પંજાબ (Punjab)માં ગત્ત કેટલાક દિવસથી ઉથલ પાથળ ચાલી રહી છે. કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા બાદ નવા સીએમની નિંમણૂક કરવામાં આવી છે. તો બાદમાં નવજોત સિંહ સિદ્ધુએ પ્રદેશ અધ્યક્ષ પદ્દ પરથી રાજીનામું આપ્યુલ હતુ. પ્રદેશ અધ્યક્ષ પદ્દ પરથી રાજીનામા બાદ જ કોંગ્રેસમાં પણ નવા પ્રદેશ પ્રમુખને લઇને અવઢવ સર્જાયો છે. હાઇકમાન્ડ હાલમાં નવો ચહેરો શોધી રહી છે. આ તમામ વચ્ચે ગત્ત દિવસમાં પૂર્વ સીએમ અમરિંદર સિંહ દિલ્હી ખાતે અમિત શાહને મળવા પહોંચ્યાં હતા. ત્યારે એ કયાશ લગાવવામાં આવી રહ્યોં છે કે શું પૂર્વ સીએમ ભાજપમાં જોડાશે. જો કેપ્ટન ભાજપમાં સામેલ થશે તો પંજાબના રાજકારણમાં તેની મોટા પાયે અસર જોવા મળશે. હાલમાં અનેક મુદ્દાઓને લઇને સામનો કરી રહેલી પંજાબ કોંગ્રેસ માટે આ એક મોટા ઝટકા સમાન હશે. ખાસ કરીને નવજોત સિંહ સિદ્ધુના રાજીનામા બાદ કોંગ્રેસમાં પહેલેથી જ હલચલ જોવા મળી રહી છે.
ઉલ્લેખનિય છે કે, ગત્ત દિવસોમાં કેપ્ટને સીએમ (CM)પદ્દ પરથી રાજીનામુ આપ્યુ હતુ. ત્યારથી કેપ્ટન અને સિદ્ધુ વચ્ચે ઝઘડો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ત્યારે આ તમામ વચ્ચે હવે કેપ્ટન જો ભાજપ જોઇન કરશે તો પૂર્વ સીએમ (Former CM)ને ફાયદો-ફાયદો જ રહેશે. એક તરફ કેપ્ટનની મદદથી ખેડૂત આંદોલન (Farmer Protest)નો ઉકેલ નિકાળવામાં મદદ મળી શકે છે. તો બીજી બાજુ, પંજાબમાં ભાજપને એક મોટો શીખ ચહેરો પણ મળી જશે. કેપ્ટન અને શાહ વચ્ચે બેઠક થઈ છે એ વાતની જાણ થતાં પંજાબનું રાજકારણ વધુ ગરમાયું છે.
પંજાબ (Punajb)કોંગ્રેસનું નામ બગડ્યુ
કેપ્ટન ભાજપ (BJP)માં જોડાય અને કોંગ્રેસ પાર્ટી છોડે તો આ માત્ર તેમની જ નહીં, પરંતુ કોંગ્રેસ (Congress)માટે પણ એક મોટો પડકાર બની રહેશે. પંજાબમાં કેપ્ટન અને સિદ્ધુના ઝઘડાને કારણે કોંગ્રેસ પહેલેથી જ ચૂંટણી પહેલાંનો મહત્ત્વપૂર્ણ સમય બગાડી ચૂકી છે, તો હવે આ પગલાથી પાર્ટીનું પણ નામ બગડ્યુ છે જેનુ હાલમાં પણ નુકસાન થઇ રહ્યું છે અને આગામી ચૂંટણી (Election)માં પણ નુકસાન થાય તો તેમાં શંકાને કોઇ સ્થાન નથી.
આ પણ વાંચો: Punjab: સિદ્ધુએ કોંગ્રેસ પાસે આ ત્રણ શરત મૂકી, હાઇકમાન્ડ સ્વીકારવા તૈયાર નથી
પંજાબમાં ભાજપને મળી શકે છે મોટો ચહેરો
પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહ એક દિગ્ગજ નેતા છે. નોંધનીય છે કે, 2014ની લોકસભા ચૂંટણી (Lok Sabha Election)માં શાનદાર પરફોર્મન્સ આપ્યુ હતુ. મહત્વનું છે કે, તે સમયે દેશમાં મોદી લહેર હતી. ભાજપે અમૃતસરમાં પોતાના દિગ્ગજ નેતા અરુણ જેટલીને લોકસભા ચૂંટણી લડવા માટે મોકલ્યા હતા. જ્યારે કોંગ્રેસે તેમની સામે કેપ્ટનની ઊભા રાખ્યા હતા. જ્યાં કેપ્ટનને જેટલીને હરાવ્યા હતા.
કેપ્ટનના સહારે ફરી ભાજપની પક્કડ થશે મજબુત
કૃષિ કાયદાના વિરોધને કારણે પંજાબમાં ભાજપની સ્થિતિ ઘણી જ ખરાબ છે. શહેરથી લઈને ગામડાં સુધી તેમનો વિરોધ થઈ રહ્યો છે. ભાજપ પાસે એવો કોઈ મોટો ચહેરો નથી, જે પંજાબમાં જાણીતો હોય. કેપ્ટન સાડા 9 વર્ષ તો મુખ્યમંત્રીપદ (Chief Minister)પર રહી ચુક્યા છે. ગ્રામીણ ક્ષેત્રમાં પણ કેપ્ટનની સારી એવી લોકપ્રિયતા છે. જો કેપ્ટન કૃષિ કાયદો રદ કરાવીને ખેડૂતોની ઘર વાપસી કરાવશે તો આ મોટો રાજકીય દાવ સાબિત થશે. જ્યારે કેપ્ટનને તેનુ સારું સમર્થન પણ મળશે.
કેપ્ટન ભાજપમાં જોડાશે તો પંજાબ (Punjab)કોંગ્રેસ કડડ ભુસ
જણાવી દઇએ કે, કેપ્ટન જો ભાજપ (BJP)માં જોડાશે તો તે માત્ર એક જ નહીં આવે. પંજાબ કોંગ્રેસનો એક મોટો વર્ગ પણ તેમની સાથે જોડાશે તે નક્કી છે, જેમાં દિગ્ગજ નેતાઓ પણ છે, જેને પહેલાં સંગઠન અને હવે સરકારમાં કોંગ્રેસે સાઈડલાઈન કર્યાં છે. તેનાથી પંજાબમાં ભાજપ મજબૂત સ્થિતિમાં આવશે. ખાસ કરીને કેપ્ટનના આ દાવથી પંજાબમાં કોંગ્રેસ સરકાર પણ ખતરામાં આવી શકે છે. કેપ્ટનની સાથે પણ ધારાસભ્યોનું એક મોટું ગ્રુપ છે, જેઓ મંત્રીપદની રેસમાં નથી, પરંતુ હાલ પંજાબ કોંગ્રેસના સંગઠનમાંથી તેમને ટિકિટ મળવાની કોઈ જ શક્યતા દેખાતી નથી. તેવામાં તેઓ કેપ્ટનની સાથે આવી શકે છે.
PM મોદીએ રાજસ્થાનને મોટી ભેટ આપી જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4