Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 30.
Homeન્યૂઝથાનગઢમાં ભૂમાફિયાઓ બન્યા બેફામ, અધિકારીઓ કરી રહ્યા છે આંખ આડા કાન

થાનગઢમાં ભૂમાફિયાઓ બન્યા બેફામ, અધિકારીઓ કરી રહ્યા છે આંખ આડા કાન

MINERAL THEFT
Share Now

ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. થાનગઢમાં ભૂ માફિયાઓ બોલબાલા ફૂલ ચાલી રહી છે ત્યારે અધિકારીઓ પણ ભૂમાફિયાની તરફેણમાં છે કારણ કે ટાઈમે હપ્તા પોહચી જાય છે આના કારણે ગોવાળીયા અને ગાયો પરેશાન થઇ રહ્યા છે. આ બાબતની ફરિયાદ કરતા મામલદાર પણ ચુપી દેખાડી અને ઓફીસ બહાર કાઢી મુક્યાંની ફરિયાદ કરી ગાયોના દુઃખડા કાપો,  ગાયો માટે કંઈક ગોચર તો રાખો જેવી રજૂઆત લેખિતમાં કરવામાં આવી.

થાનગઢમાં હપ્તા આપો અને જલસા કરો

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ભૂ માફિયાની મનમાની ચાલી રહી છે ત્યારે ગોવાળીયાને ગાયો ચરવા માટે જે ગોચર જમીન છે તેના પર પણ કબજો કરવામાં આવી રહ્યો છે અને આ ગોચર જમીનમાં ગાયો ચરવા માટે પણ જગ્યા નથી રહેવા દેવામાં આવી. જયારે આ બાબતે વિરોધ કરતા ગાયો ચરવતા ગોવાળિયા અનેક વાર મામલદારને રજુઆત કરવા છતાં પણ કોઈ એક્શન ના લેતાં ગોવાળ નાજાભાઈ ખાણ પાસે જઈ વિરોધ કરતા તેને પણ માર મારી ત્યાંથી ભાગવાનો વારો આવ્યો હતો.

આ પણ વાંચો : નોબેલ વિજેતા મલાલા યુસુફઝઈએ પોતાના બાળપણના મિત્ર સાથે શરૂ કર્યું નવજીવન

મામલદાર પોલીસને હપ્તા પોચાડો એટલે ગમે તે કરવાની છૂટ !

ત્યારબાદ મામલદાર પાસે જઈ રજુઆત કરતા મામલદાર પણ ભૂ માફિયા તરફની તરફેણ લેતા ઓફિસમા થિ ફરિયાદીને બહાર હાકાલ કરી કાઢી મુકવામા આવ્યા હતા. ત્યાર બાદમાં લેખિતમા રાજુવાત કરતા મામલદાર હાજર નહીં રહેતા બીજા અન્ય અધિકારી દ્વારા અરજી સ્વીકારવામાં આવી હતી અને તેને પણ બે દિવસ થઈ જાવા છતાં કોઈ જ પરિણામ મળવા પાત્ર નથી. નાજા ભાઈ ધ્વરા કહેવામાં આવ્યું હતું કે આ બાબતે દરેક અધિકારી ઓ ને હપ્તા દર મહિને પોહોંચી જાય છે એટલે કોઈ આ બાબતે એક્સન લેવામાં આવતી નથી અને જો આ બાબતે જલ્દી થઈ કોઈ રિઝલ્ટ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી છે.

ખાણ ખનીજના અધિકારીઓના આંખ આડા કાન

એક તરફ સરકાર તરફથી ગોચર જમીન બચાવો અને એક તરફ હપ્તા સીસ્ટમથી ગોચર ખોદાવોનું ચાલુછે જયારે આ બાબતે  મામલતદાર આંખ આડા કાન કરી રહ્યા છે. માલધારીઓ પોતાના માલ ઢોર ચરવા માટે હેરાન પરેશાન થઈ રહ્યા છે જયારે થાનગઢમાં ચાલતું ગ્રુપ હંમેશા ગાયો માટે તત્પર રહે છે ત્યારે થાનગઢના આ ભૂ માફિયા ગાયોને ગામનો કચરો તેમજ પ્લાસ્ટીક ખાવા માટે મજબૂર કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment