શુ તમે આજના સમયેમાં એક પણ દિવસ સોશિયલ મીડિયા વગર ક્લ્પના કરી શકો છો. તમારો જવાન ના જ હશે. ખાસ કરીને શહેરના લોકો અને યુવા વર્ગ તેના વગર નહી રહી શકતા. સોશિયલ મીડિયાનો ભારે ઉપયોગ આજકાલ થઇ રહ્યો છે.હવે તો ગામડાના લોકોમાં પણ મોબાઇલ ફોન અને સોશિયલ મિડિયા ભારે પ્રમાણમાં વાપરતા થઇ ગયા છે.અને તેની સાથે જ હવે લોકોમાં તેની આદત પણ પડી ગઇ છે તેવું જોવા મળી રહ્યું છે.તો તેની સાથે જ અલગ અલગ એપ પોતાના નવા નિયમો સાથે આવી રહી છે.તો આજકાલ તો ઈન્સ્ટાગ્રામ (Instagram)ફેસબુક અને બીજી ધણી બધી એપ લોકો વધુ વાપરતા હોય તેવું જોવા મળી રહ્યું છે.તો હવે ઈન્સ્ટાગ્રામ વાપરતા હોય તેમના માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે.તો મફતમાં નહીં યૂઝ કરી શકાય ઈન્સ્ટાગ્રામ અને દર મહિને ચૂકવવા પડી શકે છે રૂપિયા.
મફતમાં નહીં યૂઝ કરી શકાય ઈન્સ્ટાગ્રામ(Instagram)
તો હાલ એવી વાત સામે આવી રહી છે કે હવે ઈન્સ્ટાગ્રામ વાપરવા માટે પૈસાની ચૂકવણી કરવી પડી શકે છે.તો તમને જણાવી દઇએ કે હકીકતે ઈન્સ્ટાગ્રામ (Instagram) એક નવા સબ્સક્રિપ્શન ફીચર પર કામ કરી રહ્યુ છે. અને આ ફિચર હેઠળ કોન્ટેન્ટ એક્સેસ કરવા માટે યુઝર્સને દર મહિને 89 રૂપિયા આપવાના રહેશે.તો ફેસબુક તમારા ડેટાથી સૌથી વધુ પૈસાની કમાણી કરે છે. અને આજ કારણ કે કંપનીની કમાણીનો મોટો ભાગ જાહેરાતોથી આવે છે. કંપનીને જાહેરાત યુઝર ડેટા અને રીચના આધાર પર મળે છે. એટલે કે તમારા ડેટા અને તમારા કારણે ફેસબુક(facebook) પૈસા કમાય છે. તેમ છતા હવે કંપની તમારી પાસે પૈસા માંગવાની તૈયારી કરી રહી છે. તેની શરૂઆત ઈન્સ્ટાગ્રામથી થઈ રહી છે.અને થોડા સમય બાદ ફેસબુક પર પણ પે કરવા પડી શકે છે. એવું જોવા મળી રહ્યું છે. કંપનીની દલીલ એ છે કે તેમાં ક્રિએટર્સ અને ઈન્ફ્લુએન્સર્સનો ફાયદો મળશે તેવી વાત કંપની તરફથી જાણ કરવામાં આવી છે. પરંતુ આ દલીલ અડધી સાચી છે. તો અત્યાર માટે તો આ 89 રૂપિયા દર મહિનાના ચાર્જ પર આપવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે.પરંતુ જ્યારે યુઝર્સ માટે આવશે તો તેમાં ફેરફાર સાથે પણ કરવામાં આવી શકે છે. તોઅત્યાર સુધી આ ફિચર્સ રોલ આઉટ નથી કરવામાં આવ્યા નથી.
આ પણ વાંચો :ભાવનગરનું તાળું “મુબારક મકબરો” હું નિષ્ઠાવાન ચોકીદાર!
ઈન્સ્ટાગ્રામ (Instagram) સબ્સક્રિપ્શન લેવાનું રહેશે
ઈન્સ્ટાગ્રામ દ્વારા સબ્સક્રિપ્શનને લઇ ટ્વીટ કરવામાં આવી છે.તો તેમા જણાવવામાં આવ્યું છે કે જે ક્રિએટર્સની પ્રોફાઈલ પર જોવા મળશે.અને આ પ્રોફાઈલ થકી પણ તમને પૈસા મળી શકે છે.તો સાથે એમ પણ જાહેર કર્યું કે જો તમારે પોતાના પસંદગીના ક્રિએટર્સને કોન્ટેન્ટ દર્શાવવું છે તો તેના માટે સબ્સક્રિપ્શન લેવાનું રહેશે.જોકે આ ક્રિએટર્સને તમામ કોન્ટેન્ટ માટે નહીં લાવવામાં આવે. કદાચ તેને કંપની લિમિટેડ અને ખાસ કોન્ટેન્ટ માટે જ રાખવામાં આવશે.તો આ સાથે અમે તમને જણાવી દઇએ કે જો તમે 89 રૂપિયા આપીને સબ્સક્રિપ્શન લો છો તો તમને એક બેઝ પણ મળશે.જ્યારે પણ તમે કમેન્ટ કરશો અથવા મેસેજ કરશો તો આ બેઝ તમારા યુઝરનેમની સામે દેખાશે.એવામાં તે ક્રિએટરથી સમજી શકશે કે તમે પૈસા આપ્યા છે.તો ઈન્સ્ટાગ્રામ(Instagram) પોતાના નવા અંદાજ સાથે આવી રહ્યું છે.
Android: http://bit.ly/3ajxBk4