Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / July 3.
Homeન્યૂઝકર્ણાવતી યુનિવર્સિટી ખાતે યૂથ પાર્લિયામેન્ટ ઑફ ઇન્ડિયાનો શુભારંભ

કર્ણાવતી યુનિવર્સિટી ખાતે યૂથ પાર્લિયામેન્ટ ઑફ ઇન્ડિયાનો શુભારંભ

youth parliament
Share Now

આજ રોજ ગાંધીનગર ખાતે આવેલ કર્ણાવતી યુનિવર્સિટીના કેમ્પસમાં લોકશાહી સંવાદ માટેની ફૉરમ ‘યૂથ પાર્લિયામેન્ટ ઑફ ઇન્ડિયા’ની ત્રીજી આવૃત્તિનું ઉદગાટન કરવામાં આવ્યું હતું. ત્યારે આ અવસરે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી પ્રદીપભાઈ પરમાર અને ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રી જગદીશ ભાઈ પંચાલ, ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ તેમમ BAPSના પ્રેરણાદાયી વક્તા જ્ઞાનવત્સલ સ્વામી પણ હાજર રહ્યા હતા.

દેશમાં નવા લીડર બનાવવા માટે યૂથ પાર્લમેન્ટનું કરાય છે આયોજન: સી આર પાટિલ 

યૂથ પાર્લામેન્ટને સંબોધન કરતાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલે  જણાવ્યું હતું કે, દેશમાં નવા લીડર બનાવવા માટે યૂથ પાર્લમેન્ટનું આયોજન કરવામાં આવે છે.  2018 માં નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં જણાવ્યું હતું કે, આ પ્રકારનું આયોજન જિલ્લા કક્ષા સુધી થવું જોઈએ. તેમણે કહ્યું કે, આજનો યુવા આપણાં સમાજમાં પ્રશ્નોને સમજે અને તેના પર પોતાનો અભિપ્રાય આપે કારણકે જે અભિપ્રાય આપી શકે છે તે જ લીડર બની શકે છે.

આ પણ વાંચો:ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના મત વિસ્તારમાં વિકાસના કાર્યોનું કર્યું ઉદ્ઘાટન

યુવાનોએ નિરાશ ના થવું જોઈએ: સી આર પાટિલ 

સી આર પાટિલે કહ્યું કે, યુવાનોએ ક્યારેય નિરાશ ના થવું જોઈએ. મને ખુશી છે કે, આપણા દેશના યુવાનો ખૂબ જ જાગૃત છે. દેશના તમામ યુવાનો દેશની સમસ્યાઓ પર ડિબેટ કરે અને પોતાનો અભિપ્રાય આપે તો તેનાથી સારા પરિણામો આવી શકે છે. સી આર પાટિલે કહ્યું કે, જેને સાંપ્રત પરિસ્થિતિને લઈને નિર્ણય લેતા નહીં આવડતું હોય તે ક્યારેય લીડર બની શકે નહીં. સી આર પાટિલે નિર્ણય શક્તિની વાત કરતાં જણાવ્યું કે, જ્યારે રાજકીય નેતા કોઈ નિર્ણય કરે છે ત્યારે તેને ધ્યાન રાખવું પડે છે કે, તેને પોતાને તેની પાર્ટીને કે ચૂંટણીમાં વોટમાં કોઈ નુકશાન ના થાય તેને ધ્યાને રાખીને નિર્ણય કરતા હોય છે. અને તેને કારણે તે નિર્ણય સીમિત થઇ જાય છે. પરંતુ કોઈ યુવા જેને કોઈ વાતની ચિંતા નથી હોતી અને તે જ્યારે ખુલીને પોતાની વાત કરે છે તેનથી લાંબા ગાળે સારું પરિણામ મળે છે.

યુવાનો જ ક્રાંતિ કરી શકે છે: સી આર પાટિલ 

સી આર પાટીલે કહ્યું કે, યુવાનો જ ક્રાંતિ કરી શકે છે. અને આપણા દેશના યુવાનોમાં ક્રાંતિ કરવાની સૌથી વધુ તાકાત છે. આપણા દેશના યુવાનોના ટેલેન્ટની વાત સમગ્ર દુનિયામાં થાય છે અને લોકો સ્વીકારી પણ રહ્યા છે. હવે તો આપણી રાજકીય પાર્ટીઓ પણ યુવાઓને મહત્વ આપી રહી છે. અમારા બે મિનિસ્ટર પણ યુવા છે અને ગુજરાતના સીએમ પણ 60થી ઓછી ઉંમરના છે.

 યુવાનો સંસદીય પ્રણાલીથી પરિચિત થાય તેજ યુથ પાર્લામેન્ટનો ઉદ્દેશ્ય: સીએમ ભૂપેન્દ્ર પટેલ 

સીએમ ભુપેન્દ્ર પટેલે યુથ પાર્લામેન્ટને સંબોધન કરતા કહ્યું હતું કે, આ ઉર્જાનો ઉત્સવ છે અને ઉર્જા કોઈ પણ કાર્યને સફળતા સુધી પહોંચાડવા માટે પાયાની જરૂરિયાત છે.  ભાજપનો યુવા મોરચો આ વાતનું ઉત્તમ ઉદાહરણ છે. ભાજપનો યુવા મોરચો હંમેશા દરેક કાર્યક્રમમાં ઉર્જાનો સંચાર કરે છે. યુથ પાર્લામેન્ટમાં યુવાનો સંસદીય પ્રણાલીથી પરિચિત થાય તેજ તેનો ઉદ્દેશ્ય છે. તેમને કહ્યું કે, નરેન્દ્ર મોદીના શાસનકાળમાં ભારતની સંસદીય પ્રણાલી અનેક નવા આયોમો પામી છે. અને અનેક નવા કાયદાઓ બન્યા છે અને અનેક જુના કાયદાઓ રદ્દ થયા છે.

 યુવા આત્મ નિર્ભર બનશે તો જ આત્મનિર્ભર રાષ્ટ્ર બનશે: સીએમ ભૂપેન્દ્ર પટેલ 

સીએમ ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે, આ યુથ પાર્લામેન્ટમાં અનેક સાંપ્રત વિષયો પર આપ સૌ મુક્તમને ચર્ચા કરો તેવી અપેક્ષા રાખું છું. દેશનો યુવા આત્મ નિર્ભર બનશે તો જ આત્મનિર્ભર રાષ્ટ્ર બનશે. પીએમ મોદી આપ સૌને નવા ભારતના નિર્માણ કરવા માટે આહવાન કર્યું છે. હું એક વિકાશશીલ રાજ્યના સીએમ તરીકે સૌને આમંત્રણ આપું છું કે આપ સૌ આપણા દેશની નીતિઓ અને શાસન પ્રણાલીનો અભ્યાસ કરજો અને તમેં જો આ અભ્યાસ બાદ કોઈ નવી યોજના રજૂ કરવા માંગતા હષૉઇ તો અમે તમને પ્લેટફોર્મ પૂરું પાડીશું.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment