Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 2.
Homeન્યૂઝહોલિવુડ સુપરસ્ટારની આ વિચિત્ર ટેવથી તમે પણ ચોંકી જશો

હોલિવુડ સુપરસ્ટારની આ વિચિત્ર ટેવથી તમે પણ ચોંકી જશો

Dwayne Johnson
Share Now

હોલિવૂડ સુપરસ્ટાર ડ્વેન જોનસન (Dwayne Johnson)હાલમાં ફિલ્મ ‘રેડ નોટિસ’ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં ‘વન્ડર વુમન’ ફૅમ ગેલ ગેડોટ તથા એક્ટર રાયન રેનોલ્ડ્સ છે. ડ્વેન જોનસન ચાહકોમાં ‘ધ રોક’ (The Rock)થી લોકપ્રિય છે. થોડાં વર્ષો પહેલાં ડ્વેને કહ્યું હતું કે જીમમાં તે બોટલમાં યુરિન (Urinate)કરે છે. હવે એક્ટરે (Actor)આમ કરવા પાછળનું કારણ જણાવ્યું હતું.

Dwayne Johnson એ કર્યો ખુલાસો 

હોલિવૂડ સુપરસ્ટાર અને WWE થી નામના મેળવેલા ‘ધ રોક’ ફેમ ડ્વેન જોનસન હાલમાં પોતાની એક ફિલ્મ રેડ નોટિસને કારણે ભારે ચર્ચામાં છે. ડ્વેન જોનસન પોતાના ફેન્સમાં ‘ધ રોક’ ના નામથી લોકપ્રિય છે. જણાવી દઇએ કે, વર્લ્ડ વ્રેસલીંગ એન્ટરટેઇમેન્ટ (World Wrestling Entertainment) માં તે લડાઇમાં ધ રોકના નામથી વિશ્વમાં એક જાણીતો ચહેરો બન્યો છે. કેટલાક વર્ષ પહેલા ડ્વેને કહ્યું હતુ કે, તે જીમ દરમિયાન બોટલમાં યુરિન કરે છે. હવે એક્ટરે આ બાબતે ખુલાસો કર્યો છે.

આ પણ વાચો: … તો રાની મુખર્જીને આમિર ખાન સાથે પ્રેમ થઈ જાત! : ફિલ્મી દુનિયાની ટોપ ખબરો

એક ખાનગી મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂ (Interview)માં ડ્વેન જોનસને કહ્યું હતું કે, તે રિયલમાં બોટલમાં બાથરૂમ કરે છે. જોકે, આ પાછળ ચોક્કસ કારણ છે. તે આવા માટે પાણી પીવા માટે ખરીદી હોય તેવી બોટલનો ઉપયોગ કરતો નથી. તે એવી બોટલ્સમાં યુરિન (Urinate)કરે છે, જેનો તે ઉપયોગ કરતો નથી અને તે નકામી હોય છે.

જીમમાં બાથરૂમ હોતું નથી

વધુમાં ડ્વેન જોનસને કહ્યું હતું કે, સામાન્ય રીતે તે જે જીમમાં વર્કઆઉટ કરે છે તેમાં બાથરૂમ હોતા નથી, કારણ કે તે ‘આયરન પેરેડાઇઝ’ હોય છે. ઉલ્લેખનીય છે કે ડ્વેન જોનસને પોતાના ઘરમાં પણ ‘આયરન પેરેડાઇઝ’ જીમ બનાવેલા છે. ડ્વેને કહ્યું હતું કે તે પોતાના હાઇડ્રેટ રાખવા માટે જીમમાં યુરિન માટે બોટલનો ઉપયોગ કરે છે.

કેટલાક વર્ષો પહેલા Dwayne Johnson એ આ અંગે વાત કહી હતી

કેટલાક વર્ષો પહેલા ડ્વેન જોનસને સોશિયલ મીડિયા (Social Media)માં વીડિયો શૅર કરીને આ અંગે વાત કરી હતી. તે સમયે તેને કહ્યું હતું કે, તેની પાસે બાથરૂમ બ્રેક લેવાનો સમય ન હોવાથી તે જીમમાં બોટલમાં જ યુરિન કરે છે.

ખબરી ફિલ્મી છે જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment