Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝIDBI બેંકના ખાનગીકરણ મુદ્દે મોટા સમાચાર : સાત કંપનીઓએ બોલી લગાવી

IDBI બેંકના ખાનગીકરણ મુદ્દે મોટા સમાચાર : સાત કંપનીઓએ બોલી લગાવી

IDBI Bank Disinvestment: Seven Companies Bid For IDBI Bank Strategic Sale
Share Now

નવી દિલ્હી : ભારત સરકાર ખાનગીકરણની યોજનાને આગળ વધારવા માટે હવે સરકારી બેંકોને આગળ કરી રહી છે. જાહેર ક્ષેત્રની બેંકો સરકારી તિજોરી માટે મોટું ભારણ બનતી હોવાથી અને કાર્યશૈલીમાં સુધારો ન આવવાથી હવે સરકારી બેંકો અને ઈન્શ્યોરન્સ કંપનીઓને વેચવા થવા અંકુશાત્મક હિસ્સો વેચવા માટેની યોજના પર કામ કરી રહી છે. PSU બેંકોના ખાનગીકરણમાં સરકારની પ્રથમ પસંદગી આઈડીબીઆઇ બેંક છે. સરકાર આઈડીબીઆઈના ખાનગીકરણ(IDBI Bank Disinvestment)ના અંતિમ તબક્કામાં પહોંચી છે.

IDBI Bank Stake Sale from Govt of India and LIC

IDBI Bank Disinvestment

IDBI બેંકના વેચાણ અંગે એક મહતવના સમાચાર બહાર આવ્યાં છે. આઇડીબીઆઇ બેન્કના વ્યૂહાત્મક વેચાણનું સંચાલન કરવા માટે અનેક દિગ્ગજ કંપનીઓ વચ્ચે હોટ જામી છે જેએમ ફાઇનાન્સિયલ, અર્ન્સ્ટ એન્ડ યંગ અને ડેલોઇટ સહિત કુલ સાત કંપનીઓ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) સમક્ષ 10 ઓગસ્ટના રોજ વર્ચ્યુઅલ પ્રેઝન્ટેશન કરશે, જે સરકાર વતી બેંકનું વ્યૂહાત્મક વેચાણ સંભાળી રહ્યું છે.

આ પણ વાંચો : નીરજ ચોપડા જ નહીં તમામ નીરજ પર ઓફરની લહાણી, કયાંક પેટ્રો લ તો ક્યાંક રોપવેની સવારી ફ્રી…

ટ્રાન્ઝેક્શન સલાહકારની રેસમાં 7 કંપનીઓ

બેંકમાં કેટલો હિસ્સો વેચવામાં આવશે તે અંગેનો આંકડો પાછળથી જાહેર કરવામાં આવશે. IDBI Bank Disinvestment માટેના આ વ્યૂહાત્મક વેચાણના ટ્રાન્ઝેક્શન એડવાઇઝરની ભૂમિકા માટે ડેલોઇટ ટચ તોહમાત્સુ ઇન્ડિયન એલએલપી, અર્ન્સ્ટ એન્ડ યંગ એલએલપી, આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝ, જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ, કેપીએમજી, આરબીએસએ કેપિટલ એડવાઇઝર્સ એલએલપી અને એસબીઆઇ કેપિટલ માર્કેટે બિડ કરી છે.

સરકાર અને LIC સંપૂર્ણ હિસ્સેદારી વેચશે ?

બેંકની વિનિવેશ પ્રક્રિયા(IDBI Bank Disinvestment)માં સરકાર પોતાના પાસેથી અંકુશાત્મક હિસ્સો જતો કરશે તે તો નક્કી જ છે. IDBI બેંકનું સંચાલન અત્યારે જીવન વીમા નિગમ (LIC) દ્વારા કરવામાં આવે છે, કારણ કે તે બેંકમાં 49.24% હિસ્સો ધરાવે છે. આ સિવાય સરકાર બેંકમાં 45.48% હિસ્સો ધરાવે છે. આમ નોન-પ્રમોટર શેરહોલ્ડિંગ 5.29%છે. સરકાર વ્યૂહાત્મક વેચાણમાં તેનો અને LICનો સંપૂર્ણ હિસ્સો વેચવાની ઈચ્છા સાથે આગળ વધી રહી છે. જો છેવટે યોગ્ય ખરીદાર નહિ મળે તો સરકાર તમામ હિસ્સો વેચશે પરંતુ, LIC પાસે અમુક હિસ્સો બાકી રાખી શકે છે.

LIC-IDBI Bank merger

કેબિનેટની મે મહિનામાં જ મળી છે મંજૂરી

જૂન, 2021માં સરકારે IDBI બેંકના વ્યૂહાત્મક વિનિવેશ(IDBI Bank Disinvestment)નું સંચાલન કરવા માટે પ્રતિષ્ઠિત વ્યાવસાયિક સલાહકાર કંપનીઓ/ રોકાણ બેન્કરો/ મર્ચન્ટ બેન્કરો/ નાણાંકીય સંસ્થાઓ/ બેન્કો વગેરે પાસેથી બિડ મંગાવ્યા હતા. આ બોલી લગાવવા માટેની અંતિમ તારીખ 13 જુલાઈ હતી, જે વધારીને 22 જુલાઈ કરવામાં આવી હતી. અગાઉ, મોદી કેન્દ્રિય કેબિનેટે મે,2021માં વ્યૂહાત્મક વિનિવેશ(IDBI Bank Disinvestment)ને મંજૂરી આપી હતી.

આ પણ વાંચો : હવે હાઈવે પર ધૂમ મચાવવાની તૈયારીમાં છે મુકેશ અંબાણી, શરૂ કરશે આ બિઝનેસ

સરકારનો રેકોર્ડ વિનિવેશનો લક્ષ્યાંક

નાણામંત્રી નિર્મલા સીતારમણે 2021-22ના બજેટમાં કહ્યું હતું કે IDBIબેંકના ખાનગીકરણની પ્રક્રિયા ચાલુ નાણાકીય વર્ષમાં પૂર્ણ થશે. સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં લઘુમતી હિસ્સા વેચાણ અને ખાનગીકરણ થકી કુલ રૂ. 1.75 લાખ કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જેમાં જાહેર ક્ષેત્રની બેંકો અને નાણાકીય સંસ્થાઓમાં સરકારી હિસ્સો વેચીને 1 લાખ કરોડ રૂપિયા હાંસલ કરાશે , જ્યારે સીપીએસઈ ડિસઇન્વેસ્ટમેન્ટથી રૂ. 75,000 કરોડ પ્રાપ્ત કરવાની યોજના છે. ચાલુ નાણાકીય વર્ષમાં અંદાજે છ માસમાં અત્યાર સુધી સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટથી 7648 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment