Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 15.
Homeન્યૂઝઅંબાણીનો એક્કો: સતત 10મા વર્ષે ભારતના સૌથી વધુ ધનિક, અદાણીની સંપત્તિ સૌથી ઝડપી વધી

અંબાણીનો એક્કો: સતત 10મા વર્ષે ભારતના સૌથી વધુ ધનિક, અદાણીની સંપત્તિ સૌથી ઝડપી વધી

IIFL Wealth Hurun India Report : Adani Earns Rs 1000 Cr in A Day in Corona Time, Become Asia's 2nd richest
Share Now

અમદાવાદ : 2019નું વર્ષ અને એ પણ છેલ્લો મહિનો. વિશ્વ ફલક માટે ઈતિહાસના સૌથી કપરાકાળની શરૂઆત. દુનિયામાં દેખા દીધી કોરોના વાયરસએ. વૈશ્વિક દેશોએ જાહેર કરીને કોરોનાને મહામારી પરંતુ આ સમયગાળામાં પણ પૈસા તો અનેક લોકો ખૂબ કમાયા છે. કોઈએ ખોટા રસ્તે તો કોઈક એ સાચા રસ્તે અનેક ગણો રૂપિયો કમાયો અને અનેક લોકોની સંપત્તિ સાફ પણ થઈ ગઈ. જોકે સાચી હકીકત આજે આવેલ એક રીપોર્ટ(IIFL Wealth Hurun India Report)માં બહાર આવી છે. 

IIFL Wealth Hurun India Report

IIFL Wealth Hurun India Report

જોકે કોરોના મહામારીના કપરા કાળમાં માત્ર અમેરિકા, યુરોપ અને ચીન જ નહિ ભારતના ઉદ્યોગપતિઓએ પણ અનેક ગણો રૂપિયો કમાયો છે. ભારતના ધનકુબેરોની સંપત્તિમાં ઉત્તોરતર વધારો થયો છે.

આઇઆઇએફએલ વેલ્થ-હારુન ઇન્ડિયા રિચ લિસ્ટ-2021નો રીપોર્ટ(IIFL Wealth Hurun India Report) આજે જાહેર થયો છે અને ભારતમાં ધનકુબેરોની સંખ્યાએ પણ એક નવો કીર્તિમાન સ્થાપ્યો છે. દેશમાં 1000 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવતા 100 ધનાઢ્યોનો રેકોર્ડ બનાવીને કોરોના મહામારીને પણ યાદગાર બનાવી છે.

આ પણ વાંચો  : ઝી-ઈન્વેસ્કોની બબાલ કોર્ટ પહોંચી: પુનીત ગોયનકાને હટાવવા MF હાઉસ મક્કમ

અંબાણીનો એક્કો

ભારતના ધનિકોનું નામ લેવાય અને અંબાણીનું નામ ન લેવાય એ લગભગ અસંભવ જ છે. છેલ્લા ત્રણ દાયકાથી ભારતના બિઝનેસ ટાઈકુન બનેલ અંબાણીને કોરોના પણ ફળ્યો છે. જોકે અંબાણીએ કોરોના મહામારીના આ કપરાકાળમાં પૈસાની દ્રષ્ટિએ પણ વધુ એક કીર્તિમાન સ્થાપ્યો છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના એમડી અને સીઈઓ અને અંબાણી સમૂહના કર્તાહર્તા મુકેશ અંબાણી સતત 10માં વર્ષે ભારતના ધનવાન વ્યક્તિ બન્યા છે. તેમની કુલ સંપત્તિ 7.18 લાખ કરોડ રૂપિયા છે અને તેમાં વિતેલ વર્ષ દરમિયાન 9 ટકાનો વધારો થયો છે.

અદાણીની હરણફાળ ગતિ

Gautam Adani કોરોનાકાળ અદાણીનો સુવર્ણકાળ : પ્રતિ દિન કમાયા 1000 કરોડ

મહામારી કાળમાં પણ સૌના મોંઢે ચઢેલ નામ એટલે અદાણી. એક કોમોડિટી દલાલથી વિશ્વના ધનકુબેર બનેલ અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણીની સંપત્તિ 5 લાખ કરોડને પાર પહોંચી છે. ગત વર્ષે તેમની સંપત્તિમાં રેકોર્ડ 261 ટકાનો ઉછાળો નોંધાતા 5.05 લાખ કરોડની સંપત્તિ સાથે દેશના અને એશિયાના બીજા ક્રમના સૌથી મોટા ધનવાન વ્યક્તિ બન્યા છે. બીજા ક્રમે પહોંચેલ અદાણીએ એક વર્ષમાં બે અંકોનો જમ્પ માર્યો છે એટલેકે તેઓ ગત વર્ષે ચોથા ક્રમે હતા.

આ યાદીમાં ત્રીજા ક્રમે સ્થાન જમાવી રાખનાર શિવ નાદાર એન્ડ ફેમિલીની સંપત્તિ વિતેલ વર્ષ દરમિયાન 67 ટકા વધીને 2.36 લાખ કરોડ રૂપિયા થઇ છે. જો કે ગત વર્ષે આ યાદીમાં બીજા ક્રમે રહેલા એસપી હિન્દુજા એન્ડ ફેમિલી ચાલુ વર્ષે બે ક્રમની પીછેહઠ સાથે ચોથા ક્રમે આવી ગયા છે. વિતેલ વર્ષ દરમિયાન તેની સંપત્તિ 53 ટકા વધીને સંપત્તિ 2.20 લાખ કરોડ રૂપિયા થઇ છે. આ વખતે પહેલીવાર ગૌત્તમ અદાણીના ભાઇ વિનોદ શાંતિલાલ અદાણી ટોપ-10માં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે અને 1.31 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે આ યાદીમાં 8 ક્રમે આવ્યા છે, જેઓ ગત વર્ષે 12માં ક્રમે હતા.

આ પણ વાંચો  : SACRED Portal: નિવૃત્ત લોકોને મળશે નોકરી, જલ્દી કરાવો આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન

હારુન ઇન્ડિયાના અહેવાલ મુજબ દેશમાં પાછલા વર્ષે 894 વ્યક્તિઓની સંપત્તિઓમાં વધારો અથવા સમાન રહી છે, જેમાં 229 નવા ચહેરાઓ ઉમેરાયા છે. તો બીજી બાજુ યાદીમાં સામેલ 113 વ્યક્તિઓની સંપત્તિમાં ધોવાણ થયુ છે અને 51 વ્યક્તિઓ ભારતના ધનપતિઓની યાદીમાંથી બહાર ફેંકાઇ ગયા છે. આમ ભારતમાં હાલ કુલ 237 ધનકુબેરો છે, જે ગત વર્ષ કરતા 58 વધારે છે.

 

કોરોનામાં કોણ કેટલા કમાયું ?

કોરોનાના કપરાં કાળમાં મુકેશ અંબાણીની રોજની કમાણી સરેરાશ 163 કરોડ રૂપિયા હતી જ્યારે ગૌતમ અદાણીની દૈનિક કમાણી 1000 કરોડ રૂપિયા રહી છે.

દેશમાં 1000 કરોડના 1000 આસામી

દેશના 110 શહેરોમાં 1007 વ્યક્તિઓ એવા છે તેની પાસે 1000 કરોડ રૂપિયા કે તેથી વધારે સંપત્તિ છે. અહેવાલમાં જણાવ્યો મુજબ, ધનાઢ્યોની કુલ સંયુક્ત સંપત્તિમાં 51 ટકાનો વધારો થયો છે જ્યારે સરેરાશ સંપત્તિ વૃદ્ધિનો દર 25 ટકા રહ્યો છે.

 

Hurun India Report cited that cumulative wealth was up 51 per cent, while average wealth increased by 25 per cent.

PC of All Images : FT.COM

 

2021ના ભારતના ટોપ-10 ધનકુબેરોની યાદી અને તેમની કુલ સંપતિ

 

ક્રમ ધનાઢ્યનું નામ કુલ સંપત્તિ વૃદ્ધિ
1 મુકેશ અંબાણી રૂ. 718000 કરોડ 9 ટકા
2 ગૌતમ અદાણી રૂ. 505900 કરોડ 261 ટકા
3 શિવ નાદાર-ફેમિલી રૂ. 236600 કરોડ 67 ટકા
4 એસપી હિન્દુજા-ફેમિલી રૂ. 220000 કરોડ 53 ટકા
5 લક્ષ્મી મિત્તલ-ફેમિલી રૂ. 174400 કરોડ 187 ટકા
6 સાયરસ પાલોનજી-ફેમિલી રૂ. 163700 કરોડ 74 ટકા
7 રાધાકૃષ્ણ દામાણી-ફેમિલી રૂ. 154300 કરોડ 77 ટકા
8 વિનોદ શાંતિલાલ અદાણી-ફેમિલી રૂ. 131600 કરોડ 212 ટકા
9 કુમાર મંગલમ્ બિરલા-ફેમિલી રૂ. 122200 કરોડ 230 ટકા
10 જય ચૌધરી રૂ. 121600 કરોડ 85 ટકા

આ પણ વાંચો  : વિશ્વની સૌથી મોટી વીમા કંપનીએ વધાર્યા પ્રીમિયમ રેટ્સ, તમને શું અસર થશે?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment