Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝ૬ થી ૮ ના વર્ગોને લઇ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું મહત્વનું નિવેદન

૬ થી ૮ ના વર્ગોને લઇ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું મહત્વનું નિવેદન

EDUCATION MINISTER
Share Now

રાજ્યમાં ધોરણ 12 અને કોલેજ બાદ ધોરણ 9થી 11ના વર્ગ 26 જુલાઈથી ઓફલાઈન શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે હવે ટૂંક સમયમાં ધોરણ 6થી 8ના વર્ગ શરૂ કરવામાં આવશે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ અંગે આજે જણાવ્યું હતું કે તબક્કાવાર રીતે વર્ગ ચાલુ કરવામાં આવશે. આગામી સમયમાં કોર કમિટીની બેઠક મળશે, જે બાદ ધોરણ 6થી 8ના વર્ગ શરૂ કરવામાં આવશે.

ટૂંક સમયમાં ધો. 9થી 11ના વર્ગો શરૂ થશે

CLASS OF 8TH

ZEE NEWS

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ (Bhupendrasinh Chudasama) હાજરી આપી હતી. દરમિયાન શિક્ષણમંત્રી (Education Minister) ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, તબક્કાવાર ધોરણ 6 થી 8 ના ઓફલાઈન વર્ગો (Offline Classes) શરૂ કરવા અંગે નિર્ણય લઇશું. 9 ઓગસ્ટ બાદ રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક (Government Core Committee Meeting) મળશે જેમાં ચર્ચા વિચારણા કરીને ધોરણ 6 થી 8 ના ઓફલાઇન વર્ગો શરૂ કરવા અગે નિર્ણય લઇશું.

અમદાવાદના (Ahmedabad) શાહીબાગ સ્થિત પ્રીતમપુરા ગુજરાતી શાળા નંબર 3 ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (Pradhan Mantri Garib Kalyan Anna Yojana) અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ (Bhupendrasinh Chudasama) હાજરી આપી હતી. જેમાં શિક્ષણમંત્રીએ (Education Minister) જણાવ્યું હતું કે, સરકારના 5 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થાય છે. આમ તો રાજ્યના 25 વર્ષ પૂર્ણ થાય છે. પરંતુ વિજયભાઈની (Vijay Rupani) સરકારના 7 ઓગસ્ટે 5 વર્ષ પુરા થશે. 1960 થી અત્યાર સુધી જે પણ સીએમ આવ્યા, એમાં અગાઉ માત્ર 3 સીએમએ 5 વર્ષનો સમયગાળો પૂર્ણ કર્યો.

ફી માફીનું પાલન ન કરતી સ્કૂલો સામે તપાસ કરાશે

ઉપરાંત ભૂપેન્દ્રસિંહે જણાવ્યું હતું કે 25 ટકા ફી માફીની જાહેરાત કરી છે. એ અંગે કેટલીક સ્કૂલ પાલન કરતી નથી, જેની ફરિયાદ મળી છે. આ ફરિયાદની તપાસ કરવામાં આવશે અને 25 ટકા ફી માફીનું પાલન કરાવવામાં આવશે. ધોરણ 10ના CBSE બોર્ડના પરિણામ અંગે તેમણે કહ્યું હતું કે અમે CBSE બોર્ડ કરતાં આગળ છીએ. અમે પહેલા પરિણામ જાહેર કર્યું હતું ત્યારે CBSE બોર્ડે હવે પરિણામ જાહેર કર્યું છે.

આ પણ વાંચો : ભારતની એકપણ વ્યક્તિ ભૂખી ન સૂવે એ જ પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાના હેતુ : પીએમ મોદી

હાલ ધો. 9થી 12 અને કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ ચાલુ

નોંધનીય છે કે રાજ્યમાં 15મી જુલાઇ 2021થી ધો.12ના વર્ગો, પોલિટેક્નિક સંસ્થાઓ અને કોલેજો 50% કેપેસિટી સાથે વાલીઓની સંમતિ મેળવીને શરૂ કરાઈ છે. આ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છે. આ બાદ 26મી જુલાઈથી ધો. 9થી 11ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરાયું હતું.

સ્કૂલમાં વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત

અગાઉ કોર કમિટીના બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને ઉત્તરોત્તર ઘટતા જતા કોવિડ કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈને શાળાના વર્ગો વગેરે રાબેતા મુજબ પૂર્વવત કરવા અંગે વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રીએ સમગ્ર રાજ્યમાં 26 તારીખ જુલાઇ-2021થી શાળાઓના ધોરણ 9થી 11ના વર્ગો શરૂ કરવા પરવાનગી આપી હતી. આ વર્ગો 50 ટકા ક્ષમતા સાથે ફરી શરૂ કરી થયા છે, સાથે જ વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છે.

વાલીઓ પાસેથી સંમતિપત્રક લેવું જરૂરી

સરકાર દ્વાર લેવાયેલા નિર્ણય મુજબ, શાળા વર્ગોમાં અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનું સંમતિપત્રક પણ લાવવાનું ફરજિયાત કરાયું હતું. આ સાથે ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ પણ યથાવત્ ચાલુ રખાઈ છે. ઓફલાઈન વર્ગોમાં કોરોના સંક્રમણ નિયંત્રણની ગાઈડલાઈન-SOPનું પાલન થાય એ પણ શિક્ષણ વિભાગે સુનિશ્ચિત કરાવવાનું રહેશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjT

No comments

leave a comment