Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 2.
Homeન્યૂઝMaharashtra: દેશમુખ બાદ ડેપ્યુટી સીએમ અજિત પવારના ત્યાં IT ના દરોડા

Maharashtra: દેશમુખ બાદ ડેપ્યુટી સીએમ અજિત પવારના ત્યાં IT ના દરોડા

AJIT PAWAR
Share Now

લાંબા સમયથી આવકવેરા વિભાગના નિશાના પર રહેલા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પર કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આવકવેરા વિભાગ દ્વારા પવારની પાંચ મિલકતો જપ્ત કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ મિલકતોની કિંમત એક હજાર કરોડથી વધુ હોવાનો અંદાજ છે. મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ધરપકડના એક દિવસ બાદ જ આવકવેરા વિભાગ દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.

આ જપ્ત કરવામાં આવેલી સંપત્તિઓમાં દક્ષિણી દિલ્હી સ્થિત લગભગ 20 કરોડનો ફ્લેટ સમેલ છે. નિર્મલ હાઉસ સ્થિત પાર્થ પવાર ઓફિસની કિંમત લગભગ 25 કરોડ રૂપિયા છે. જરંદેશ્વર શુગર ફેક્ટરી લગભગ 600 કરોડની છે. આ ઉપરાંત ગોવામાં રિસોર્ટ જેનું નામ નિલયા તેની કિંમત 250 કરોડ છે. હવે 90 દિવસનો સમય અજિત પવાર પાસે હશે આ સાબિત કરવા માટે કે આ પ્રોપર્ટીઝ જે એટેચ કરવામાં આવી તે બેનામી પૈસાથી ખરીદવામાં આવી નથી.

અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા

અજિત પવાર લાંબા સમયથી આવકવેરા વિભાગના રડાર પર છે. 7 ઓક્ટોબરે, વિભાગ દ્વારા તેમના 70 થી વધુ ઠેકાણાઓ પર દરોડા પણ પાડવામાં આવ્યા હતા. કેન્દ્રીય એજન્સી દ્વારા બે રિયલ એસ્ટેટ જૂથો અને તેમના સંબંધીઓના પરિસરમાં દરોડા પાડ્યા પછી રૂ. 184 કરોડની સંપત્તિનો ખુલાસો થયો હતો, આ સંપત્તિનો કોઈ હિસાબ ન હતો, ત્યારબાદ વિભાગ દ્વારા તેમની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન ભારત આવશે, PM મોદીનું આમંત્રણ સ્વીકાર્યુ

અજિત પવારની પાસે 90 દિવસનો સમય

શરદ પવારના ભત્રીજા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અજીત પવારની પાસે એ સાબિત કરવા માટે હવે 90 દિવસનો સમય હશે કે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા એટેચ કરવામાં આવેલી સંપત્તિઓ બિનહિસાબી પૈસાથી ખરીદવામાં આવી નથી.

અનિલ દેશમુખ પર એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટની કાર્યવાહી

આ પહેલા 100 કરોડ રૂપિયાની વસુલી અને મની લોન્ડ્રિંગ મામલામાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ધરપકડ કરી હતી. EDએ અનિલ દેશમુખને સોમવારે પૂછપરછ માટે બોલાવ્યા હતા અને લગભગ 12 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ માટે ઈડીએ અનિલ દેશમુખની ધરપકડ કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ અનિલ દેશમુખ ઈડીના સવાલોના સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા અને આ સિવાય તેમની પર તપાસમાં પણ સહયોગ ન કરવાનો આરોપ છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment