Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeસ્પોર્ટ્સવિલિયમસનને પાછળ ધકેલી કોણ બન્યું નંબર 1 ?

વિલિયમસનને પાછળ ધકેલી કોણ બન્યું નંબર 1 ?

ICC TEST RANKING
Share Now

ICC દ્વારા ટેસ્ટ બેટ્સમેનની રેન્કિંગ (ICC TEST RANKINGS) જાહેર કરવામાં આવી છે. તેમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન વિલિયમસન પ્રથમ માંથી બીજા સ્થાન પર આવી ગયો છે. અને પ્રથમ નંબરે ફરી ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથ આવી ગયો છે. વિલિયમસન ઈન્જર્ડ હોવાથી ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ ગુમાવી હતી. WTC ફાઇનલ માટે વિલિયમસન ફિટ છે તેવું ટીમના વાઇસ કૅપ્ટન ટોમ લેથમએ જણાવ્યું હતું. WTC ફાઇનલ 18 જૂને ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાંશે. આ સાથે ત્રીજો ક્રમ ઓસ્ટ્રેલિયાના ખેલાડી લાબુંશેને જાળવી રાખ્યું છે.

કોહલી ચોથા ક્રમે, રોહિત અને પંત છઠ્ઠા ક્રમે

 

જયારે એક સમયે ટોચનો ક્રમ ધરાવતા ઇન્ડિયન કેપ્ટન વિરાટ કોહલીના રેન્કિંગમાં પણ સુધારો જોવા મળ્યો હતો. અને રન મશીન કોહલી 4 ક્રમે આવી ગયો છે. વિરાટ આમ તો ત્રણેય ફોરમેન્ટમાં સારો દેખાવ કરતો આવ્યો છે. જયારે ટૂંક સમયમાં સારો દેખાવ કરી રિષભ પંત અને રોહિત શર્મા બંને છઠ્ઠા ક્રમે આવી ગયા છે. બંને આક્રમકઃ અંદાજમાં રમીને ઘણા રન બનવ્યા અને ભારતને જીત અપાવી છે. રિષભ પંતે ઓસ્ટ્રેલિયા સામે શાનદાર દેખાવ કર્યો અને એકલા હાથે મેચ જીતાડી ગાબામાં 27 વર્ષ બાદ કોઈ ટીમે ઑસ્ટ્રેલિયાને હારવી હતી. તે ટીમ ભારત હતી જેને ઑસ્ટ્રેલિયાને કારમી હાર આપી હતી. જયારે ટેસ્ટ બોલરની રેન્કિંગમાં અશ્વિન બીજા સ્થાન પર આવી ગયો છે. અને ટેસ્ટ બોલર રેન્કિંગમાં એક માત્ર ભારતીય છે. અને ટેસ્ટ ઓલ રાઉન્ડર રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજા બીજા સ્થાને છે.

બેટ્સમેન દેશ રેટિંગ
સ્મિથ ઓસ્ટ્રેલિયા 891
વિલિયમસન ન્યૂઝીલેન્ડ 886
લાબુશેન ઓસ્ટ્રેલિયા 878
કોહલી ભારત 814

 

 

 

Ravichandran Ashwin

PC SKYSPORTS

બોલર દેશ રેટિંગ
કમિન્સ ઓસ્ટ્રેલિયા 908
અશ્વિન ભારત 850
સાઉથી ન્યૂઝીલેન્ડ 830
હેઝલવુડ ઓસ્ટ્રેલિયા 816

 

ICC ટેસ્ટ રેન્કિંગ(ICC TEST RANKINGS)

ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતને પાછળ પાડી ન્યૂઝીલેન્ડ પ્રથમ ક્રમે આવી ગયું છે. હવે ભારત WTC ફાઇનલ જીતે તો ભારત ફરી પ્રથમ સ્થાને આવી જશે. ન્યૂઝીલેન્ડ 123 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને છે જયારે ભારત 121 પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. ત્રીજા ક્રમ પર ઓસ્ટ્રેલિયા 108 પોઇન્ટ સાથે છે. જયારે ઇંગ્લેન્ડ 107 પોઇન્ટ સાથે ચોથા ક્રમે છે. અને પાંચમાં સ્થાને પાકિસ્તાન 94 પોઇન્ટ પર છે.

આ પણ વાંચો:રોનાલ્ડોને કારણે કોને થયું કરોડોનું નુકશાન ?

ગઈ કાલથી WTC ફાઇનલ રમાવા જઈ રહી છે. આ ફાઇનલ ઇંગ્લેન્ડ ખાતે યોજાવાની છે. આ ફાઇનલ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી ગઈ છે.  વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ મેદાનમાં ઉતરશે. આ સાથે ન્યૂઝીલેન્ડ ટીમની કમાન કેન વિલિયમસનના હાથમાં છે. બંને કેપ્ટન પોતાની ટીમને જીત અપાવવા રણનીતિ તૈયાર કરી લીધી છે. આ મેચથી પ્રથમ વાર ટેસ્ટ ચેમ્પિયન મળશે. આ ટુર્નામેન્ટ છેલ્લા 2 વર્ષથી ચાલી રહી હતી. તેમાં ટોચની બે ટીમો ફાઇનલમાં ટકરાશે. આ ફાઇનલ બાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચ યોજાવાની છે. અને ત્યારે જ ભારતની બીજી ટીમ શ્રીલંકા પ્રવાસે જવાની છે. તેમાં ભારત અને શ્રીલકા વચ્ચે 3 વન ડે અને 3 T-20 યોજાવાની છે.

No comments

leave a comment