Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝUPમાં થયેલ ધર્મ પરિવર્તનની ઘટના પાછળ ISI નો હાથ

UPમાં થયેલ ધર્મ પરિવર્તનની ઘટના પાછળ ISI નો હાથ

UP ATS
Share Now

સમગ્ર દેશમાં અત્યારે લવ જેહાદના કાયદાને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં(UTTAR PRADESH) હિન્દુઓના ધર્મપરિવર્તનનો મોટો મામલો સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશ ATSએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ બાબતે માહિતી આપી હતી. યુપી ATSએ જણાવ્યા અનુસાર, દિલ્હીથી બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકોએ ઉત્તર પ્રદેશના 1000 થી વધુ હિન્દુઓનું ધર્મપરિવર્તન કરાવ્યું છે. જે લોકોનું ધર્મપરિવર્તન કરાવ્યું છે તેમાં ગરીબ અને પછાત તેમજ ઘરવિહોણા, દિવ્યાંગો તેમજ મહિલાઓનો સમાવેશ થાય છે. ગાઝિયાબાદમાં નોંધાયેલા કેસની તપાસ દરમ્યાન એક પછી એક સ્તરો ખુલી ગયા છે. અને ધર્મપરિવર્તન અંગે આ મોટો ખુલાસો થયો છે. યુપીના એડીજી પ્રશાંત કુમારના જણાવ્યા મુજબ, ધર્મપરિવર્તન કરાવનાર આરોપીઓને પકડીને લખનૌ લાવવામાં આવી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે મુખ્ય આરોપીએ પણ પોતાનો ધર્મ બદલી નાખ્યો છે. યુપી એટીએસને ડર છે કે આ કામમાં વિદેશી ભંડોળ પણ સામેલ હોઈ શકે છે.

ધાકધમકી આપીને કરાવતા હતા ધર્માંતરણ

પ્રશાંત કુમારના જણાવ્યા મુજબ નોઈડામાં આવેલ બહેરા-ગૂંગા શાળાના 18 બાળકોનું પણ ધર્માંતરણ કરવામાં આવ્યું છે. ધર્મપરિવર્તનનું આ રેકેટ બે વર્ષથી ચાલી રહ્યું હતું. આરોપી દ્વારા લોકોને ધાકધમકી અને લોભ આપીને તેમનુ ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યુ હતુ. ધર્મ પરિવર્તન કરાવવા માટે આરોપીઓ દ્વારા ગરીબ,પછાત,ઘરવિહોણા, દિવ્યાંગો તેમજ મહિલાઓ અને બેરોજગાર યુવાનોને ટાર્ગેટ કરવામાં આવતા હતા. અને તેમને ધાકધમકી તેમજ લોભ આપીને ધર્મપરિવર્તન કરાવતા હતા. આ ઘટનામાં ATS દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા બંને આરોપીઓનાં નામ મોહમ્મદ ઉમર ગૌતમ અને મુફ્તી કાજી જહાંગીર કાસમી બતાવ્યુ છે. જેઓ દિલ્હીના જામિયા નગર વિસ્તારમાં રહે છે. આશંકા બતાવાય રહી છે કે આ આરોપીઓના તાર દેશભરમાં જોડાયેલા હોઈ શકે છે.

UP ATS PRASHANT KUMAR

PC- TWEETER

આ પણ વાંચો:અમીત શાહે સર્કિટ હાઉસ ખાતે યોજી મહત્વની બેઠક

રેકેટની પાછળ આખી ગેંગ હોવાની છે શંકા

પ્રશાંત કુમારના જણાવ્યા પ્રમાણે મોહમ્મદ ઉમર ગૌતમ અને મુફ્તી કાજી જહાંગીર કાસમી આ બંને લોકો દ્વારા અત્યાર સુધી આશરે 1000 થી વધુ લોકોનું ધર્મપરિવર્તન કરાવ્યું છે. ATSએ આ બંને આરોપીઓને થોડા દિવસ પહેલા ડાંસનાના એક મંદિરમાંથી પકડયા હતા. બંનેની પૂછપરછ કરવામાં આવતા નવો ખુલાસો થયો હતો. મોહમ્મદ ઉમર ગૌતમ પહેલા હિંદુ હતા. અને તેઓએ ધર્મપરિવર્તન કર્યું છે. તે મુફ્તી કાજી જહાંગીર કાસમીને મળ્યા, જે પહેલાથી જ ઈસ્લામી દાવા નામની સંસ્થા ચલાવી રહ્યો હતો. ધર્મ પરિવર્તનનું આ રેકેટ નોએડા, મથુરા અને કાનપુરમાં ફેલાયેલુ છે. એવુ માનવામાં આવે છે કે આ રેકેટની પાછળ અન્ય લોકો પણ હોઈ શકે છે.

UP ATS

PC- TWEETER

વિદેશી તાકતોનાં ઈશારે કરતા હતા કામ

ઉત્તર પ્રદેશના(UTTAR PRADESH) એડીજી પ્રશાંત કુમારના જણાવ્યા પ્રમાણે આરોપીઓ દ્વારા છેલ્લા એક વર્ષમાં 350 લોકોનું ધર્મપરિવર્તન કરવામાં આવ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું કે આરોપીઓ દ્વારા નોઈડાની એક મુકબધીર શાળાના 18 બાળકોનું પણ ધર્મપરિવર્તન કરાવ્યું હતું. અત્યાર સુધીમાં આ શખ્સોએ એક હજારથી વધુ લોકોનું ધર્માંતરણ કરાવ્યું છે. ધર્મ પરિવર્તનનું આ સમગ્ર રેકેટ છેલ્લા 2 વર્ષથી ચાલી રહ્યું હતું. તેમણે જણાવ્યું કે આ મામલે વિદેશી ફંડિંગના પણ પુરાવા મળ્યા છે. ધર્મ પરિવર્તનની આ ઘટનાની પાછળ ISIનો હાથ હોય તેમ જણાઈ રહ્યું છે. દેશમાં અત્યારે લગ્ન બાદ મજબૂરીમાં કરાવવામાં આવતા ધર્મ પરિવર્તનને કારણે અલગ અલગ રાજ્યોમાં લવ જેહાદનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે. ત્યારે ધર્મ પરિવર્તનની વધતી જતી ઘટનાઓ પાછળ વિદેશી તાકાતો લાગેલી હોય તેવું લાગી રહ્યું છે.

No comments

leave a comment