Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝરવીન્દ્ર જાડેજા ઓલ-રાઉન્ડર કેટેગરીમાં બન્યો નંબર-૧, મોહાલી ટેસ્ટમાં કર્યું હતું ધમાકેદાર પરફોર્મન્સ.

રવીન્દ્ર જાડેજા ઓલ-રાઉન્ડર કેટેગરીમાં બન્યો નંબર-૧, મોહાલી ટેસ્ટમાં કર્યું હતું ધમાકેદાર પરફોર્મન્સ.

ICC
Share Now

ICC Test Rankings: ICCએ આજે ટેસ્ટ રેંકિંગ્સ જાહેર કર્યા છે. જેમાં ભારતીય ટીમનો સ્ટાર ઓલ-રાઉન્ડર રવીન્દ્ર જાડેજા ICC Test Rankingsની ઓલ-રાઉન્ડરની કેટેગરીમાં નંબર-૧ બની ગયો છે. તેણે મોહાલી ટેસ્ટ મેચમાં ૧૭૫ રન ફટકાર્યા હતા, અને કુલ ૯ ઝડપી હતી. તેના આ ધમાકેદાર પરફોર્મન્સનાં સહારે આજે તેણે ICC Test Rankingsની સૂચીમાં પ્રથમ સ્થાન ગ્રહણ કર્યું છે.

આ મેચ પહેલાં રવીન્દ્ર જાડેજાનાં ૩૨૬ પોઇન્ટ્સ હતા. જે મોહાલી ટેસ્ટ મેચ બાદ તેના ઓલ-રાઉન્ડર કેટેગરીમાં કુલ ૪૦૬ પોઇન્ટ્સ થઈ ગયા છે. આ પહેલાં જાડેજા ઓગસ્ટ-૧૭ માં એક અઠવાડિયા સુધી નંબર-૧ રહ્યો હતો. આ સૂચીમાં બીજા નંબર પર વેસ્ટ-ઈંડીઝનો જેસન હોલ્ડર છે. આ પછી ભારત તરફથી સૌથી વધુ વિકેટ ખેડવવામાં બીજા નંબર પર આવેલા રવિચંદ્રન અશ્વિન છે.

ટેસ્ટ રેંકિંગ્સમાં બેટ્સમેનોમાં કોણે રેન્કિંગ સુધાર્યું?

ICC Test Rankings: આ કેટેગરીમાં ભારતનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પોતાનું રેન્કિંગ સુધાર્યું છે. તેણે ૪૫ રન માર્યા બદલ તે હવે ૫માં નંબર પર આવી ગયો છે. જ્યારે ભારતનો યુવા વિકેટ-કીપર બેટ્સમેન રિષભ પંતે મોહાલી ટેસ્ટ મેચમાં ૯૬ રન ફટકાર્યા હતા. આ બદલ પંતે ૧૦મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. રાવલપિંડી ટેસ્ટ મેચમાં બન્ને ઇનિંગ્સમાં સદી ફટકારવા બદલ પાકિસ્તાની ઓપનર ઈમામ-ઉલ-હક પણ ૪૭૭ પોઇન્ટ્સ સાથે હવે ૬૩ માં ક્રમ પર આવી ગયો છે. આ કેટગરીમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન લાબુશેનએ પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે બીજા નંબર પર ઈંગ્લેન્ડ કેપ્ટન જો રૂટે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. 

આ પણ વાંચો:  IPLનું કાઉન્ટ ડાઉન શરૂ, RCB ટૂંક સમયમાં પોતાના કેપ્ટનનું નામ બહાર પાડશે.

ટેસ્ટ રેંકિંગ્સમાં બોલરોની સૂચીમાં કોણ પ્રથમ સ્થાન પર છે?

ICC Test Rankings: આ કેટેગરીમાં ૮૯૨ પોઇન્ટ્સ સાથે ઓસ્ટ્રેલિયન પેસર અને કેપ્ટન પેટ કમિન્સ નંબર ૧ છે. જ્યારે આ સૂચીમાં ૮૫૦ પોઇન્ટ્સ સાથે બીજા નંબર પર રવિચંદ્રન અશ્વિન છે. જ્યારે ૮૩૫ પોઇન્ટ્સ સાથે સાઉથ આફ્રિકન પેસર કાગીસૉ રબાડા ત્રીજા નંબર પર છે. આ સૂચીમાં ૧૦ માં નંબર પર ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ છે.   

વધુ માહિતી માટે જોડાયેલા રહો OTT INDIA  સાથે..         

No comments

leave a comment