Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / July 6.
Homeએન્ટરટેઈન્મેન્ટઆર્યન ખાનના કેસમાં અચાનક જુહી ચાવલા જામીનદાર બનતા,લોકોને સવાલ થયો કે જુહી ચાવલા જ કેમ?

આર્યન ખાનના કેસમાં અચાનક જુહી ચાવલા જામીનદાર બનતા,લોકોને સવાલ થયો કે જુહી ચાવલા જ કેમ?

JUHICHAVALA AND SHARUKHKHAN
Share Now

હાલ આર્યન ખાને લઇને રોજ કંઇક અલગ અલગ સમાચારો આવ્તા હોય છે.ત્યારે આર્યન ખાનનો મુદો ભારતમાં ખુબ લોકોને રસ લેવડાવી રહ્યો છે. એટલે કે રોજ કોઇને કોઇ વાતને લઇને તેમના સમાચાર આવતા હોય છે.તો જુહી ચાવલાને લઇને પણ લોકો વિચારવા મજબૂર બન્યા છે. કેમકે આર્યનના જામીનદાર બનીયા પછી લોકોને ચર્ચાનો  વિષય બની હતી.કેમકે તેઓ ઓછા જોડે જોવા મળે છે.આ સવાલનો જવાબ છે તેમની દોસ્તી..જ્યારે તમામ લોકો શાહરુખના મુશ્કેલી ભર્યા સમયમાં તેના પર સવાલ ઉઠાવી રહ્યા હતા. ત્યારે જુહીએ નેગેટીવ પબ્લિસીટી પર ધ્યાન ન આપી પોતાના મિત્રને મદદ કરવાનો વિચાર કર્યો છે. જામીનદાર બનવાનો નિર્ણય કર્યો હતો.. આ દોસ્તી વિશે તમને જણાવીએ કે બંનેની ફ્રેન્ડશિપ 28 વર્ષ જૂની હોવાનુ જોવા મળે છે. બે દાયકાથી પણ લાંબા સમયમાં ઘણા એવા કિસ્સાઓ થયા છે, જેમાં આ દોસ્તી ગાઢ બની છે .તો ક્યારેક ખરાબ સમયનો પણ સામનો કર્યો છે.

‘રાજુ બન ગયા ફિલ્મીથી દોસ્તીની શરૂઆત

શાહરુખ અને જુહી ચાવલા સૌથી પહેલા ફિલ્મ ‘રાજુ બન ગયા જેન્ટલમેન’ના સેટ પર જ મળ્યા હતા. અને ત્યારથી જ બને વચ્ચે દોસ્તી જોવા મળી હતી.. આ સમયે જુહી સ્ટેબ્લિશ્ડ સ્ટાર હતી. શાહરુખ બોલિવૂડમાં નવો નવો હતો. આ સમયે જુહી ચાવલા શાહરુખ વિશે કઈ પણ જાણતી નહોતી. તે  દરમિયાન ફિલ્મના ડિરેક્ટરે જુહી સામે શાહરુખના ખુબ વખાણ કર્યા હતા.પરંતુ જ્યારે જુહીએ શાહરુખને જોયો તો તેને ફિલ્મ સાઈન કરવાના નિર્ણય પર પસ્તાવો થયો હતો. ‘ફૌજી’ સિરિયલના અમુક એપિસોડ્સ જોઈને જુહીએ શાહરુખની એક્ટિંગ સ્કિલ્સ પર ભરોસો થયો અને ફિલ્મમાં કામ શરુ થયું. આ બાદ બંનેએ ‘ડર’, ‘પરમાત્મા’, ‘રામ જાને’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.તો બંનેએ ત્યાર બાદ તેમણે ધણી મૂવીએ સાથે કરી છે.અને ત્યાર બાદ તેમણે ધણી મુૂવી સાથે કરી છે.

juhi-chawla

આ પણ વાંચો :એક એવું ગામ જ્યાં 40 વર્ષથી નથી સંભળાયો ભુલકાઓનો કલરવ..શું છે રોચક ઇતિહાસ ?

દોસ્તી બની ખાસ
મહેશ ભટ્ટે ડિરેક્ટ કરેલી અને યશ જોહરે પ્રોડ્યુસ કરેલી ફિલ્મ ‘ડુપ્લીકેટ’માં જુહી કામ કરવા નહોતી માગતી, તો પરંતુ શાહરુખે તેને કન્વીન્સ કરી હતી. આ જ ફિલ્મના પ્રાગના શૂટિંગ શેડ્યુલ દરમિયાન જુહીની માતાનું નિધન થયું હતું. આ સમયે શાહરુખ જ જુહી ચાવલા સાથે હતો. અહીંયા સુધી કે જુહીને ફરીથી શૂટિંગ સેટ પર લાવવા માટે શાહરુખે ઘણી મહેનત કરી હતી.આ ઘટના બાદ જુહી અને શાહરુખની મિત્રતા વધુ ગાઢ બની હતી.તો ત્યાર પછીથી બને મિત્ર બન્યા હતા.

દોસ્તીની થઇ પરીક્ષા
આ દરમિયાન જ જુહી ચાવલાના ભાઈ બોબી ચાવલાને હાર્ટ અટેક આવ્યો હતો .અને તે ચાર વર્ષ માટે કોમામાં જતો રહ્યો. જુહી આ ઘટના બાદ તુટી ગઈ, પરંતુ તેનું માનવું હતું કે તે રહે ત્યાં સુધી ડ્રિમ્સ અનલિમિટેડમાં કોઈ તેની જગ્યા લઈ શકે તેમ નથી. કંપનીના નુકસાનને જોતા શાહરુખે જુહીને પ્રેક્ટિકલ રીતે વિચારવાની સલાહ આપી હતી,તો આ કેવા છતા જુહી ન માની. જુહીની મરજી વિરુદ્ધ જઈ શાહરુખે નવા CEO  અપોઈન્ટ કર્યો હતા. આ નિર્ણય બાદ જુહીએ કંપનીથી અલગ થવાનો નિર્ણય કરી લીધો હતો. બિઝનેસના કારણે દોસ્તી ન બગડે તે માટે બોબી ચાલવાના મૃત્યુ બાદ જુહી કંપનીથી અલગ થઈ ગઈ અને ડ્રિમ્સ અનલિમિટેડ કંપની રેડ ચીલીઝ એન્ટરટેનઈન્મેન્ટ બની ગઈ હતી. તો આમ આ બનેંની દોસ્તી ખાસ બની હતી. અને હાલ પણ ખાસ જ રહશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment