Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝચીની સૈનિકોની હલચલ વચ્ચે વાયુસેના પ્રમુખ પહોંચ્યા લદ્દાખ, તૈયારીઓની કરી સમીક્ષા

ચીની સૈનિકોની હલચલ વચ્ચે વાયુસેના પ્રમુખ પહોંચ્યા લદ્દાખ, તૈયારીઓની કરી સમીક્ષા

v r chaudhari
Share Now

છેલ્લા ઘણા સમયથી પૂર્વી લદ્દાખ પર ચીન સાથે તણાવ ચાલી રહ્યો છે. ત્યારે આ બધા વચ્ચે એરફોર્સ ચીફ વી આર ચૌધરીએ(v r chaudhari) આ વિસ્તારની મુલાકાત લીધી છે. લદ્દાખ પહોંચ્યા બાદ, વાયુસેના પ્રમુખે અહીંની તૈયારીઓનો અને જાણકારી મેળવી હતી આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ પણ બે અઠવાડિયા પહેલા લદ્દાખની મુલાકાત લીધી હતી.

કાર્યભાર સંભાળ્યા બાદ પ્રથમ મુલાકાત 

આ મહિને એર ચીફ ઓફ એર સ્ટાફનો કાર્યભાર સંભાળ્યા બાદ એર ચીફ માર્શલ વી આર ચૌધરીની(v r chaudhari )લદ્દાખની આ પ્રથમ મુલાકાત છે. વાયુસેનાએ જણાવ્યું કે શનિવારે એર ચીફ માર્શલ ચૌધરીએ લેહમાં એરફોર્સ સ્ટેશન અને ઉત્તરીય ક્ષેત્રમાં ભારતીય વાયુસેનાની તૈનાતીની જાણકારી મેળવી હતી.

વાયુસેનાના કર્મચારીઓ સાથે વાત કરી

વાયુસેનાના વડાએ(air force) ભારતની તૈયારીઓની જાણકારી પણ લીધી, તેમજ એરબેઝના કર્મચારીઓ અને વાયુસેનાના કર્મચારીઓ સાથે વાત કરી હતી. 8 મી ઓક્ટોબરે 89 મા વાયુસેના દિવસ નિમિત્તે એર ચીફ માર્શલ ચૌધરીએ કહ્યું હતું કે પૂર્વી લદ્દાખમાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) ની હાજરી વધી છે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે આનાથી વાયુસેનામાં બહુ ફરક પડવાનો નથી. તેમણે કહ્યું હતું કે ચીની વાયુસેનાએ એલએસી નજીક ત્રણ એરફિલ્ડમાં તેની હાજરી વધારી છે.

ladakh, iaf chiedf v r chaudhjari

આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીર એન્કાઉન્ટરમાં ગુજરાતના જવાને શહાદત વ્હોરી

IAF એ ઉત્તરીય ક્ષેત્રમાં સજ્જતા વધારી 

IAF એ ઉત્તરીય ક્ષેત્રમાં સજ્જતા વધારી છે, જ્યાં IGLA સપાટીથી હવામાં મિસાઇલો સાથે ધીમી ગતિએ ચાલતા હેલિકોપ્ટર અથવા માનવરહિત મિશનનો સામનો કરવા સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે.

10 મી ઓક્ટોબરે 13માં રાઉન્ડની વાતચીત યોજાઈ હતી

ભારત અને ચીન વચ્ચે તણાવ ઓછો કરવા માટે 10 મી ઓક્ટોબરે 13માં રાઉન્ડની વાતચીત યોજાઈ હતી. લગભગ સાડા આઠ કલાક સુધી થયેલી મંત્રણા પણ અનિર્ણિત હતી. બેઠક બાદ ભારતીય સેનાએ જણાવ્યું હતું કે વિવાદ ઉકેલવા માટે ભારત દ્વારા ઘણા રચનાત્મક સૂચનો કરવામાં આવ્યા હતા, પરંતુ ચીને ન તો સંમતિ દર્શાવી કે ન તો કોઈ પ્રસ્તાવ મૂક્યો, જેની પર વધુ ચર્ચા થઈ શકે.

એલએસી પર હજુ પણ તણાવ ચાલુ

ગત વર્ષે મે મહિનાથી પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે વિવાદ શરૂ થયો હતો. અત્યાર સુધી બંને દેશોની સેનાઓ વચ્ચે ઘણા વિસ્તારોમાંથી ખસી જવા માટે સમજૂતી થઈ ચૂકી છે, પરંતુ એલએસી પર હજુ પણ તણાવ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી પૂર્વી લદ્દાખ પર ચીન સાથે તણાવ ચાલી રહ્યો છે. ત્યારે આ બધા વચ્ચે એરફોર્સ ચીફ વી આર ચૌધરીએ આ વિસ્તારની મુલાકાત લીધી છે. લદ્દાખ પહોંચ્યા બાદ, વાયુસેના પ્રમુખે અહીંની તૈયારીઓનો અને જાણકારી મેળવી હતી આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ પણ બે અઠવાડિયા પહેલા લદ્દાખની મુલાકાત લીધી હતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjT&k news

No comments

leave a comment