Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝસિહોર ના ટાણા ગામે વિદ્યાર્થીને શિક્ષકે ઢોર મારમાર્યો સારવાર અર્થે ખસેડવામાં આવ્યો.

સિહોર ના ટાણા ગામે વિદ્યાર્થીને શિક્ષકે ઢોર મારમાર્યો સારવાર અર્થે ખસેડવામાં આવ્યો.

Student
Share Now

સિહોર ના ટાણા ગામે વિદ્યાર્થીને શિક્ષકે ઢોર મારમાર્યો સારવાર અર્થે ખસેડવામાં આવ્યો.

સ્વામી વિવેકાનંદ શાળાની ઘટના : ધોરણ- ૧૦ના વિદ્યાર્થીને સારવાર અર્થે ખસેડાયો.

આચાર્યએ શિક્ષકને ઠપકો આપી અને હવે આવું ન થાય તેમ સમજાવાવી જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા.

સિહોર તાલુકાના ટાણા ગામે આવેલ ખાનગી સ્કૂલના એક વિદ્યાર્થીને વર્ગ શિક્ષકે કંઈ પણ વાંક વગર ઢોર માર મારતા વિદ્યાર્થી ઇજાની હાલતમાં સારવાર માટે સરકારી હોસ્પીટલે દાખલ કરવામાં આવ્યો હતો.

Student

સિહોર ના ટાણા ગામે આવેલ સ્વામી વિવેકાનંદ શાળાની ધોરણ દસમાં અભ્યાસ કરતો ઋતુરાજ અરવિંદભાઈ સોલંકી નામનો વિદ્યાર્થી આજે સવારે પોતાની શાળા જતો હતો ત્યારે શિક્ષક હિંમતભાઈ રાઠોડ, આર.કે આવીને ઋતુરાજને કંઈપણ વાંક વગર લાકડી અને ઢિકા પાટું વડે મારવા લાગતા તે પૂછતો રહ્યો કે મારો શું વાંક અને શિક્ષક મારતા જ રહ્યા અંતે તેનાથી માર સહન ન થતાં તે સ્કુલ ના મેદાન માં બે ભાન હાલત માં થઈ ગયો હતો અને હાથ અને પગમાં ઇજાને કારણે દુખાવો થતાં સ્કૂલમાં હિંમતભાઈ રાઠોડ, આર.કે સરે કંઈપણ વાંક વગર મારમાર્યો હોવાનું જણાવતાં ઋતુરાજને સારવાર માટે સરકારી હોસ્પીટલે ખસેડ્યો હતા જ્યાં તેને ડોક્ટરે પ્રાથમીક સારવાર આપતા વિદ્યાર્થી ઋતુરાજના પરિવારજનો શિક્ષક સામે પોલીસ ફરીયાદ કરવા તજવીજ હાથ ધરી હતી.

આ પણ જુઓ : શિક્ષણ માટે ચિંતન

સિંહોર GIDC વિસ્તારમાંથી 3 દેશી કટ્ટા અને 2 પિસ્ટલ સાથે ઝડપાયા

સિહોર પોલીસે હથિયાર, કાર્ટિસ બાઈક મળી કુલ રૂ,71,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો

સિહોરમાં ગંભીર અપરાધ ના ઈરાદે ગેરકાયદે ઘાતક હથિયારો સાથે ફરતાં બે શખ્સોને સિહોર પોલીસે ઝડપી લઈ આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

Police

ભાવનગર જિલ્લાના સિહોરમાં ગત મોડી સાંજે સિહોર ટાઉન પોલીસ મથકના જવાનો તથા ડી સ્ટાફ જાહેર સુરક્ષા વ્યવસ્થા અકબંધ જાળવી રાખવા શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ પર હોય એ દરમ્યાન જવાનો જીઆઇડીસી વિસ્તારમાં પહોંચતા એક બાઈક પર બે શખ્સોની વર્તણૂંક શંકાસ્પદ જણાતાં આ શખ્સો ને અટકાવી અંગઝડતી સાથે પુછપરછ હાથ ધરી હતી. જેમાં અટક માં લીધેલ શખ્સોએ પોતાના નામ આ મુજબ જણાવ્યા હતા જેમાં ભગીરથ અરવિંદ મકવાણા ઉ.વ.19 રે.ગાયત્રી પાર્ક સિહોર તથા મોસિન ઉર્ફે મોચો યુસુફ લાખાણી ઉ.વ.27 રે.ખાટકીવાડ સિહોર વાળા હોવાનું જણાવેલ આ શખ્સના કબ્જા માથી ત્રણ દેશી તમંચા(દેશી કટ્ટા) બે પિસ્ટલ તથા સાત જીવતા કાર્ટિસ અને એક બાઈક સાથે કુલ રૂ,71,000 ના મુદ્દામાલ સાથે બંને શખ્સોની આર્મ્સ એક્ટ હેઠળ ધડપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment