સાબરકાંઠામાં હિંમતનગર નજીક આવેલ (IDARIYO GADH) ઈડરિયો ગઢ આજકાલ સમાચારમાં છે. પથ્થરોનું ખનન કરતા તત્વોએ આ બેનમૂન ખડકો ધરાવતા પર્વતોનું નિકં
દન કાઢી નાખ્યું છે. વિધિની વક્રતા તો જુઓ જે અમિતાભ બચ્ચન ગુજરાતના પ્રવાસન અને વિરાસતમાં બ્રાન્ડ એમ્બેસેડર છે તેને જ રજૂ કરીને આપણે (IDARIYO GADH) ઈડરિયો ગઢ નષ્ટ પામી રહ્યો છે તેનું નિરૂપણ કરવું પડે છે.
જી હા ૧૯૯૨માં અમિતાભ બચ્ચન ઈડરના ખાસ ખડકો જેવા પથ્થરથી બનેલા ડુંગરોની વાતોથી આકર્ષાઈ “કભી કભી” નામના પોપ આલબમના ગીતના શુટિંગ માટે ખાસ ઇડર આવ્યા હતા. ટાઇટલ સોંગમાં તેમની હિરોઈન સાઉથની અભિનેત્રી સૌંદયા હતી જેનું થોડા વર્ષો પછી વિમાન અકસ્માતમાં નિધન થયું હતું.
આ પણ વાંચો: નેધરલેન્ડનું રાષ્ટ્રીય પક્ષી ભારતમાં?
ગુજરાતના જાણીતા પોપ ગાયક દેવાંગ પટેલ અને તેમના અભિનેતા ભાઈ સંદીપ પટેલએ મને ખાસ કહ્યું હતું કે અમિતજી ઇડર આવે છે કોઈ મીડિયાને ખબર નથી આપવાની તમે પહોંચી જજો. ગુજરાત સમાચારમાં હું નવો સવો જ જોડાયેલો. મારા માથા પર અમિતાભ જેટલા વાળ તો નહીં પણ સાવ અત્યાર જેવા પણ હાલ નહોતા. અને તે વખતે હું મૂછ રાખતો.અત્યારે તો કોઈ એમ જ કહે કે આ તમે ના હો.
ભલે ભાઈ અમારા નસીબ અમિતાભ જેવા નથી પણ અમિતાભની ચાર વખત વન ટુ વન મુલાકાત લેવા જેટલો તો નસીબદાર નીવડ્યો જ છું.ખેર, અમિતાભ અને સૌંદર્યા શૂટિંગ કરતા હતા તે ડુંગર પર ટ્રેકિંગ કરતો હોઉં તેમ ચઢી ગયો.મોટે ભાગે જરા પણ પરિચિત નહોતા તેવા નિર્દેશક રાકેશ મહેરા પણ હતા. અમિતાભે શૂટિંગમાં બ્રેક લીધો અને તેમને અખબારનો પરિચય આપીને વિનંતી કરી.જેમની ફિલ્મો જોવા તે વખતે પણ થિયેટરની બહાર ટિકિટ લેવા ભીડમાં ઊભા રહીને લાલાના દંડા (તે વખતે સિક્યોરિટી સ્ટાફ)ખાતા હતા તે મહાઅભિનેતા આજે બરાબર એક ફૂટ અંતરે ગોઠવેલ ખુરશીમાં બેઠા હતા.
પૂરી વીસ મિનિટ વાતો કરી.તસવીરકાર સ્વ. જી.એચ.માસ્ટર હાજર હતા અને પડી ગઈ એક યાદગાર તસવીર.પછી તો બીજે દિવસે પણ (IDARIYO GADH) ઇડર ગયો અને અખબારમાં પ્રકાશિત તેમનો ઇન્ટરવ્યૂ બતાવ્યો.બહુ ખુશ થયા.તે દિવસે તસવીરકાર ઝવેરીલાલ મહેતા સવારે છ વાગે પહોંચી ગયેલા.ઝવેરીલાલ મહેતા હોમ વર્ક કરીને ગયા હતા. તેમણે એ જાણી લીધું હતું કે શૂટિંગ માટે કોઈ નહીં આવ્યું હોય ત્યારે એકલા અમિતાભ લોકેશન પર મેક અપ અને રિહર્સલ કરતાં બેઠા હશે.
આ અમિતાભની નિષ્ઠા અને નિયમિતતા આજ સુધી જળવાયેલી છે.તેમની વેનની બહાર અમિતાભ એકલા જ બેઠા અરીસા સામે જોઇને મેક અપ કરે છે તેવી તસવીર ઝવેરીલાલ મહેતાએ ખેંચી.અમિતાભ પણ ઝવેરીલાલને માની ગયા.આ તસવીર ગુજરાત સમાચારમાં બીજે દિવસે પ્રકાશિત થઈ હતી…તો આ હતી પુરાની યાદે..અમે તે દિવસે (IDARIYO GADH) ઈડરિયો ગઢ જીત્યા હોઈએ તેટલા ખુશ હતા. આવી તો બહુ બધી વાતો છે..ફરી કોઈક વખત ચાનક ચઢશે ત્યારે પોસ્ટ કરતાં રહીશું. -ભવેન કચ્છી
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4