Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝઉપલેટામાં વરસાદ વગર પાકની દશા બગડી

ઉપલેટામાં વરસાદ વગર પાકની દશા બગડી

upleta photo
Share Now

સૌરાષ્ટ્રમાં મેઘરાજા રીસાયા !

ચોમાસું શરુ થઇ ગયા બાદ વરસાદ તો પડ્યો પણ બાદમાં મેઘરાજા રિસાઈ ગયા હોય તેમ સૌરાષ્ટ્રભરમાં ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. વધુ વરસાદ થઇ જતા ખેડૂતોએ વાવણી તો કરી નાખી પરંતુ ત્યારબાદ વરસાદ લંબાયો હતો ત્યારે પાક મુરજાવા લાગ્યો હતો. બાદમાં ફરી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા પાક સંપૂર્ણપણે ધોવાઇ ગયા અને ઘણું મોટું નુકસાન થયું હતું. અને હવે ફરી મેઘરાજા રિસાઈ ગયા છે. ત્યારે ખેડૂતો ઘેરી ચિંતામાં સરી પડ્યા છે.

upleta photo

ઉપલેટામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત 

ઉપલેટા પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે આગામી અઠવાડિયામાં જો વરસાદ નહીં પડે તો પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની અણીએ જોવા મળી રહ્યો છે. હાલ સમગ્ર સૌરાષ્ટ્રમાં ગયા વર્ષ કરતા ચોમાસું ખૂબ જ નબળું જોવા મળી રહ્યું છે, ત્યારે ઉપલેટા પંથકમાં વાવણી બાદ ઓછા પ્રમાણમાં વરસાદ પડ્યો છે જેથી ખેડૂતોએ વાવેલા મગફળી, કપાસ, સોયાબીન વગેરે પાકો સુકાઈ રહ્યા છે. વરસાદ નહિ પડવાને કારણે ખેડૂતોની મહેનત બાદ નુકસાની જવાની ભીતિને લઈને ચિંતિત બન્યા છે.

upleta photo

ખડૂતોને આ વર્ષે બે વખત વાવેતર કરવું પડ્યું 

ઉપલેટા પંથકમાં ખેડૂતોએ મીડિયા સાથેની વાતચીતમાં પોતાની વ્યથા જણાવતા કહ્યું હતું કે, ઉપલેટા પંથકમાં વાવણી બાદ ખૂબ જ ઓછા પ્રમાણમાં વરસાદ વરસતા વાવેલા પાકોને પૂરતા પ્રમાણમાં વરસાદનું પોષણ ન મળતા કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકોનું ઘણા ખરા ખેડૂતોએ બે વખત વાવેતર કરવું પડ્યું હતું ત્યારે આ વાવણી બાદ વાવેલા પાકોમાં નહિવત જેટલો જ વરસાદ હોવાથી મગફળી, કપાસ જેવા પાકોમાં વરસાદના અભાવે સુકાતો જોવા મળી રહ્યો છે.ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે, જો આગામી આઠ કે દસ દિવસમાં સારો વરસાદ નહિ વરસે તો આ વર્ષે વાવેતર કરેલા પાકો ફેઈલ થઈ જવાની પુરી શક્યતાઓ સર્જાઈ રહી છે ત્યારે ઉપલેટા પંથકમાં વાવણી બાદ સારો એવો વરસાદ વરસ્યો જ નથી જેમને લઈને વાડી, કુવા કે બોરમાં પણ પૂરતા પાણી ચડ્યા નથી અને કુવાઓ પણ તળિયા જાટક થઈ ગયા છે.

upleta photo

કેનાલ મારફતે ખેડૂતોને પાણી મળે તેવી આશા 

ઉપલેટા પંથકમાં વાવેતર કરેલા પાકોને કઈ રીતે પાણી પિયત કરવું તે પણ ઉપલેટા પંથકના ખેડૂતો માટે ખૂબ મોટો ચીંતાનો વિષય બન્યો છે ત્યારે સરકાર દ્વારા સિંચાઈ માટેના ડેમમાં નવા નીર આવ્યા છે તેમાંથી કેનાલ મારફત પણ આપવામાં આવે અને આગામી દિવસોમાં સમયસર સારો વરસાદ થાય તેવી જગતના તાત એવા ખેડૂતો કુદરત પાસે આશા વ્યક્ત કરી રહ્યા છે.

upleta photo

આ પણ વાંચો : જગતનો તાત ચિંતાતુર

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment