Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 2.
Homeન્યૂઝસુરતમાં પ્રદૂષણ અટકાવવા મહત્ત્વપૂર્ણ નિર્ણય, સ્મશાનગૃહ જેવી ભઠ્ઠીઓ બનશે, જાણો કેમ

સુરતમાં પ્રદૂષણ અટકાવવા મહત્ત્વપૂર્ણ નિર્ણય, સ્મશાનગૃહ જેવી ભઠ્ઠીઓ બનશે, જાણો કેમ

SURAT
Share Now

હાલના સમયમાં  પ્રદૂષણ(pollution) માણસજાતના આરોગ્ય પર વિપરિત અસર કરી રહ્યું છે. હવા, પાણી અને જમીન એ સજીવ સૃષ્ટિનો મુખ્ય આધાર છે.જેમાં આઆ ત્રણે વસ્તુમાં બગાડ કે અશુધ્ધિ ભળે તો સજીવ સૃષ્ટિના જીવન પર પણ અસર થાય છે.પૃથ્વી પર વાહન વ્યવહાર અને કારખાના જેવી પ્રવૃત્તિથી હવા, પાણી અને જમીનમાં અશુધ્ધિઓ ભળે છે. વાહનોના ધૂમાડા, કેમિકલ કારખાનાઓમાંથી છોડવામાં આવતા પાણી અને પ્લાસ્ટિક જેવા કચરા અશુધ્ધિઓ કહેવાય છે.તેને પ્રદૂષણ કે પોલ્યુશન કહે છે.

હવામાં ધૂમાડો વધુ હોય તો આપણને શ્વાસ લેવામાં તકલીફ તેમજ આંખોમાં બળતરા થાય છે. જમીનમાં અશુધ્ધિ ભળે તો પાકને નુકસાન થાય.કોઈ પણ બળતણ સળગાવવાથી પેદા થતા ધૂમાડામાં કાર્બન ડાયોક્સાઈડ વાયુ હોય છે. જે હવામાં પ્રદૂષણ કરે છે. વાહનોમાં પેટ્રોલ બળે ત્યારે નીકળતો ધૂમાડો પ્રદૂષિત(pollution) હોય છે. આજે પ્લાસ્ટિકનો ઉપયોેગ વધી ગયો છે. પ્લાસ્ટિકનો કચરો જમીન પરનુ સૌથી મોટું પ્રદૂષણ છે.ઘણા દેશો પ્રદૂષણ ઓછુ કરવા વિવિધ ઉપાયો અને જરૃર પડયે કાયદા પણ બનાવે છે.તો સુરતમાં પણ સુરતમાં પ્રદૂષણ અટકાવવા મહત્ત્વપૂર્ણ નિર્ણય, સ્મશાનગૃહ જેવી ભઠ્ઠીઓ બનાવામાં આવશે.

પ્રદૂષણ(pollution) અટકાવવા સ્મશાન ગૃહ જેવી ભઠ્ઠી બનાવવાનો નિર્ણય

મરેલા જાનવરોનો નિકાલ માટે અને તેના કારણે થતું પ્રદૂષણ અટકાવવા સ્મશાન ગૃહ જેવી ભઠ્ઠી બનાવવાનો નિર્ણય સુરતમાં કરાયો છે. વર્ષો બાદ કેન્દ્રની ગ્રાન્ટમાંથી 8 કરોડના ખર્ચે પ્લાન્ટ બનાવામાં આવશે. અગાઉ પીપીપી ધોરણે આ કામના પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા.જોકે ફરી આ નિર્ણય કરવામાં આવ્યો છે.સુરતમાં વધતા પ્રદૂષણને અટકાવવા માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. મરેલા જાનવરોનો નિકાલ માટે અને તેના કારણે થતું પ્રદૂષણ(pollution) અટકાવવા સ્મશાન ગૃહ જેવી ભઠ્ઠી બનાવવાનો નિર્ણય કરાયો છે.

વર્ષો બાદ કેન્દ્રની ગ્રાન્ટમાંથી 8 કરોડના ખર્ચે પ્લાન્ટ બનશે. અગાઉ પીપીપી ધોરણે આ કામના પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા.સુરતના કતલખાનાઓમાંથી દરરોજ ચારથી પાંચ મેટ્રિક ટન જેટલો કચરો પેદા થાય છે. તો આ કચરાનો સુરતમાં આડેધડ નિકાલ કરવામાં આવે છે. મરેલા જાનવરોના નિકાલ માટે હાલમાં સુરત સહિત અનેક જગ્યાઓએ કાયમી કોઈ વ્યવસ્થા નથી. પરંતુ પહેલી વખત મરેલા જાનવર અને કતલખાનામાનો વેસ્ટના નિકાલ માટે પ્લાન્ટટ સ્થાપિત કરવાનો નિર્ણય  હાલ લેવાયો છે.SURAT

આ પણ વાંચો:સોમનાથ મંદિરે આજે રાત્રે 12 વાગ્યે સર્જાશે અલૌકિક ઘટના,જાણો કેવું દૃશ્ય જોવા મળશે

અગાઉ પીપીપી ધોરણે પ્રયાસ નિષ્ફળ થયા હતા

કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ મરેલા જાનવરો અને કતલખાનાનો વેસ્ટનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવો ફરજિયાત છે. જેના માટે કેન્દ્ર સરકારે સ્વચ્છ ભારત મિશન બે અંતર્ગત શહેરોને ગ્રાન્ટ આપવાની જાહેર પણ કરી છે.પ્રદૂષણ(pollution)અટકાવવા મહત્ત્વપૂર્ણ નિર્ણય કરાયો છે, સ્મશાનગૃહ જેવી ભઠ્ઠીઓ બનાવામાં આવશે.

પાલિકાએ કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી કતલખાનાના વેસ્ટ અને મરેલા જાનવરના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે બાયોમીથેનેશન પ્લાન્ટ બનાવવાનું આયોજન કર્યું છે.આ કામગીરી માટે પાલિકાએ બે વખત ટેન્ડર પ્રક્રિયા કરવામાં હતી. પરંતુ તેમાં કોઈએ રસ દાખવ્યો નહોતો. જેના કારણે આખરે પાલિકાએ કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી આ કામગીરી  હાથ ધરી છે. જાણવા મળી રહ્યું છે કે આ પ્લાન્ટ પાછળ લગભગ 8 કરોડના ખર્ચ બનાવામાં આવશે. આરોગ્ય સમિતિની બેઠકમાં આ કાગીરીના અંદાજને બહાલી આપવામાં આવી છે.તો હવે આગામી સમયમાં આ નિર્ણય કેટલો સફળ રહે છે તે તો હવે આગામી દિવસોમાં જ ખબર પડશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment