ રાણેની તીખી પ્રતિક્રિયા

નારાયણ રાણે સામેની ધરપકડના સમાચાર પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે ‘હું એક સામાન્ય વ્યક્તિ છું, શું નાસિક કમિશનર રાષ્ટ્રપતિ છે જેમણે મારી ધરપકડનો આદેશ આપ્યો? દિલ્હીમાં પણ અમારી સરકાર છે. મને જોવા દો કે શિવસેનાનો આ ઉછાળો કેટલી દૂર સુધી જાય છે.મેં કોઈ ગુનો કર્યો નથી. મારી સામે કેસ નોંધવામાં આવ્યો છે, મને ખબર નથી. તે તમામ મીડિયામાં રાતથી શરૂ થયું કે અહીં ધરપકડનો આદેશ આપવામાં આવ્યો, અહીં કેસ નોંધવામાં આવ્યો, વગેરે. શું તે કેટલાક રાષ્ટ્રપતિ છે જેમણે મારી વિરુદ્ધ આદેશ લીધો? હું કેન્દ્રીય મંત્રી છું. જે મુખ્યમંત્રીને ખબર નથી કે દેશને કેટલા વર્ષે આઝાદી મળી, આ દેશનું અપમાન નથી? આ રાજદ્રોહ છે. આ સમગ્ર મામલે મને બદનામ કરવામાં આવ્યો છે, તેનાથી વિપરીત, હું કેસ દાખલ કરીશ. ‘ વધુમાં તેમણે કહ્યું હતું કે જોવું છું મને કોણ હરવા ફરવાથી રોકી શકે છે દમ હોય તો મારી ધરપકડ કરવા આવી જાય.

આ પણ વાંચો : સરકારી સંપત્તિઓના વેચાણ પરના મોદી સરકારના પ્લાન પર કોંગ્રેસનો ટોણો

ધરપકડ સમયે પ્રોટોકોલનું પાલન કરવું પડશે

રાણે રાજ્યસભા સાંસદ છે, આ કારણે તેમની ધરપકડ દરમિયાન પોલીસ-પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી હશે. ધરપકડ પછી એની માહિતી રાજ્યસભા અધ્યક્ષ અને ઉપ-રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને આપવામાં આવશે. પોલીસ આ માહિતી તેમને હિન્દી કે અંગ્રેજીમાં આપશે. રાણેના નિવેદન પછી શિવસૈનિક આક્રમક દેખાઈ રહ્યા છે. નાશિકમાં લગભગ અડધો ડઝન શિવસેનાના કાર્યકર્તાઓએ ભાજપ કાર્યાલય પર પથ્થરમારો પણ કર્યો છે.

પુણેમાં પણ નોંધાઈ એફઆઈઆર

નારાયણ રાણે વિરુદ્ધ પુણે શહેરના ચતુરશ્રીંગી પોલીસ સ્ટેશનમાં પણ એફઆઈઆર દાખલ થઈ છે. આ એફઆઈઆર યુવાસેનાએ નોંધાવી છે. એફઆઈઆર આઈપીસીની કલમ 153 અને 505 હેઠળ દાખલ થઈ છે.

કોરોનાને લઈને મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું

નારાયણ રાણેએ નાસિકમાં કોરોના ગાઈડલાઈન્સનો ભંગ કરીને જન આશીર્વાદ રેલી કાઢી હતી. ઉપરથી સીએમ વિશે વિવાદિત નિવેદન આપ્યું. જેને લઈને મહારાષ્ટ્ર સરકાર આકરા પાણીએ છે. નાસિકમાં તેમના વિરુદ્ધ કેસ દાખલ થયો છે અને ધરપકડના આદેશ અપાયા છે. રાણેની જન આશીર્વાદ યાત્રા મહાડ પહોંચ્યા બાદ તેમણે પત્રકાર પરિષદ યોજી હતી. તે સમયે તેઓ પત્રકારો દ્વારા પૂછાયેલા સવાલોના જવાબ આપી રહ્યા હતા. એક પત્રકારે તેમને કહ્યું કે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરનું જોખમ છે અને બાળકો પર ખતરો વધુ છે આથી મુખ્યમંત્રીએ ભીડથી બચવાનું કહ્યું છે તો નારાજ થઈને નારાયણ રાણેએ કહ્યું કે તેમને નથી ખબર કે તેઓ અમને શું જણાવશે. તેઓ કયા ડોક્ટર છે? ત્રીજી લહેરનો અવાજ ક્યાંથી આવ્યો? તેઓ તો એમ પણ કહેતા હતા કે બાળકો જોખમમાં છે અને લોકોને ડરાવે છે. અશુભ ન બોલો.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment