Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeસ્ટાર્ટ અપનાદારીના 47% કેસમાં કંપનીઓનું કોઈ ખરીદાર ન મળ્યું, લિક્વિડેશન કરવું પડ્યું

નાદારીના 47% કેસમાં કંપનીઓનું કોઈ ખરીદાર ન મળ્યું, લિક્વિડેશન કરવું પડ્યું

IBC Liquidation: Almost 50% cases Not Getting any buyer, Went to liquidation under IBC, says IBBI
Share Now

નવી દિલ્હી : ભારતમાં કંપનીઓના વધી રહેલ ડિફોલ્ટના કેસના ધ્યાને રાખીને મોદી સરકારે નાદારી એન્ડ બેંકરપ્સી કોડનો કાયદો લાગુ કર્યો હતો. જોકે સરકારને આ કાયદા હેઠળ ધાર્યા પ્રમાણે સફળતા નથી મળી રહી અને વધુ ને વધુ કેસ ફડચા(IBC Liquidation)માં જઈ રહ્યાં છે. 

IBC Liquidation

IBC Liquidation

નાદારી કાયદા હેઠળ ચાલુ નાણાંકીય વર્ષમાં જૂન માસ સુધી IBC કાયદા હેઠળ અંદાજે 47 ટકા કેસો માત્ર ફડચામાં એટલેકે લિક્વિડેશ(IBC Liquidation)માં જ ગયા છે. ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયા(IBBI)ના નિવેદન અનુસાર 1349 કેસ નાદારી માટે આવ્યા છે.

જૂનના અંત સુધી કુલ 4531 CIRP(કોર્પોરેટ ઈન્સોલવન્સી રિસોલ્યુશન પ્રોસેસ)ની શરૂઆત થઈ, જેમાંથી 2859ને બંધ કરવાની ફરજ પડી છે.

IBBIના તાજેતરના કવાર્ટરલી રીપોર્ટ અનુસાર આમાંથી 1349 સીઆઇઆરપી ફડચામાં ગયા હતા, જ્યારે 396 કેસોના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપવામાં આવી હતી. IBBI એ કહ્યું કે બંધ થયેલ CIRPમાંથી લગભગ 47% લિક્વિડેશન(IBC Liquidation)માં ગયા, જ્યારે 14 ટકા માટે રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપવામાં આવી.

જોકે, CIRPમાંથી 75 ટકા(1,349 માંથી 1,011)કે જે લિક્વિડેશન(IBC Liquidation)માં ગયા હતા તે અગાઉ ઔદ્યોગિક અને નાણાકીય પુનઃનિર્માણ બોર્ડ (BIFR) માં હતા અથવા નિષ્ક્રિય હતા. આમાંના મોટાભાગના કોર્પોરેટ દેવાદારોનું આર્થિક મૂલ્ય તેઓ CIRPમાં આવે તે પહેલા લગભગ સંપૂર્ણપણે નાશ પામ્યા હતા.

આ પણ વાંચો  : રીઝર્વ બેન્કે ફિક્સ ડીપોઝીટના નિયમોમાં કર્યા ફેરફાર, હવેથી FD પર મળશે ઓછુ વ્યાજ

લેણદારોની સંપત્તિનું ધોવાણ

M S Sahoo takes charge as Insolvency and Bankruptcy Board chief | Business Standard News

 

IBBIએ નિવેદનમાં ટાંક્યું છે કે મોટાભાગના કેસમાં કોર્પોરેટ ઈન્સોલવન્સી રિસોલ્યુશન પ્રોસેસ શરૂ થતા પહેલા જ તેનું આર્થિક મૂલ્ય ઘટી ગયું છે.

આ કોર્પોરેટ દેવાદારોની એસેટ વેલ્યુ સરેરાશ બાકી લોનની રકમના લગભગ સાત ટકા હતી. તાજેતરના દિવસોમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે ઈન્સોલવન્સી એન્ડ બેન્કકરપ્સી કોડ (IBC) હેઠળ જતી કંપનીઓ માટે ઠરાવ દરખાસ્તો બાકી દેવાની વસૂલાતમાં ભારે ઘટાડો કરી રહી છે અને ઘણી કંપનીઓને ફડચામાં મોકલી રહી છે. IBC કાયદો પાંચ વર્ષ માટે અમલમાં છે.

 

આ પણ વાંચો  : મોદી સરકાર આપી રહી છે 50,000 કમાવવાનો મોકો….17 સપ્ટેમ્બર છે છેલ્લી તારીખ, તક ચૂકતા નહિ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment