Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / July 6.
Homeન્યૂઝઅમરેલીમાં સીઆર પાટીલે કોંગ્રેસના કયા ધારાસભ્યને મારે ખખડાવા છે એવું કહ્યું? જાણો શું છે કારણ?

અમરેલીમાં સીઆર પાટીલે કોંગ્રેસના કયા ધારાસભ્યને મારે ખખડાવા છે એવું કહ્યું? જાણો શું છે કારણ?

patil
Share Now

આહીર સમાજના બાબરીયા ધાર સમૂહ લગ્નમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે ( CR Patil )અમરીશ ડેર પર ટિપ્પણી કરી હતી. તો ધારાસભ્ય ડેરને મારે ખખડાવા છે. મારો અધિકાર છે, અમારા છે એથી એવું સી.આર.પાટીલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. મારી પાર્ટીના ઘણા લોકો તેના ખાસ મિત્રો છે.તેનો ઉદય પણ ભાજપમાંથી જ થયો છે. અમે તેની માટે ખાસ હજુ જગ્યા રાખી છે.તેવું નિવેદન આપવામાં આવ્યું છે.

પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે( CR Patil ) અંબરીશ ડેર પર એક ચોંકાવનારું નિવેદન

અમરેલી જિલ્લામાં આહીર સમાજના બાબરીયાધાર સમૂહ લગ્નમાં પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે અંબરીશ ડેર પર એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. “ધારાસભ્ય અમરીશ ડેરને મારે ખખડાવા છે મારો અધિકાર છે” તેવું પાટીલે( CR Patil ) જણાવ્યું છે. આ સાથે જ પાટીલે ઉમેર્યું કે “મારી પાર્ટીના ઘણા લોકો તેના ખાસ મિત્રો છે તેનો ઉદય પણ ત્યાંથી જ થયો છે. અમે તેની માટે ખાસ હજુ જગ્યા રાખી છે.

તો સાથે જ પહેલા સી.આર.પાટીલની જીભ લપસી ધારાસભ્ય ડેરને ખેર કહ્યા હતા. હારે હતા એટલે થોડી થોડી ભૂલ થઈ જાય કહી રમૂજ પણ પાટીલે ફેલાવી હતી. હજુ બે દીવસ પહેલા જ ભાજપ સરકારના મંત્રી મુકેશ પટેલ અંબરીશ ડેરને ત્યાં ગયા હતા. અને આજે ફરી ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા તેમના માટે ખાલી જગ્યા રાખી છે અને તેમને ખખડાવાના છે નું જાહેરમાં નિવેદન કરતા અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે. 

patil

આ પણ વાંચો:બાળાસાહેબ ઠાકરેનું આજના દિવસે થયુ હતુ નિધન, જાણો કાર્ટૂનિસ્ટથી કિંગમેકર સુધીની સફર

ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ(CR Patil )સહિત પ્રદેશ નેતાઓ પહોંચ્યા હતા

રાજુલાના બાબરીયાધાર ગામમાં આહીર સમાજ સમિતિ આયોજિત સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો .જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિત પ્રદેશ અનેક નેતાઓ પહોંચ્યા હતા. જેમાં અમરેલી સાંસદ નારણ કાછડીયા,સહિત સ્થાનીક ભાજપ નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા તો હાલ આ નિવેદન આપવાથી લોકો સહિત નેતાઓમાં પણ ખળભળાટ જઇ જવા પામ્યો હતો. પહેલા સીઆરની( CR Patil )જીભ લપસી હતી.ધારાસભ્ય ડેરને ખેર કહ્યા. હારે હતા એટલે થોડી થોડી ભૂલ થઈ જાય. કહી રમૂજ ફેલાવી હતી.

હજુ બે દિવસ પહેલા જ ભાજપ સરકારના ઉર્જા મંત્રી મુકેશ પટેલ અને કોંગી ધારાસભ્ય ડેરની ગુપ્ત મુલાકાત થઈ હતી.હાલ જયારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે.તેમ ભાજપ દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી હોવાનું લાગી રહ્યું છે. જેને અનુસંધાને કોંગ્રેસના નેતાઓને ભાજપમાં જોડવાની કવાયત પણ આરંભી દેવામાં આવી હોવાનું લાગી રહ્યું છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

 

No comments

leave a comment