નવી દિલ્હી : ભારતમાં કોરોના મહામારી કાબૂમાં છે. બીજી લહેરની ઘાતક અસરો બાદ સંભવિત ત્રીજી લહેર પૂર્વે જ દેશમાં રસીકરણ ઝડપી બનાવાતા મોદી સરકાર હવે જો આવે તો પણ ત્રીજી લહેર સામે મક્કમતાથી લડી શકે છે તેવી આશા તબીબી નિષ્ણાંતો વ્યકત કરી રહ્યાં છે. જોકે ભારતીય અર્થતંત્રમાં પણ આ બીજી તરંગ બાદ શાનદાર સુધારો જોવા મળી રહ્યો છે અને સમગ્ર વર્ષ દરમિયાન આ તેજી ચાલુ રહેશે તેવી ધારણા દિગ્ગજ રેટિંગ એજન્સી ઈક્રાએ કરી છે અને દેશનો જીડીપી વૃદ્ધિઆંક લક્ષ્યાંક(ICRA India GDP Forecast) પણ સુધાર્યો છે.
ICRA India GDP Forecast
રેટિંગ એજન્સી ઈક્રા(ICRA)એ વર્ષ ૨૦૨૧-૨૨ માટે ભારતનો વિકાસ દરનો અંદાજ વધારી દીઘો છે. સોમવારે પ્રસિદ્ધ કરેલ રીપોર્ટ અનુસાર ભારતીય અર્થતંત્ર ૯ ટકાની તેજી સાથે આગળ વધી શકે છે. આ પહેલા ૮ ટકાના વિકાસ દરનો અંદાજ આપ્યો હતો. ઈક્રાના અહેવાલ અનુસાર તેને આશા છે કે નાણાંકીય વર્ષના બીજા છ માસિકગાળામાં સુધારાની સંભાવના વધુ સારી લાગી રહી છે.
આ પણ વાંચો : પૈસા તૈયાર રાખજો….!!! દિવાળી ટાણે રૂ. 45,000 કરોડ એકત્ર કરવા આવી રહ્યાં છે 30 IPO
અનુમાન સુધારવા પાછળનું કારણ ?
રેટિંગ એજન્સીના જણાવ્યા અનુસાર કોરોના રસીકરણમાં તેજી,ખરીફ પાકને લઈને સારી ધારણા અને સરકાર દ્વારા કરાઈ રહેલા ખર્ચને જોતા અંદાજમાં સુધારો કરાયો છે.
ઈક્રાના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે કહ્યું હતું કે કોરોના રસીકરણના કવરેજથી આશા છે કે અર્થવ્યવસ્થામાં આત્મવિશ્વાસ વધશે જેના કારણે કોરોના અને લોકડાઉનના પગલે મંદીમાં સપડાયેલ ક્ષેત્રમાં માંગ વધશે અને મહામારીથી સૌથી વધારે દબાણ વાળા અર્થતંત્રમાં રિકવરીમાં મદદ મળી શકે છે.
તેમણે કહ્યું હતું કે ખરીફ સીઝનમાં સારા પાકથી કૃષિ ક્ષેત્રમાં માંગ વધવાની રહેવાની સંભાવના છે જયારે કેન્દ્ર સરકાર દ્વારા ખર્ચ વધારવાથી ગ્રાહક માંગને વધુ આશરો મળશે.
રસીકરણ જ સૌથી મોટું શસ્ત્ર
તેની સાથે જ ઈક્રાએ ધારણા વ્યકત કરી છે કે ૧ થી ૨૬ સપ્ટેમ્બર વચ્ચે ૯૦ લાખ ડોઝની રસીકરણ એવેરેજને આગામી દિવસોમાં પણ જાળવી રાખવામાં આવે તો લગભગ ત્રણ ચતુર્તાંશ પુખ્તવયના ભારતીયોને ૨૦૨૧ના અંત સુધી કોરોના રસીનો બીજો ડોઝ મળી જશે.જેની સાથે સાથે વાવેતરના વિલંબના કારણે ખરીફ પાકનું વાવેતર ગત વર્ષના રેકોર્ડ ક્ષેત્ર સમાન લાવવામાં મદદ મળી છે.જેના કારણે એજન્સીએ ૨૦૨૧-૨૨ના બીજા અને ત્રીજા ત્રિમાસિક ગાળામાં કૃષિ,વનીકરણ અને માછલી પકડવા માટે પોતાના જીવીએ વિકાસ અંદાજને સંશોધિત કરીને ૩ ટકા કરી દીઘો છે જે પહેલા ૨ ટકા હતો.જો કે સપ્ટેમ્બર ૨૦૨૧માં ઔધોગિક ક્ષેત્રની ધારણામાં કમી છે જયારે સેમી કંડકટરની કમીના કારણે ઓટો સેક્ટર પર પણ દબાણ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે વર્ષ 2020-૨૧માં ૭.૩ ટકાના ઘટાડા બાદ ચાલુ નાણાંકીય વર્ષમાં ઝડપી રીકવરીની આશા હતી પરંતુ કોરોનાની બીજી લહેરના કારણે નિષ્ણાતો વૃદ્ધિ દર મામલે હવે વધારે સાવધાની રાખી રહ્યા છે.આ પહેલા રીઝર્વે બેન્કે ધારણા વ્યક્ત કરી હતી કે ચાલુ નાણાંકીય વર્ષમાં અર્થવ્યવસ્થા ૯.૫ ટકાની સરસાઈ નોધાવી શકે છે.
આ પણ વાંચો : FDથી વધુ વ્યાજ આપે છે પોસ્ટ ઓફિસની વિવિધ યોજનાઓ
ત્રીજી લહેર જ એકમાત્ર શંકા
જોકે આગામી સમયની સૌથી મોટી ચિંતા ચીન નહિ પરંતુ, વિશ્વ અને ભારતીય અર્થવ્યવસ્થા પર કોરોનાની ત્રીજી લહેર જ છે તેમ નાયરે ઉમેર્યું હતુ તેથી 9 ટકા જીડીપી વૃદ્ધિના સુધારેલા અંદાજ સાથે કોશન આઉટલુક પણ રેટિંગ એજન્સીએ રાખ્યું છે. ૯ ટકા વૃદ્ધિ દરના સંશોધિત અનુમાન માટે સૌથી મોટું જોખમ સંભવિત ત્રીજી લહેર છે.
આ પણ વાંચો : તહેવારોની સીઝનમાં છે ઘર ખરીદવાનો પ્લાન ? 10 વર્ષમાં સૌથી ઓછા વ્યાજદર ઓફર કરી રહી છે બેન્ક-NBFCs
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4