Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeન્યૂઝછતે ઘરે કેમ સુરતમાં 42 પરિવાર અચાનક આવી ગયા રસ્તા પર?

છતે ઘરે કેમ સુરતમાં 42 પરિવાર અચાનક આવી ગયા રસ્તા પર?

home sil
Share Now

સુરતના(surat) મોટા વરાછામાં આવેલ હેત્વી હાઇટ્સના 42 પરિવારો(families) અચાનક રોડ પર આવી ગયા છે.બિલ્ડરના કારનામાને કારણે આજે 250 થી વધુ લોકોને છતે ઘરે બહાર રોડ પર રહેવાનો વારો આવ્યો છે. પોતાના ઘરના તમામ રૂપિયા ચૂકવી આપ્યા હોવા છતાં બેન્કના અધિકારી તેમના ઘરોને સીલ કરી જતાં રહ્યા છે.

Hetavy

બિલ્ડરના છેતરપિંડીનો ભોગ બન્યા 42 પરિવારો

સુરતમાં મહેનત અને પસીનાની કમાણીથી ઊભું કરેલું પોતાના સપનાનું ઘર છીનવાઇ રહ્યું છે.સુરતના મોટા વરાછામાં આવેલ હેત્વી હાઇટ્સના  98 ફ્લેટસ છે.આ 98 ફ્લેટ્સ માંથી 42 ફ્લેટને બેન્કના કર્મચારી આવી સીલ કરી જતાં રહ્યા છે.વાત કાઇ એમ જાણવા મળી છે કે બિલ્ડરે લોકોને અંધારામાં રાખી છેતરપિંડી કરી છે. 42 ઘરના લગભગ 250 થી વધુ સભ્યો બિલ્ડરની છેતરપિંડીને કારણે આજે છતે ઘરે બહાર રહેવાનો વારો આવ્યો છે.બિલ્ડર બિપિન કાઠિયા , જયંત સગર,દિનેશ ગોંડલીયાએ મળી ફેલ્ટ ધારકો પસેથી રૂપિયા લઈ લીધા છે.અને તમામ ઘરોની બેંકમાં લોન પણ કરાવી આપી હતી. જે તમામ ફ્લર્ટ હોલ્ડરો દ્વારા ચૂકવી દેવામાં આવ્યા છે. જોકે બિલ્ડરોએ ફ્લેટ ધારકોને અંધારામાં રાખી તેમના ફ્લેટની સામે ખાનગી ફાયનાન્સ બેન્ક પાસેથી રૂ 1 કરોડ 40 લાખની પ્રોજેક્ટ લોન લીધી હતી.જે લોનના રૂપિયા બિલ્ડરે ન ચૂકવતા બેકના કર્મચારીઓ 42 ઘરેઓને સીલ કરી જતાં રહ્યા હતા.જેથી ફ્લેટ ધરકોની પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
Families

ઘર હોવા છતાં 42 પરિવારો એકાએક બની ગયા બેઘર

બેન્કના કર્મચારી ફ્લેટને સીલ કરી જતાં 42 ફ્લેટમાં રહેતા 250 જેટલા સભ્યોની હાલત કફોડી બની છે.ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવતા નાના બાળકોથી લઈ મોટી ઉમરના વૃદ્ધોની હાલત દયનીય બની ચૂકી છે. 6 દિવસથી બેન્ક દ્વારા ઘરો સીલ કરી દેવાતા તમામ લોકો ફ્લેટના પાર્કિંગમાં રહી રહ્યા છે.જમવા થી લઈ નાહવા અને રોજીંદી તમામ ક્રિયા પાર્કિંગમાં કરવા મજબૂર બન્યા છે. શરૂઆતમાં બે દિવસતો અન્ય સંબંધીને ત્યાં રહેવા ,જમવા જતાં હતા. હવે તો તે પણ તમામ પરિવારરોએ(families) જવાનું બંધ કરી દીધું છે.અને આજે તમામ પરિવારોએ છતે ઘરે જમીન પર રહેવા અને બહાર થી મંગાવી ને જમવાનો વારો આવી ગયો છે.

આ પણ વાંચો : શા માટે ૫ ઓગસ્ટ મોદી સરકાર માટે છે એતિહાસિક દિવસ ???

families

બેન્ક કર્મચારીઓએ ક્રૂરતા પૂર્વક વર્તન કરી ઘરોને સીલ કરી ગયા

ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવેલા પરિવારોએ(families) પોતાની વેદના જણાવતા કહ્યું હતું કે બેન્કના કર્મચારીઓ આવ્યા ત્યારે ઘર માંથી કસુ જ વસ્તુ લેવા દીધી નથી, બાળકોને આજે પાર્કિંગ માંથી ભણવું પડે છે ત્યારે બાળકોના ચોપડા પણ નથી લેવા દીધા, નાના બાળકના ઘોડિયા પણ નથી લેવા દીધા કે મોટી ઉમરના વૃધ્ધોની દવા કે મેડિકલ ફાઇલ પણ નથી લેવા દેવાઈ, કેટલાક સંજોગોમાં તો બેન્ક કર્મચારીઓ દ્વારા ઘરના દરવાજા તોડીને પણ ઘરમાં પ્રવેશી ઘરને સીલ કરી દેવામાં આવ્યું છે.

બેઘર પરિવારોની પુકાર કોઈ સંભળતું નથી

બેન્ક દ્વારા ઘર સીલ કરી દેવામાં આવતા તમામ ફકેટ ધારકો જુદી જુદી અનેક જગ્યાએ રજૂઆત કરી છે. કોઈ જગ્યાએથી યોગ્ય સહકાર મળતો નથી.આજે 8 વર્ષથી રહેતા ફ્લર્ટ ધારકોને બેન્ક કર્મચારીઓ દ્વારા બહાર કાઢી મૂકાતાં તમામ દ્વારા બિલ્ડરોનો સંપર્ક કરવામાં આવ્યો હતો.બિલ્ડરો દ્વારા કોઈ યોગ્ય જવાબ આપવામાં આવ્યો નહીં , આ ફરિયાદ સાથે અને પુરાવા સાથે ફ્લેટ્સ ધારકો સ્થાનિક પોલીસ અને પોલીસ કમિશ્નરને મળી રજૂત કરી હતી ,પરંતુ પોલીસ દ્વારા માત્ર સાંત્વના આપવામાં આવી છે,કોઈ  નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.આજે આ પરિવારો છેલા એક અઠવાડિયાથી મદદની પુકાર કરી રહ્યા છે. પોતાનો હકનું ઘર પરત મેળવા આજીજી કરી રહ્યા છે. છતાં કોઈ રાજકીય નેતા પણ તેમની મદદે આગળ આવ્યા નથી. પરિવારોના આક્ષેપ કે તમામ બિલ્ડરોને છવારી રહ્યા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment