Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeભક્તિઅહીથી નિકળો તો સાવધાન થઈ જજો..બીડી ના સળગાવી તો મુસીબતમાં મુકાઈ શકો છે.

અહીથી નિકળો તો સાવધાન થઈ જજો..બીડી ના સળગાવી તો મુસીબતમાં મુકાઈ શકો છે.

TEMPAL
Share Now

એક ગામનો રસ્તો એક એવી જગ્યાએથી પ્રસાર થાય છે કે જયાથી નિકળવું મુશ્કેલ બની જાય છે.જો તમે આ ડરાવના રસ્તા પરથી નીકળો છો તો એક વાત ભુલતા નહી. જો આ વાત તમે ભૂલી જશો તો તમે મુસીબતમાં મુકાઇ શકો છો. અને સાથે જ તમારી પર આફત આવી શકે છે.આ રસ્તો એટલો ડરાવનો છે કે અહિંયાથી લોકો નિકળતા પહેલા સો વાર વિચાર કરે છે.તો સાથે જ તમારો જીવ જોખમમાં મુકાઈ શકે છે..તમે રસ્તો  પણ ભુલી શકો છો..તો આ રસ્તો મધ્યપ્રદેશના શિવપુર જિલ્લામાં જંગલ વચ્ચે જાય છે. ધોરેડ સરકારના દરબારમાં..ધોરેડ સરકારના દર્શન કરવા અનેક પ્રવાસીઓ આ રસ્તા પરથી પસાર થાય છે…મનમાં સવાલ થશે કે આ રસ્તા પર મુશ્કેલી શું છે.તો અહિંયા બનેલું નાનું મંદિર છે.જોવામાં ભલે નાનુ અને સામાન્ય લાગેશે. પરંતુ આ મંદિર સામાન્ય તો નથી જ…આ છે શેરબાબા..કહેવાય છે કે ધોરેડ બાબાના દર્શન પહેલા અહીથી પસાર થતા લોકોને શેર બાબાના મંદિરે બીડી લગાવવી જરુરી છે…આ ખાસ વાત અહીથી પસાર થતા લોકોને ચોક્કસ યાદ રાખવી પડે છે..જો બીડીનો ભોગ નથી લગાવ્યો તો મુશ્કેલીઓ શરુ થઈ જાય છે.અને રાહમાં મુસીબતનો સામનો કરવો પડી શકે છે.

શેરબાબા અને ધોરેડ સરકારનું પ્રસિદ્ધ ધામનો શું છે ઇતિહાસ

અહિંયાના લોકોની માન્યતા છે કે જે બીડીનો ભોગ ચઢાવે છે તેની સફર સુરક્ષિત છે…પરંતુ જો કોઈ શ્રદ્ધાળું બીડી લગાવવાનું ભુલ્યો તો જંગલમાં રસ્તો ભટકવાનું નક્કી છે…તો તે ધોરેડ સરકારાના દર્શન પણ નહી કરી શકે,,દાવો તો એ પણ કરવામાં આવે છે કે જો કોઈએ જાણીજોઈને બીડી નથી ચઢાવી તો આ વ્યક્તિને જંગલમાં પાણી પણ નથી મળતું..જંગલમાં જંગલી જાનવરનું ભોજન પણ બની જાય છે..તો આ મંદિર બન્ને મંદિરો સાથે ધણી માન્યતાઓ સચવાયેલી જોવા મળે છે.તો ત્યાના લોકો અવું કહે છે કે  અહી આવી ઘટનાઓ વારંવાર બની છે…બે વર્ષ પહેલા ત્રણ યુવકો રસ્તા ભટકી ગયા અને ભુખ્યા તરસ્યા જંગલમાં જ મોતને ભેટ્યા…આ ઘટનાને લોકો આ દાવા સાથે જોડી રહ્યા છે..તો શેરબાબાને તમે ભોગ ચઢાવ્યા પછી તમારે આગળ રેડ સરકારનું પ્રસિદ્ધ ધામનો સામનો કરવાનો રહે છે.શિવપુર મુખ્યાલયથી 130 કિલોમીટર દૂર ગાઢ જંગલો અને ઝરણાં વચ્ચે ઓમકારની પહાડીમાં બિરાજમાન છે ધોરેડ સરકાર.લગભગ 22 કિલોમીટર જંગલો વચ્ચે ખાડા ટેકરા વાળો રસ્તો પસાર કરી અહી પહોંચી શકાય છે..અહી દરરોજ શ્રદ્ધાળુઓનો જમાવડો હોય છે..લોકોનું કહેવું છે કે જે વ્યક્તિ શેર બાબા અને ધોરેડ સરકારમાં આસ્થા રાખે છે..તેને મોટા મોટા રોગમાં છુટકારો મળે છે..નિ:સંતાનને સંતાન પ્રાપ્તિ થાય છે..ધોરેડ સરકારને અરજી કરવાથી અન્ય મનોકમાન પણ પૂર્ણ થાય છે…શ્રદ્ધાળુઓમાં મધ્યપ્રદેશ. ઉત્તપ્રદેશ, રાજસ્થા અને દિલ્લી સહિત અન્ય રાજ્યોના ભક્તોનો સમાવેશ થાય છે…ભક્તોની ધોરેડ સરકાર માટે આસ્થા જ છે કે ગાઢ જંગલો અને મુશ્કેલી ભર્યા રસ્તા તેમને રોકી નથી શક્તા.આ માન્યતા સાથે તેઓ મંદિરે દર્શન કરવા આવે છે.કહેવાય છે કે મંદિર નજીક એક પ્રાચીન ગુફા છે..આ ગુફાના રસ્તા સાત અલગ અલગ સ્થળો પર જમીનની અંદરથી જ જાય છે…..આ ગુફાઓમાં સદીથી કેટલાક સાધુ મહાત્માઓ તપસ્યા કરી રહ્યા છે..આ વિસ્તારના લોકોના કહેવા પ્રમાણે ધોરેડ સરકારના વિશ્વાસથી જ તેમના પશુઓ જગંલોમાં એકલા ચારો ચરી ઘરે પરત ફરે છે.,.જો કોઈ રસ્તો ભુલી જાય તો ધોરેડ સરકાર માણસનું રુપ લઈ તેમની મદદે પહોંચી જાય છે.આવી અનેક કહાનીઓ અહીના લોકોમાં માન્યતાઓ જોવા મળે છે.

TEMPAL

 

આ પણ વાંચો:એક એવું ગામ જ્યાં 40 વર્ષથી નથી સંભળાયો ભુલકાઓનો કલરવ..શું છે રોચક ઇતિહાસ ?

કુદરતી સોંદર્ય સાથે આ મંદિરોની રહસ્યતા

ધોરેડ સરકાર અને શેર બાબા સાથે જોડાયેલી કહાનીઓમાં કેટલી સત્યતા છે તે અલગ મુદ્દો છે…પરંતુ અહી ગાઢ જંગલો અને ઝરણાં વચ્ચે રહેલું આ પ્રસિદ્ધ ધામ પોતાની તરફ તમને આકર્ષે છે . અહિંયાના રસ્તાઓ તમારુ મન મોહી લેશે.અહિંયા આવી તમને આંનદનો અનુભવ તો થશે જ .તો અહિંયાના ઝરણાઓમાં કંઇક અલગ સુર છે. તો આ જ રસ્તાઓમાં અને જંગલોમાં તમને માત્ર શાંતિની અનુભુતિ થશે.,.પરંતુ અહીનું કુદરતી સોંદર્ય તમારુ મનમોહી લે છે..પરંતુ જો તમે અહી દર્શન કરવા જાઓ તો શેર બાબાને બીડીનો ભોગ લગાવવાનું ના ભુલતા

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

 

No comments

leave a comment